મૃત્યુ પછી એક રાત માટે પુનર્જીવિત થયા હતા કર્ણ, દુર્યોધન અને ભીષ્મ, વાંચો એવું તો શું થયું હતું…રહસ્ય જાણો

0

એક વાત તો બધા જાણે જ છે કે મહાભારતના યુધ્ધમાં પાંડવોએ ભીષ્મ, દ્રોણાચાર્ય, દુર્યોધન, કર્ણ વગેરે જેવા યોદ્ધાઓનો વધ કરી દીધો હતો, પણ આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે મહાભારતના યુધ્ધમાં મૃત્યુ પામેલ આ બધા વીર એ એક રાત માટે પુનર્જીવિત થયા હતા. આ વાત વાંચવામાં થોડી અજીબ જરૂર લાગશે પણ આ ઘટનાનું વર્ણન એ મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચવામાં આવેલ મહાભારત ગ્રંથના આશ્રમવાસિક પર્વમાં છે.

આ ઘટના વિસ્તારથી બતાવીએ તો એમાં જયારે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી એ વાનપ્રસ્થ આશ્રમમાં રહી રહ્યા હોય છે. એ સમયે યુધિષ્ઠિર પોતાના પરિવાર સાથે તેમને મળવા માટે જાય છે. ત્યારે જ ત્યાં મહર્ષિ વેદવ્યાસ પણ આવે છે. તેમણે પોતાના તપના બળથી એક રાત માટે મૃત્યુ પામેલ વ્યક્તિઓને જીવતા કરવાની શક્તિ આપે છે. આવો તમને જણાવીએ બાકીની વિગતો.

૧૫ વર્ષ સુધી યુધિષ્ઠિર સાથે રહ્યા હતા ધૃતરાષ્ટ્ર.

મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બને છે અને તેઓ ધર્મપૂર્વક પોતાનું શાસન ચલાવે છે. યુધિષ્ઠિર એ દરરોજ ગાંધારી અને ધૃતરાષ્ટ્રના આશીર્વાદ લઈને જ પોતાના કામની શરૂઆત કરતા હતા. આમ જ અર્જુન, નકુલ, સહદેવ અને દ્રોપદી પણ આવી જ રીતે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરે છે. પણ ભીમના મનમાં ધૃતરાષ્ટ્ર માટે હંમેશા દ્વેષ ભાવ રહે છે. ભીમ એ ધૃતરાષ્ટ્ર સામે ઘણીવાર એવી વાતો પણ કહી દેતા જે યોગ્ય નહોતી.

આ પ્રકારે ધૃતરાષ્ટ્ર, ગાંધારીને પાંડવો સાથે રહેતા રહેતા ૧૫ વર્ષ નીકળી જાય છે. એક દિવસ ભીમે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સામે થોડી એવી વાતો કહી દે છે જેને સાંભળીને બધા બહુ દુઃખી થઇ ગયા હતા. ત્યારે ધૃતરાષ્ટ્રએ વિચાર્યું કે પાંડવોને આશ્રમમાં રહીએ બહુ સમય થઇ ગયો છે. એટલા માટે હવે વાનપ્રસ્થ આશ્રમ એ યોગ્ય રહેશે. ગાંધારી એ પણ ધૃતરાષ્ટ્ર સાથે વનમાં જવાની સહમતી આપી દે છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ વિદુર સંજયને વનમાં જવાનો નિર્ણય કરે છે.

ધૃતરાષ્ટ્ર સાથે ગાંધારી, કુંતી અને વિદુર પણ ગયા હતા વનમાં.

વનમાં જવાનો વિચાર કરીને ધૃતરાષ્ટ્રએ યુધિષ્ઠિરને બોલાવ્યો અને તેમની સામે પૂરી વાત કહી દે છે. પહેલા તો યુધિષ્ઠિરને બહુ દુખ થયું પણ પછી મહર્ષિ વેદવ્યાસના કહેવા પર યુધિષ્ઠિર માની ગયા. જયારે યુધિષ્ઠિરને ખબર પડી કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સાથે વિદુર અને સંજય પણ વનમાં જઈ રહ્યા છે તો તેમનું દુખ વધી ગયું.

ધૃતરાષ્ટ્ર એ જણાવ્યું કે તેઓ કારતક મહિનાની પૂનમના દિવસે વન યાત્રાની શરૂઆત કરશે. વનમાં જતા પહેલા ધૃતરાષ્ટ્ર એ પોતાના પુત્રો અને બીજા પરિવારજનોનું શ્રાદ્ધ કરવા માટે યુધિષ્ઠિર પાસે ધનની માંગણી કરે છે. ભીમે તેમને પૈસા આપવાની ના કહે છે ત્યારે યુધિષ્ઠિરે ભીમને બહુ ટોક્યા અને ધૃતરાષ્ટ્રને બહુ બધું ધન આપીને શ્રાદ્ધનું કામ પૂરું કર્યું હતું.

નક્કી કરેલા દિવસે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર અને સંજય એ વન’યાત્રાની શરૂઆત કરે છે. આ બધાને વનમાં જતા જોઇને કુંતી પણ તેમની સાથે વનમાં જવાનો નિર્ણય કરે છે. પાંડવોએ તેમને સમજાવવા માટે બહુ પ્રયત્ન કર્યા પણ કુંતી એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સાથે વનમાં ચાલી જાય છે.

ધૃતરાષ્ટ્રને મળવા માટે એક વર્ષ પછી ગયા હતા યુધિષ્ઠિર.

ધૃતરાષ્ટ્ર અને બીજા લોકોએ પહેલી રાત એ ગંગા નદીને કિનારે વિતાવે છે, થોડા દિવસ ત્યાં રોકાયા પછી ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી, વિદુર અને સંજય એ કુરુક્ષેત્ર આવે છે. મહર્ષિ વેદવ્યાસથી વનવાસની દીક્ષા લઈને આ બધા મહર્ષિ શતયૂપના આશ્રમમાં રહેવા લાગે છે. વનમાં રહેતા ધૃતરાષ્ટ્ર એ ઘોર તપ કરવા લાગે છે. તપથી તેમના શરીરનું માંસ એ સુકાઈ જાય છે.

માથા પર મહર્ષિઓની જેવી જટા પણ તેઓ રાખે છે. બહુ કઠોર તપ કરવા લાગે છે. તપથી તેમના મનનો મોહ દુર થઇ જાય છે. ગાંધારી અને કુંતી પણ તપ કરવામાં લીન થઇ જાય છે. વિદુર અને સંજય એ તેઓની સેવામાં લાગી જાય છે અને તપસ્યા પણ કરે છે. આ પ્રકારે જંગલમાં રહેતા તેઓને એકવર્ષ જેટલો સમય થઇ જાય છે. બીજી બાજુ હસ્તિનાપુરમાં એક દિવસ રાજા યુધિષ્ઠિરના મનમાં જંગલમાં રહેતા પોતાના પરિવારજનોને જોવાની ઈચ્છા થાય છે.

ત્યારે યુધિષ્ઠિર એ પોતાના સેના પ્રમુખને બોલાવે છે અને કહે છે કે જંગલમાં જવાની તૈયારી કરો. આમ તેઓ ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીના દર્શન કરવા માટે જંગલમાં જાય છે. પાંડવો સાથે તેમના રાજ્યના પણ અમુક લોકો જાય છે એ લોકો પણ ધૃતરાષ્ટ્ર અને બીજા લોકોના દર્હ્સન કરવા માંગતા હતા.

યુધિષ્ઠિરના શરીરમાં સમાઈ ગયા હતા વિદુરજી.

પાંડવ એ પોતાની સેના સાથે ચાલતા ચાલતા એ સ્થાન પર પહોચે છે જ્યાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી રહેતા હોય છે. જયારે યુધિષ્ઠિરને બધાએ જોયા તો બધા બહુ ખુશ થઇ ગયા. મુનીઓના સ્વરૂપમાં જોઇને તેમને બહુ દુખ થયું. ધૃતરાષ્ટ્ર, કુંતી અને ગાંધારી પણ આ બધાને આવેલા જોઇને બહુ ખુશ થઇ જાય છે. જયારે યુધિષ્ઠિરે ત્યાં વિદુરજીને જોયા નહિ તો તેમણે ધૃતરાષ્ટ્રને તેમના વિષે પૂછ્યું.

ધૃતરાષ્ટ્રએ જણાવ્યું કે તેઓ બહુ આકરું તપ કરી રહ્યા હતા. ત્યારે યુધિષ્ઠિરને વિદુરજી એ પોતાની તરફ આવતા દેખાય છે પણ આશ્રમમાં આટલા બધા લોકોને જોઇને તેઓ પરત થઇ જાય છે. યુધિષ્ઠિર એ તેમને મળવા માટે તેમની પાછળ પાછળ જાય છે. ત્યારે આગળ જંગલમાં એક ઝાડ નીચે તેમને વિદુરઈ ઉભેલા દેખાય છે. એ જ સમયે વિદુરજીના પ્રાણ એ તેમના શરીરમાંથી નીકળે છે અને યુધિષ્ઠિરના શરીરમાં સમાઈ જાય છે.

જયારે યુધિષ્ઠિરે જોયું કે વિદુરજીના શરીરમાં પ્રાણ નથી રહ્યા ત્યારે તેઓ તેમના દેહસંસ્કાર કરવાનો નિર્ણય કરે છે. ત્યારે આકાશવાણી થાય છે કે વિદુરજી એ સંન્યાસ ધર્મનું પાલન કરતા હતા. એટલા માટે તેમના શરીરનો દાહસંસ્કાર કરવો યોગ્ય નથી. આ વાત એ યુધિષ્ઠિર પરત ફરીને ધૃતરાષ્ટ્રને જણાવે છે. યુધિષ્ઠિરના મોઢે આ વાત સાંભળીને બધાને બહુ આશ્ચર્ય થાય છે.

યમરાજ ના સ્વરૂપ હતા વિદુરજી.

યુધિષ્ઠિર અને બીજા લોકોએ એ રાત ત્યાં જંગલમાં જ વિતાવે છે પછીના દિવસે ધૃતરાષ્ટ્રના આશ્રમમાં મહર્ષિ વેદવ્યાસ આવે છે. જયારે તેમને ખબર પડે છે. વિદુરજી એ પોતાનું શરીર ત્યાગી દીધું છે ત્યારે તેઓ જણાવે છે કે વિદુર ધર્મરાજ (યમરાજ)ના અવતાર હતા અને યુધિષ્ઠિરને ધર્મરાજનો અંશ માનવામાં આવે છે. એટલા માટે વિદુરજીના પ્રાણ એ યુધિષ્ઠિરના શરીરમાં પ્રવેશ કરે છે.

મહર્ષિ વેદવ્યાસએ ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીને કહે છે કે આજે હું તમને મારી તપસ્યાનો પરચો બતાવીશ. તમારી જે પણ ઈચ્છા છે તે માંગી લો. ત્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ યુધ્ધમાં પોતાના મૃત પુત્રો અને કુંતી એ કર્ણને જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે. દ્રોપદી અને બીજા લોકો પણ પોતાના પરિવારજનોને જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે. મહર્ષિ વેદવ્યાસ કહે છે કે તમારી ઈચ્છા પૂર્ણ થશે આજે રાત્રે તમને તમારા પરિવારજનો જોવા મળશે. આમ કહીને મહર્ષિ વેદવ્યાસે બધાને ગંગા તટ પર આવવા માટે કહે છે. મહર્ષિ વેદવ્યાસના કહેવાથી બધા ગંગા તટ પર એકત્રિત થાય છે અને રાત થવાની રાહ જોવા લાગે છે.

વિધવા સ્ત્રીઓ પોતાના પતિ સાથે કુદી ગઈ હતી ગંગામાં.

રાત થઇ ત્યારે મહર્ષિ વેદવ્યાસએ ગંગા નદીમાં પ્રવેશ કર્યો અને પાંડવો અને કૌરવો પક્ષના બધા મૃત યોધ્ધાઓનું આહ્વાહન કર્યું. થોડી જ વારમાં ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, દુર્યોધન, દુઃશાસન, અભિમન્યુ, ધૃતરાષ્ટ્રના દરેક પુત્ર, ઘટોત્કચ, દ્રોપદીના પાંચ પુત્ર, રાજા દ્રુપદ, શકુની, શિખંડી વગેરે જેવા ઘણા બધા વીરો ગંગા જળમાંથી બહાર આવવા લાગ્યા.

એ બધામાં કોઈપણ પ્રકારનો અહંકાર અને ક્રોધ હતો નહિ. મહર્ષિ વેદવ્યાસએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને દિવ્યનેત્ર આપે છે જેનાથી તેઓ પોતાના મૃત પરિવારજનોને જોઈ શકે. બધાને જોઇને તેમના પરિવારજનો એ ખુશ થઇ ગયા અને એક આખી રાત તેઓ પોતાના પરિવારજનો સાથે રહી શક્યા. પોતાના મૃત પુત્રો, ભાઈઓ, પતિઓ અને બીજા લોકોને જોઇને બધા બહુ ખુશ થઇ ગયા.

ત્યારે મહર્ષિ વેદવ્યાસે કહ્યું કે અહિયાં હાજર જે પણ વિધવા સ્ત્રીઓ પોતાના પતિ સાથે જવા માંગતી હોય તે ગંગા નદીમાં ડૂબકી લગાવી દે. મહર્ષિના કહેવાથી જે પણ સ્ત્રીઓ પોતાના પતિને પ્રેમ કરતી હતી તે ગંગામાં ડૂબકી લાગવા લાગી. આની સાથે જ તેઓ પોતાનું શરીર છોડીને પતિલોકમાં ચાલી ગઈ. આરીતે આ એક અદ્ભુત રાતની સમાપ્તિ થઇ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here