એ 5 મોકાઓ, જયારે ધોની બન્યા વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફિનિશર, પોતાની રમતથી જીત્યા ચાહકોના દિલ- રસપ્રદ લેખ

0


ટીમ ઇન્ડિયાએ મંગળવારે એડિલેડમાં રમાયેલી બીજી એક-દિવસીય મેચમાં ઑસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને આ શ્રેણીને 1-1થી બરાબર કરી. ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીએ બીજી વન-ડે મેચમાં ફરી એક વાર ફિનિશરની ભૂમિકા ભજવીને ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો. આ સાથે, ધોનીએ તેના વિવેચકોને કરારો જવાબ આપ્યો, જેમણે તેની બેટિંગ પર સવાલો ઉઠાવ્યા હતા અને નિવૃત્તિ લેવાની સલાહ આપી હતી. ધોનીએ 54 બોલમાં બે છગ્ગાની મદદથી અણનમ 55 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયા પર વિજયની મહોર લગાવી હતી.

ધોનીની ઇનિંગ જોઈને, એ યાદો તાજી થઇ ગઈ જ્યારે-જયારે તેણે પોતાની જાતને વિશ્વનો શ્રેષ્ઠ મેચ ફિનિશર સાબિત કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. ચાલો જોઈએ:


કોમનવેલ્થ બેન્ક સિરીઝ –
ટીમ ઇન્ડિયાને એડિલેડમાં રમાયેલી દરેક મેચમાં જીત જોઈતી હતી. જીત સાથે, ટીમ ત્રિકોણીય શ્રેણીના ફાઈનલ્સ ભારતનું ક્વોલિફાય થવું નક્કી હતું. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને 270 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, ગૌતમ ગંભીરએ ભારતીય ટીમ માટે એક શાનદાર શરૂઆત કરી અને 92 રન બનાવ્યા. ત્યારબાદ એમએસ ધોનીએ મોરચો સાંભળ્યો અને 58 બોલમાં 44 રન બનાવ્યા. તેની ઇનિંગ દરમિયાન ધોનીએ માત્ર એક જ છગ્ગો માર્યો. ધોનીએ અંતિમ ઓવરમાં છગ્ગો મારીને ભારતીય ટીમની જીત નિશ્ચિત કરી હતી.


આઈપીએલ 2010 –
મહેન્દ્રસિંહ ધોનીએ બાહુબલી અવતાર લીધો અને એક યાદગાર ઇનિંગ રમી. તેણે સાબિત કરી બતાવ્યું કે તેણે વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર શા માટે કહેવામાં આવે છે. ધોનીએ શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી અને છેલ્લી બે ઓવરમાં 30 રન બનાવ્યા. તેણે સતત ત્રીજી વાર ચેન્નઈ સુપરકિંગ્સને સેમિફાઇનલમાં પહોંચાડી. ધોનીએ મેચમાં 54 રન બનાવ્યા અને છેલ્લી ઓવરમાં બે ગગનચુંબી છગ્ગા પણ માર્યા. આ મેચ ધર્મશાળામાં રમાઈ હતી.


આઈપીએલ 2016 –
ધોની… ધોની… આખા સ્ટેડિયમમાં ગુંજી રહ્યું હતું. તેનું કારણ, મહેન્દ્ર સિંહ ધોનીએ અક્ષર પટેલની ઇનિંગના છેલ્લા ઓવરમાં 23 રન બનાવ્યા અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટને જીત અપાવી હતી. આ સિઝનમાં ધોનીની ટીમનું પ્રદર્શન સારું ન હતું. તેમ છતાં માહીની લોકપ્રિયતા પર તેની કોઈ અસર પડી નહીં. કિંગ્સ ઈલેવન પંજાબ સામે, આરપીએસને છેલ્લા ઓવરમાં 23 રનની જરૂર હતી. ધોનીએ શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી અને ટીમને જીત અપાવી હતી. આ સમય દરમિયાન તેમનો લોકપ્રિય હેલિકોપ્ટર શૉટ પણ જોવા મળ્યો હતો.


પોર્ટ ઓફ સ્પેન –
ધોનીએ જ ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી. શ્રીલંકાની ટીમે 201 રન તો બનાવી લીધા હતા, પરંતુ તેમના બોલરોએ તેજસ્વી પ્રદર્શન કરી ભારતીય બેટ્સમેનો પર પણ દબાવ બનાવી રાખ્યો હતો જેના કારણે મેચ વધુ રોમાંચક બની ગઈ હતી. ટીમ ઇન્ડિયા નવ વિકેટ ગુમાવી ચુકી હતી અને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી. ધોની ક્રીઝ પર હાજર હતા. તેમણે શમિંડા ઇરંગાની ઓવરના પહેલા બોલ પર જ છગ્ગો મારીને તેમનો ઇરાદો જાહેર કરી દીધો હતો. આ પછી, ધોનીએ મેચ ફિનિશરનું રૂપ લીધું અને ટીમએ જીત અપાવી. છેલ્લી ઓવરમાં, ધોનીએ બે છગ્ગા અને એક ચોક્કો માર્યો હતો.


વર્લ્ડ કપ 2011 –
આ મેચને કોઈ કેવી રીતે ભૂલી શકે? ટીમ ઇન્ડિયાએ 28 વર્ષના દુષ્કાળને ખતમ કરીને વિશ્વ કપ જીતી લીધો હતો. સાથે જ ભારત એવો દેશ બન્યો કે જેને ટુર્નામેન્ટની યજમાની પણ કરી અને ખિતાબ પણ જીત્યો. ધોનીએ આ મેચમાં અણનમ 91 રન કર્યા હતા. તેને નુવાન કુલસેકરાના બોલ પર છગ્ગો મારીને દેશના લોકોનું દિલ જીતી લીધું હતું. ધોનીના આ પ્રદર્શન દર્શાવે છે કે શા માટે તેમને વિશ્વના શ્રેષ્ઠ મેચ ફિનિશર કહેવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here