મુકેશ અંબાણી આ કારણથી 1 વર્ષ સુધી એન્ટિલિયામાં રહેવા નહોતા ગયા…કારણકે….

મુકેશ અંબાણીના મહેલની સુંદરતા એટલી છે કે જોનારા દંગ થઇ જાય છે. એન્ટિલિયા એટલું તો વિશાળ છે કે આ ઘરની નીચે ઉભા રહી જઇએ તો તેના ફ્લોરને ગણવાનું મુશ્કેલ થઇ જાય. કેટલાક લોકો તો તેને એકવીસમી સદીનો તાજમહેલ ગણાવે છે. આવા સંજોગોમાં આ સપનાના મહેલમાં રહેવા જવાનું કોને પસંદ ન હોય.

દરેક વ્યક્તિનું સપનું હોય છે પોતાનું એક ઘર હોય અને જ્યારે આ સપનું વાસ્તવિકતામાં પલટાઇ જાય તો વ્યક્તિ ઝડપથી તેમાં શિફ્ટ થઇ જવાનું પસંદ કરે છે. પરંતુ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આમ ન કર્યું. દક્ષિણ મુંબઇમાં સ્થિત તેમના સપનોના મહેલ એન્ટિલિયા જ્યારે બનીને તૈયાર થઇ ગયું હતું છતાં અંબાણી તેમના પરિવાર સાથે તેમાં 1 વર્ષ સુધી રહેવા નહોતા ગયા.

વાસ્તુદોષ નડયો:

2010માં મુકેશ અંબાણીનું એન્ટિલિયા બનીને તૈયાર થઇ ગયું હતું પરંતુ 2011ના અંત સુધી મુકેશ અંબાણી કે તેમની ફેમિલી તેમાં રહેવા ગઇ નહોતી. મીડિયામાં અટકળોનો દોર શરૂ થઇ ગયો હતો. સવાલો એવા ઉભા થઇ રહ્યા હતા કે સપનોના મહેલમાં કેમ શિફ્ટ નથી થઇ રહ્યા મુકેશ અંબાણી ? શું એન્ટિલિયામાં કોઇ વાસ્તુદોષ છે ?

એક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલો અનુસાર મુકેશ અંબાણી એક વર્ષ થવા છતાં પણ પોતાના નવા મકાનમાં રહેવા નહોતા ગયા. અટકળો એવી હતી કે વાસ્તુદોષના કારણે મહેલામાં નેગેટિવ ઉર્જા આવી રહી હતી.

અંબાણીને કેવી આશંકા હતી:

આશંકા એવી હતી કે નેગેટિવ એનર્જીથી સબંધોમાં ખટાશ આવી શકે છે. એન્ટિલિયાના દક્ષિણ-પશ્ચિમ હિસ્સામાંથી નેગેટિવ એનર્જીનો સંચાર થઇ રહ્યો હતો. જે ત્યાં રહેનારા લોકોમાં મતભેદ અને ઝઘડો કરાવી શકે તેમ હતો. નાનકડી વાતમાં પણ પરિવારના સભ્યો વચ્ચે તણાવની આશંકા હતી કદાચ એટલા માટે જ મુકેશ અંબાણી નવા ઘરમાં એક વર્ષ સુધી રહેવા ન જઇ શકયા. મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી અને 3 બાળકો સાથે પોતાના જુના સી-વિન્ડ આશિયાનામાં જ રહ્યાં.

એન્ટિલિયા આમ તો 27 માળનું બિલ્ડિંગ છે. પરંતુ તેની ઉંચાઇ 570 ફૂટ છે.

ગૃહપ્રવેશ પહેલા શું કર્યું હતું અંબાણીએ:

મહત્વપૂર્ણ છે કે જ્યારે 2010માં તેમનો ગૃહપ્રવેશ થયો હતો ત્યારે હવન અને વિશેષ પૂજા માટે ડઝનબંધ પંડિતોને બોલાવાયા હતા. ત્યાં સુધી કે મોટા-મોટા ઉદ્યોગપતિઓ પણ ગૃહપ્રવેશના દિવસે પાર્ટીમાં સામેલ થયા

જુદી જદી જગ્યાઓની સુંદરતાને ભારતીય આકાર આપીને એક સુંદર ઘરનું નિર્માણ એન્ટિલિયાની ખાસિયત છે.

અંબાણી ફેમિલી શાકાહારી છે. ડ્રિંક માત્ર કોકટેલ અવર્સ દરમ્યાન જ પિરસવામાં આવે છે.

મુંબઇની ગરમીનો આ આઇસ રૂમમાં ગેસ્ટને અનુભવ નહીં થાય.

દરેક રૂમને વિશાળ ઝુમ્મર, સુંદર અરિસાથી શણગારવામાં આવ્યા છે.

એન્ટિલિયામાં બેડરૂમમાં ડાર્ક રંગના લાકડાનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Source: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!