મુકેશ અંબાણીના જમાઈ પિરામલ માટે ઘરે બેઠા કરો આ કામ, તમને દર મહિને થશે 25-30 હજાર રૂપિયાની કમાવાનો મોકો

0

શિયાળો પૂરો થવાની સાથે જ કડકડતા ઉનાળાની ઋતુ શરૂ થવાની છે. એવામાં ઉનાળામાં પાણી ની માંગ એક વાર ફરી વધવાની છે. એવામાં ઉનાળા ની ઋતુમાં નવો બિઝનેસ શરૂ કરવાંની તૈયારી તમે અત્યારથી જ શરૂ કરી શકો છો. એવામાં તમારા માટે વોટર એટીએમ લગાવાનો બિઝનેસ તમારા માટે સારો વિકલ્પ થઇ શકે છે. મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન જે પીરામીલ પરિવારમાં થયેલા છે, તેની એક કંપની ની સાથે મળીને પણ તમે વોટર એટીએમ ખોલી શકો છો.ખોલો પીરામીલ સર્વજન નું વોટર એટીએમ:
હવે ભારતીય રેલવે, મેટ્રો, રોડ ટ્રાન્સપોર્ટ થી લઈને પ્રાઇવેટ કંપનીઓ પણ વોટર એટીએમ ઇન્સ્ટોલ કરાવી રહી છે. એવામાં પીરામીલ સર્વજલ ની સાથે મળીને તમે વોટર એટીએમ ની ફ્રેંચાઈજી લઇ શકો છો. તેના દ્વારા તેમને મહિનાની સહેલાઈથી 15 થી 20 હજાર રૂપિયાની કમાણી થઇ શકે છે. જણાવી દઈએ કે પીરામીલ સર્વજલ પીરામીલ ફાઉન્ડેશન નો હિસ્સો છે.શું છે આ વોટર ATM?:
જેવી રીતે હાલના સમયે પૈસા કાઢવા માટે દરેક ગલી ગલી માં બેન્ક એટીએમ લગાવામાં આવે છે. તેવી જ રીતે વોટર એટીએમ લાગી શકે છે. જેના દ્વારા લોકો આસાનીથી શુદ્ધ પાણી પી શકે છે. લોકો વોટર એટીએમ માં સિક્કો કે નોટ ના દ્વારા પાણી નો નાનો ગ્લાસ થી લઈને 20 લીટર સુધીનો જગ પણ લઇ શકે છે. આવા પ્રકારના એટીએમ માં ઇનબિલ્ટ આરઓ સિસ્ટમ હોય છે.શરૂઆત માટે આ ચીજોની રહેશે જરૂર:
ઓછામાં ઓછા 200 વર્ગફૂટ ની જગ્યા હોવી જોઈએ, વોટર એટીએમ માટે કોમર્શિયલ ઈલેક્ટ્રીસીટી કનેક્શન, વોટર એટીએમ માટે પાણીની ઉપલબ્ધતા જેનાથી તેની ટ્રીટમેન્ટ કરી શકાશે, ચીલર-ડિલિવરી વાહન, જગ વગેરે હોવું જોઈએ.ક્યાંથી મેળવવી જાણકારી:
જો તમે કંપની નું વોટર એટીએમ લગાવવા માટે વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તેની વેબસાઈટ sarvajal.com પર જાઓ. જેમાં ડાબી બાજુએ જોઈન અસ ની ટૈબ આપેલી હશે, તેને ક્લિક કરો. તમને અહીં ફ્રેન્ચાઈજી નો વિકલ્પ મળશે. વિકલ્પ પર ક્લિક કર્યા પછી નવું પેઈજ મળશે. અહીં દરેક જરૂરી જાણકારી તમને મળી જશે. સૌથી નીચે એપ્લાઇ કરવાનો વિકલ્પ મળશે. જ્યાં તમારે તમારું નામ, એડ્રેસ અને ફોન નંબર આપવાનો રહેશે. તમે ટોલ ફ્રી નંબર 1800 103 2334 પર સંપર્ક કરી શકો છો.કંપની ના તરફથી મળશે આ સપોર્ટ:

-કંપની તેના ચાલતા ઈન્સ્ટોલેશન અસિસ્ટેંન્સ આપે છે. તેના સિવાય પહેલા વર્ષ કમ્પોનેન્ટ રિપ્લેસમેન્ટ ગેરંટી. દરેક મહિને મેન્ટેનન્સ સર્વિસ.

-પહેલા અઠવાડિયે ગ્રાહક બેસ બનાવવા માટે સપોર્ટ કરે છે.ખોલી શકો છો કંપનીની યુનિટ:
તેના સિવાય તમે કંપની નું યુનિટ પણ લગાવી શકો છો. કંપની ની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી ના આધારે, અત્યાર સુધી તે દેશમાં 600 થી પણ વધારે યુનિટ્સ લગાવી ચુકી છે. તેના આધારે, તેની 20 લીટર વૉટર ની કિંમત 1 કપ ચા ના બરાબર પડે છે.

આ જગ્યાઓ પર લગાવી શકો છો વોટ એટીએમ:
વધતી જઈ રહેલી ડિમાન્ડ થી વોટર એટીએમ લગાવવા માટે ઘણા વિકલ્પો ખુલી ગયા છે. એવામાં તમે આ જગ્યાઓ પર વોટર એટીએમ લગાવી શકો છો.સ્કૂલ,માર્કેટ, હાઇવે પર પેટ્રોલ પમ્પ,રોડસાઈડ રેસ્ટોરેન્ટ, હોસ્પિટલ, બસ સ્ટોપ, શોપિંગ મૉલ, ઓફિસ, ટુરિસ્ટ પ્લેસ…

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here