મુકેશ અંબાણીના ઘરનું નામ ‘એન્ટીલિયા’છે જે દુનિયાનું સૌથી મોંઘું ઘર કહેવાય છે, તો જુઓ આજે એ ઘરની એક એક દીવાલ

0

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દુનિયાભરમાં પોતાનની સંપતિનો ડંકો વગાડ્યો છે. તે મુકેશ અંબાણીનું  ઘર ‘એન્ટીલિયા’ દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. એન્ટાલીક મહાસાગરના એક પૌરાણિક દ્વીપના નામ પર તેનું નામ એન્ટીલિયા રાખવામાં આવ્યું છે.

વિશાળકાય એન્ટીલિયા ઘરના છ માળ પર માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. એન્ટીલિયામાં 6 ફ્લોર માત્ર કાર માટે આરક્ષિત છે તેમાં એટલી જગ્યા છે કે, આશરે ૧૬૮ કાર ઉભી રાખી શકાય. સાતમાં ફ્લોર પર અંબાણી પરિવારની કારો માટે એક કાર સર્વિસ સ્ટેશન છે. 

મુકેશ અંબાણી ૨૧.બિલીયન ડોલરના માલિક છે.મુંબઈમા ૨૭ માળનો બંગલો છે. બંગલાની  કિંમત ૬૩ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ એક અરબ ડોલર છે.આ બંગલો મુંબઈના ‘ઓફ પેડર રોડ’ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર સ્થિત છે. ગગનચુંબી ઈમારતમાં રહેવા માટે ૪ લાખ વર્ગ ફૂટની જગ્યા છે અને આ બધું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

એન્ટીલિયાની છત પર ૩ હેલીપેડ પણ બન્યા છે. એન્ટીલિયા એક એવું ઘર છે જેમાં ત્રણ હેલીપેડ છે. એન્ટીલિયામાં ૯ લીફ્ટ, ૧ સ્પા, ૧ મંદિર, સોનાનું નકશીકામ અને ચેન્ડેલયર કાચથી બનેલ એક બોલ રૂમ છે. આ ઉપરાંત એક પપ્રાઇવેટ સિનેમાં, એક યોગા સ્ટુડીઓ, એક આઈસ્ક્રીમ રૂમ, ત્રણથી પણ વધુ સ્વીમીંગ પુલ છે. એન્ટીલિયામાં એક આર્ટીફીશીયલ બરફથી બનેલ એક રૂમ છે, આ ઉપરાંત એક સુંદર હેગિંગ ગાર્ડન પણ તેમાં બનાવવામાં આવ્યું છે.

આ ઘરની માર્કેટ વેલ્યુ આશરે ૬૦૦૦ કરોડ રૂપિયા છે ત્યારે ડોલરમાં આ ઘરની કીમત ૨ બિલિયન ડોલર છે. ત્યારે અ ઘરને બનાવવામાં આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આશરે ૬૦૦ લોકોનો સ્ટાફ દિવસ-રાત આ ઘરની સાફ સફાઈમાં રહે છે.

આટલી બધી સંપતિ જેને આપી છે. એ ભગવાનને કેમ ભૂલાય. આ વિશાળ મકાનમાં એક સુંદર ને આલીશાન ભગવાનની મૂર્તિઓ ને અદભૂત મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જ્યાં આખો અંબાણિ પરિવાર સાથે મળીને સવાર સાંજ પૂજા ને આરતી કરે છે.એન્ટીલિયાની ઊંચાઈ લગભગ ૧૭૦ મીટર અર્થાત ૫૬૦ ફૂટ છે અને તેમાં ૨૭ ફ્લોર છે, એન્ટીલિયાઆશરે ૪૮ હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં ફેલાયેલ છે, જે ૧ એકરથી વધારે જગ્યાથી ઘેરાયેલ છે. આ ઘરની ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે, તે ૮ રીક્ટર સ્કેલ ભૂકંપના ઝટકા સહન કરી શકે. ઇન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણી ભારતના પહેલા નંબરના રઈસ છે અને તેમની સંપતિ કોઈ શહેનશાહની સંપતિથી ઓછી નથી.

તમને જાણીને આશ્ચર્ય થશે, પણ  ઘરમાં મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, માતા કોકિલા અંબાણી, દીકરી ઈશા અને બે દીકરા આકાશ અને અનંત રહે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!