મૃત્યુ પછી સૌથી પહેલા અહીં પહોંચે છે આત્મા, ધર્મ ગ્રંથ પણ છે આ વાતના સાક્ષી….રસપ્રદ માહિતી

0

ધર્મ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યના જન્મ સમયે જ તેનું મૃત્યુનો સમય નક્કી થાય છે. કહે છે કે શરીર તો મૃત્યુ પામે છે, પણ આત્મા અમર છે તે ક્યારેય મૃત્યુ નથી પામતો , પણ આત્મા મૃત્યુ પછી પણ ઘણા દુઃખ સહન કરે છે, જો કોઈ સારા કર્મ કરનાર વ્યક્તિ હોય તો તેને કોઈ દુઃખ ભોગવવા નહીં પડે પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળમાં કોઈ ખરાબ કામ કર્યું હશે તો તેના મૃત્યુ પછી પણ સજા કરવામાં આવે છે. . આજે આપઅમે કહીશું કે મૃત્યુ પછી મનુષ્યની આત્મા ક્યાં ક્યાથી પસાર થાય છે અને કેવી રીતે તેના જીવનથી લઈને મૃત્યુ સુધીની સંપૂર્ણ વિગતો તેના ચહેરા સામે સ્પષ્ટ દેખાય છે. મરેલા મનુષ્યના આત્માને તેના સારા અને ખરાબ કાર્યો અનુસાર, સજા આપવામાં આવે છે, પરંતુ તેનાથી પહેલા તે જણાવે છે કે તેણે તેના જીવનભરમાં કેટલા સારા ને કેટલા ખરાબ કામ કર્યા તેની યાદી. . તો ચાલો આજે અમે તમને જણાવીએ કે મૃત્યુ પછી એક આત્માની સફર કેવી હોય છે તેના વિષે.

મૃત્યુ પછી જ્યારે મનુષ્ય શરીર ધારણ કરે છે, તે વિષે નું વધારે જ્ઞાન તો ખુદ પરમેશ્વર પાસે જ હશે. પરંતુ આપણાં શાસ્ત્રો પાસેથી પણ એ જ્ઞાન મેળવી શકાય છે. ઘણા બધા ઉપનિષદોમાં મૃત્યુ પછી અન્ય શરીરને ધારણ કરવાના વર્ણન જોવા મળે છે. વર્તમાન શરીર ને છોડીને બાજા નવા શરીરને ધારણ કરવામાં કેટલો સમય લાગે છે. એવું કહેવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મ ગ્રંથ, ગરુણ પુરાણમાં મનુષ્યના મૃત્યુ અને તેના પછીના કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે.
ગરુણ પુરાણ અનુસાર, માણસની મૃત્યુના સમય પર બે યમ દૂત લેવા માટે આવે છે, જ્યારે કોઈ સારા કર્મ કરનારા માણસોના મૃત્યુનો સમય આવે છે, તો તેના આત્માને આરામથી તેમની આત્મા સાથે લઈ જાય છે. પણ ખરાબ કાર્યો કરનારા માણસો ખૂબ જ ખેંચાણ કરે છે, કારણ કે તે સહેલાઇથી જવા માટે તૈયાર થતાં નથી. તો તેણે ખૂબ જ કષ્ટ આપી ને તેમની સાથે લઈ જાય છે.
એવું કહેવામાં આવે છે કે તે આત્માને સૌ પ્રથમ યમરાજની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે અને 24 કલાક સુધી તેને ત્યાં રાખવામાં આવે છે, તેના જીવનકાળમાં કરવામાં આવેલ કાર્યો અનુસાર બધા કાર્યોનો સાક્ષાત્કાર થાય છે. તેના કાર્યોની વિગતો તેને આપવામાં આવે છે ત્યારબાદ તેને પાછો ત્યાં જ છોડી દે છે, જ્યાંથી તે ને લાવવામાં આવ્યો હતો. પછી 13 દિવસ સુધી તેની બધી કાર્યવાહી પૂર્ણ થાય પછી તેને યમના દૂત તેને પાછો લેવા માટે જાય છે.
શાસ્ત્ર્યોમાં જણાવવામાં આવ્યું છે કે યમલોકમાં જવા વાળી આત્મા માત્ર એક અંગુઠા સમાન હોય છે. યમલોકમાથી નીકળ્યા પછી તેને તેના કર્મો અનુસાર યાતના આપવામાં આવે છે. યમલોકની આખી નગરીના એને દર્શન કરવવામાં આવે છે. યમલોકમાં હાજર બધી ભયંકર થી ભયંકર વસ્તુઓ તેને બતાવવામાં આવે છે. 1 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલે છે અને ત્યારબાદ તે નક્કી કરે છે કે આત્માને કઈ યોનીમાં , સ્વર્ગમાં કે નરકમાં મોકલવામાં આવશે.
પોતાના જીવનકાળમાં સારા કાર્યો કરનાર માણસોને આ બધી જ યતનાઓનો સામનો કરવો પડતો નથી. તેમને સીધા જ વિષ્ણુ લોક માં લઈ જાય છે, જે વ્યક્તિનનો આત્મા વિષ્ણુ લોકમાં જાય છે, તેને પુનર્જન્મ નથી લેવો પડતો. અને જેની આત્મામાં નર્ક અથવા સ્વર્ગમાં જાય છે, તેમના જીવનકાળના કર્મોને જોઈને એ નક્કી થાય છે કે તે આત્માને કઈ યોનિમાં અને કયા સમયે પુન: જન્મ ધારણ કરવો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here