મુકેશ અંબાણીની દીકરી ઇશાનાં આ મહિનામાં થશે લગ્ન, બીઝનેસમૈન આનંદે આવી રીતે કર્યું પ્રપોઝ…

0

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના લગ્નની ચર્ચાઓ જોરોમાં ચાલી રહી હતી કે આ વચ્ચે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઇશા પણ સાત ફેરાના બંધનમાં બંધાવાની છે. જાણકારી અનુસાર તે ડીસેમ્બરમાં બીઝનેસમૈન અજય પીરામિલ નાં દીકરા આનંદ પીરામિલ સાથે લગ્ન કરવાની છે. સાથે જ રવિવારના રોજ સાંજે મુકેશ અંબાણીનો પરિવાર અને ઇશાનાં થનારા પતી આનંદ પીરામિલ સાથે મુંબઈ ઇસ્કોન મંદિરે આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. આ દૌરાન મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઇશા અંબાણી, અનંત અંબાણી, આનંદ પીરમિલ એક સાથે દર્શન માટે પહોંચ્યા હતા.     પીરામિલ ગ્રુપના એક્જ્યુંટીવ ડાયરેકટર છે આનંદ:

જાણકારી અનુસાર આગળના 4 દશકોથી અંબાણી અને પીરામિલ પરિવાર એકબીજાને ઓળખે છે. બંને પરિવારો વચ્ચે ખુબ સારા એવા સંબંધ છે. આનંદે બંને પરિવારોની મોજુદગીમાં ઇશાને મહાબલેશ્વર મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝલ બાદ બંનેના પરિવારના સદસ્યોએ સાથે લંચ કર્યું અને રિશ્તો પાકો કરી નાખ્યો. 32 વર્ષના આનંદ પીરામિલ, પીરામિલ ગ્રુપના ચેઈરમેન અજય પીરામીલના દીકરા છે. તેની સાથે જ તે પીરામિલ એક્જ્કયુંટીવ ડાયરેકટર પણ છે.

પીરામીલમાં થાય છે 40,000 મરીજોનો ઈલાજ:

આનંદે પેંસીલ્વેનિયા યુનીવર્સીટી થી ઇકોનોમિકસ માં ગ્રેજ્યુએશન કર્યું છે. સાથે જ હાવર્ડ બીઝનેસ સ્કુલથી બીઝનેસ એડમીનીસ્ટ્રેશન માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. આનંદે ગ્રેજ્યુએશન બાદ બે સ્ટાર્ટ અપ્સ પીરામિલ રિયલ્ટી અને પીરામિલ સ્વાસ્થ્યની શરૂઆત કરી હતી. પીરામિલમાં સ્વાસ્થ્ય દ્વારા હર દિન 40 હજાર મરીજોનો ઈલાજ થાય છે.ઇશા રિલાયન્સ JIO અને રિલાયન્સ રીટેલ ની છે બોર્ડ ચેમ્બર:

ઇશા અંબાણી હાલ 26 વર્ષની છે. તે હાલ રિલાયન્સ JIO અને રિલાયન્સ રીટેલની બોર્ડ મેમ્બર છે. ઈશાના અભ્યાસની ખાસ વાત એ છે કે તેણે ફેમસ યેલ યુનીવર્સીટી થી સાઈકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીજમા ગ્રેજ્યુએશન કર્યું છે.

બોલીવુડમાં આવી રીતે કરવા જઈ રહી છે એન્ટ્રી:
ઇશા જલ્દી જ બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. કહેવામાં આવે છે કે ઈશા, અક્ષય કુમારની ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરવાની છે. તે ફિલ્મમાં એક્ટિંગ કરતી નજરમાં નહિ આવે, પણ તે અક્ષયની ફિલ્મ ‘કેસરી’ ને પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમેકર કરન જોહરની સાથે મળીને ઇશા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાની છે. આ ફિલ્મમાં અક્ષય મુખ્ય ભૂમિકામાં નજરમાં આવશે.
આકાશ કરી રહ્યા છે શ્લોકા સાથે લગ્ન;

જણાવી દઈએ કે 24 માર્ચ ગોવાના તાજ એગ્જોટીકા રિસોર્ટ એન્ડ સ્પામાં મુકેશ અંબાણી નાં મોટા દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની થઇ હતી. શ્લોકા હીરા કારોબારી રસેલ મેહતાની નાની દીકરી છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!