ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પાસે છે ગાડીઓનું જબરજસ્ત કલેકશન ….! જુવો તસવીરો

તેઓ એંટીલિયામાં રહે છે. જેને દુનિયાનું સૌથી મોંઘું ઘર માનવમાં આવે છે. મુકેશ અંબાનીનું આ ઘર 27 માળનું છે. એમાં 7 માળ સુધી તો માત્ર ગેરેજ રાખવામા આવી છે. જેમાં મુકેશ અંબાણીની બધી જ ગાડીઓની અહી જ પાર્ક કરવામાં આવે છે ણે અહિયાં જ બધી જ ગાડીઓની સર્વિસ પણ થાય છે. ગાડીઓની સમયે સમયે ચેક પણ કરી શકાય મુકેશ અંબાણી પાસે મોંઘી મોંઘી ણે લકજરી ગાડીઓનો પણ સમાવેશ થાય છે. દુનિયામાં જેટલી બ્રાન્ડની ગાડીઑ છે. એ બધી જ મુકેશ અંબાણી પાસે હશે જ, જેની કિમ્મ્ત જ કરોડોમાં હશે એક એક ગાડીનીએમની ગાઈઓમાં શાનદાર ફીચર્સની સાથે સાથે સુરક્ષામાં પણ અતિ આધુનિક છે આ ગાડીઓ.  તો આવો આજે આપણે મુકેશ અંબાણીની કગાડીઓ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ જે કદાચ આપના નસીબમાં જોવા પણ ન મળે એવી ગાડીઓનો સમાવેશ થાય છે.

રોલ્સ રોયસ ફૈન્ટમ :

આ ગાડીને દૂનિયાની સૌથી લકજરી ગાડી માનવમાં આવે છે. આને ખરીદવાની જેવા તેવાની વાત તો નથી જ . સૌ કોઈ ઇચ્છવા છ્તા પણ આ ગાડીને ખરીદી નથી શકતાં. આ ગાડીની બનાવનાર કંપની એવા લોકોને જ આ ગાડી આપે છે જેનું સમાજમાં નામ હોય , માન સન્માન હોય, અને ઊંચી હેસિયત હોય. તેમની રોલ્સ રોયસ ફૈન્ટમ ગાડીમાં 6,75 એલ.વી અને 12 પેટ્રોલ એન્જિન છે. જેનો 453 બી.એચ.પી પાવર છે.  અને 720 ન્યુટન મીટર ટાર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. આ રોલ્સ રોયસ ફૈન્ટમ ગાડીની કિમ્મ્ત અંદાજિત ચાર કરોડ રૂપિયા છે.

મેબેક 62 :

દુનિયાની સૌથી મોંઘી કાર માની એક કાર મેબેક પણ મુકેશ અંબાણીના કારના કલેકશનમાં સામેલ છે. આ જર્મન લક્ઝરી કાર 62 નો મતલબ એ છે કે 620 સી.એમ વ્હીલબેસ. એમની આ કારમાં 6 એલ.વી અને 12 પેટ્રોલ એન્જિન લાગેલા છે. જેનો પાવર 620 બી.એચ.પી પાવર છે અને 1000 ન્યુટન મીટર ટાર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. ગાડીની કિમ્મ્ત અંદાજિત 5.15  કરોડ રૂપિયા છે.

આસ્ટિન માર્ટિન રેપિડ :દુનિયાભરમાંથી મોટી મોટી કાર બ્રાંડમાંથી એક આ આસ્ટિન માર્ટિન રેપિડની ગાડીઓની ગણના પણ લક્ઝરી શ્રેણીની ગાડીઓમાં થાય છે.  એમની આ ગાડીમાં 5.9 એલ.વી અને 12 પેટ્રોલ એન્જિન લાગેલા છે. જેનો પાવર 470 બી.એચ.પી પાવર છે અને601 ન્યુટન મીટર ટાર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. એમની આ ગાડીની કિમ્મ્ત અંદાજિત 3.88 કરોડ રૂપિયા છે.

બેન્ટલે કોન્ટિનેન્ટલ ફ્લાઇંગ સુપર :

બેન્ટલેની આ ગાડી દુનિયાભરના જાણીતા રહીસો પાસે જ છે. એમની આ કારમાં 6 લીટર ટ્વીન ટર્બો ડબલ્યુ 12 એન્જિન લાગેલા છે. જેનો પાવર 626 બી.એચ.પી પાવર છે અને820 ન્યુટન મીટર ટાર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. એમની આ ગાડીની કિમ્મ્ત અંદાજિત 3.69 કરોડ રૂપિયા છે.

બી.એમ.ડબલ્યુ 7 સીરિઝ હાઇ સિક્યોરિટી

બી.એમ.ડબલ્યુની આ કારમાં સુરક્ષાની દૃષ્ટિએ ઘણા સુધારાઓ કરેલા છેજેના કારણે સિક્યુરિટીના હિસાબે આ ગાડીઓને દુનિયાની સિક્યુરિટી ગાડીઓમાં આ ગાડીઓની ગણના થાય છે.

એમની ગાડીઓમાં 6 લીટર ટ્વીન ટર્બો વી 12 એન્જિન લાગેલા છે. જેનો પાવર 544 બી.એચ.પી પાવર છે અને 750 ન્યુટન મીટર ટાર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. એમની આ ગાડીની કિમ્મ્ત અંદાજિત 8.5  કરોડ રૂપિયા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!