મુકેશ અંબાણીનું વધુ એક ઐતિહાસિક કામ… ગરીબ બાળકો માટે દાન કર્યા 437 કરોડ રૂપિયા

0

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મલિક મુકેશ અંબાણી દાન એટલે કે પરોપકાર કરવાના મામલે દેશના બધા જ ધનિકો કરતા આગળ છે.ખરેખર, હારુન શોધ સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલ હારુન ઇન્ડિયા પરોપકાર યાદીમાં મુકેશ અંબાણીને પ્રથમ સ્થાન મળ્યું છે. આ યાદી અનુસાર મુકેશ અંબાણીએ ઓક્ટોબર 2017થી સપ્ટેમ્બર 2018 વચ્ચે સૌથી વધુ 437 કલોર્ડ રૂપિયાનું યોગદાન કર્યું છે.
જણાવી દઈએ કે હારુન શોધ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં 10 કાયોર્ડથી વધુ દાન કરવાવાળાના નામ સામેલ છે. ખરેખર આ યાદીમાં કુલ 39 લોકોના નામ સામલે કરવામાં આવ્યા છે. આ યાદી અનુસાર, મુકેશ અંબાણી પછી બીજા નંબરે પિરામલ ગ્રુપના ચેરમેન અજય પિરામલ છે. અજય પિરામલે આ દરમ્યાન 200 કરોડ રૂપિયા દાનના રૂપમાં આપ્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન કરે છે દાનનું કામ:

જણાવી દઈએ કે મુકેશ અંબાણી પરોપકારનું આ કામ રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી કરે છે. તેમની આ સંસ્થા શિક્ષણ, સમાજ, ગ્રામીણ વિકાસ, અને સ્વાસ્થ્ય સુવિધાઓના ક્ષેત્રોમાં કાર્ય કરે છે.પુલવામાં આતંકી હુમલા બાદ રિલાયન્સ ફાઉન્ડેશનએ પુલવામામાં શહીદના બાળકોના શિક્ષણનો બધો જ ખર્ચ, તેમના બાળકોને રોજગાર આપવાની અને તેમના પરિવારનો બધો જ ખર્ચો ઉઠાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ પહેલા કેરળના પૂરપીડિતો માટે પણ અંબાણીએ પોતાનો ખજાનો ખોલી દીધો હતો.જિયો જોડાયું નમામિ ગંગે અભિયાન સાથે:

એ પણ જણાવી દઈએ કે ગંગાને સ્વચ્છ રાખવા માટે રિલાયન્સ જિયો નમણી ગંગે અભિયાન સાથે જોડાયું છે. આ અભિયાન અંતર્ગત જિયો પોતાના યુઝર્સને ગંગાને સ્વચ્છ રાખવા માટે મેસેજ અને નોટિફિકેશન મોકલશે.

આ છે ભારતનાં સૌથી મોંઘા 5 બંગલા, જેમાં ફક્ત એક બોલિવુડ સ્ટાર્સના ઘરનો સમાવેશ થાય છે….જુવો ક્લિક કરીને

મુકેશ અંબાણી :
આ યાદીમાં જેમના ઘરનું નામ પહેલા આવે છે તે પણ આ વિશ્વમાં સૌથી મોંઘું ઘર છે. આ ઘરના માલિકી મુકેશ અંબાણી છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે. મુંબઇમાં બનાવેલ આ ઘરનું નામ એન્ટિલા છે. તે ચાર લાખ હજાર ચોરસ ફૂટની લંબાઈમાં બનાવવામાં આવ્યું છે. તેમાં 27 માળ છે. આ બનાવવા માટે આશરે 32 અરબ રૂપિયા વપરાયા છે.

એનસીપીએ એપાર્ટમેન્ટ્સ

હવે દેશના બીજા સૌથી મોંઘા ઘર વિશે જાણીએ તો એ છે મુંબઈના એનસીપીએ એપાર્ટમેન્ટ્સમાં ઘર લેવાનું ઘણાં લોકોને સ્વપ્ન આવે છે. ચાર બેડરૂમમાં ફ્લેટ બેડ પર સ્કાયવેટ ફીટની કિંમત આશરે એક લાખ રૂપિયા ભાવ છે. જે મુંબઈના નરીમન પોઇન્ટમાં આવેલ છે.

શાહરૂખ ખાન :

બોલિવુડના કિંગ ખાનનું ઘર દેશના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. શાહરુખ ખાનનું આ મન્નત ઘર એક જન્નત કરતા ઓછું તો નથી જ . તે મુંબઈના બાન્દ્રામાં છે. તેનું ઘર છ માળનું છે. લાઇબ્રેરી, જીમમાં, સિનેમા હોલ, બધું જ એમાં મળી આવશે.

રતન ટાટા :

ટાટા ગ્રૂપના ચેરમેનની યાદીમાં રતન ટાટાનું ઘર પણ આ યાદીમાં સામેલ છે. રતન ટાટા રેસીડન્સીસ, 13500 ચોરસ ફૂટ રેડિયસમાં બાંધવામાં આવેલ છે, તે મુંબઈ, કોલાબામાં છે. તેની કિંમત 150 કરોડ સુધી છે.

અનિલ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીનું ઘર પણ આ યાદીમાં સામેલ છે. જો કે એ હજી બની રહ્યું છે. અનિલ અંબાણીએ તેના ઘરનું નામ અબોડ રાખ્યું છે. આ મકાન મુંબઈના બાન્દ્રાની પાલી હિલમાં બાંધવામાં આવશે. એવું માનવામાં આવે છે કે તે વિશ્વના સૌથી મોંઘા ઘર એટલે કે એન્ટિલા કરતાં પણ મોટું હશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here