મુકેશ અંબાણીએ દેખાડી 5G ની તાકાત, મુંબઈથી 1388 કિલોમીટર દૂર દિલ્હી સુધી ચલાવી એ પણ રિમોટથી….જાણો કઈ રીતે?

0

ટેલીફોન ક્ષેત્રમાં જ્યારે 4 જી લોન્ચ થયું ત્યારથી જ 5 જી લોંચિંગની ચર્ચાઓ જોર શોરમાં ચાલી રહી હતી, સરાકર આવતાં વર્ષે એટ્લે કે, 2019 સુધીમાં 5જી નું લાયસન્સ જારી કરશે. તેવું બહાર પાડ્યુ છે. દેશમાં 5 જી શરૂ કરવા માટે સરકારે એક અલગ કમીટીની રચના કરી છે.

5 જી શરૂ થવાથી જ દેશની દૂર સંચાર સેવા બિલકુલ બદલાઈ જશે,. સાથે સાથે ઇન્ટરનેટ માં પણ નવી ક્રાંતિ આવસે. 5 જી ટેક્નોલૉજી દૂરસંચાર ક્ષેત્રે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.જેની એક ઝલક દિલ્હીમાં મોબાઈલ કોંગ્રેસનાં પહેલાં જ દિવસે રિલાયન્સના માલિક મુકેશ અંબાણીએ દેખાડી હતી.

રિમોટનાં માધ્યમથી ચલાવી કાર :

ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસનાં પહેલાં જ દિવસે રિલાયન્સનાં માલિક મુકેશ અંબાણીએ પોતાની કંપની જીઓ અને ઇરિક્ષને મળીને 5 જી ટેક્નોલોજી અપનાવી ને ઇયરોસિટીમાં બેસીને 1388 કિલોમીટર દૂર મુંબઈથી ચલાવીને દેખાડી. આ કાર મુંબઈના રિલાયન્સ કોર્પોરેટમાં પાર્કિંગમાં હતી. આ દરમ્યાન 5 જી ટેક્નોલોજી દ્વારા ડ્રોનની પણ વ્યવસ્થા કરવામાં આવી. જેની સંચાલન શક્તિ ભરપૂર અને આસમાની ખતરાને ઓળખવાની પણ શક્તિ ધરાવે છે.

આ સમયે મુકેશ અંબાણીએ કહ્યું કે 5 જી ટેક્નોલૉજી 4 જી કરતાં 10 ગણું શક્તિશાળી છે.

જીઓ- ઇરિકશને મળીને બનાવ્યું તેજ નેટવર્ક :
ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં રિલાયન્સના અધિકારીએ કહ્યું કે , જીઓ- ઇરિકશને મળીને ગીગા બાઇટની સ્પીડનું અને એકદમ ઝડપી 5 જી ટેક્નોલૉજી પર કામ કરી રહી છે.ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં તેની શક્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટેક્નોલોજીના ઉપયોગથી ગમે ત્યાથી ભારે મશીનોનું સંચાલન બેઠા બેઠા કરી શકાય છે. આ ટેક્નોલોજી દ્રારા 4ની ગુણવતા વાળા વિડિયોનું પ્રસારણ પર કરી શકશે. 4ની ગુણવતા વાળા વિડિયોમાં દર સેકંડે 4000 ફોટો બદલાઈ શકે છે. આ ટેક્નોલૉજી સેલ્યુસર નેટવર્કમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે. દૂર રહીને પણ કોઈ બીમાર વ્યક્તિનું ધ્યાન આ ટેક્નોલૉજી દ્વારા રાખી શકશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here