મૃત્યુ સમયે એકદમ કંગાળ દયનીય પરિસ્થિતિમાં હતા આ 5 Bollywood સિતારા, ઈલાજ કરવા માટે પણ પૈસા ન હતા

0

બૉલીવુડ એક એવી જગ્યા છે જ્યાં હજારો લોકોનું ભાગ્ય બને છે, અને લાખો લોકો ને અહીંથી નિરાશ થઈને પણ પાછું જાવું પડતું હોય છે. પણ આજે અમે બૉલીવુડ ના તે સિતારાઓ વિશે જણાવીશું જે એક સમયે ઇન્ડસ્ટ્રી ના મોટા સીતારાઓમાંના એક ગણવામાં આવતા હતા. પણ પછી તેઓને ગુમનામી નું જીવન જીવવું પડ્યું હતું. તેઓ એટલી હદ સુધી ફ્લોપ થયા કે પોતાના મૃત્યુ ના સમયે તેઓ ગરીબ બની ગયા હતા.

1. નિશા નૂર:નિશા 80 ના દશક માં સાઉથ ની એક પ્રસિદ્ધ એભિનેત્રી હતી. રજનીકાંત અને કમલ હાસન જેવા સીતરાઓ પણ તેની સાથે કામ કરવા માટે ખુબ ઉત્સુક રહેતા હતા. 2007 માં તે એક રસ્તા પર મૃત હાલતમાં મળી આવી હતી, કેમ કે તેની દેખભાળ કરવા માટે તેની સાથે કોઈ જ ન હતું. પૈસા ન હોવાને લીધે તે પોતાનો ઈલાજ પણ કરાવી શકી ન હતી. અને એડ્સ જેવી ગંભીર બીમારી ને લીધે તેની મૃત્યુ થઇ ગઈ.

2. ગેવિન પૈકાર્ડ:ગૈવીન એ 90 ના દશક માં ખુબ ફિલ્મો કરી હતી, તે બૉલીવુડ ના એક ફેમસ વિલેન માનવામાં આવતા હતા. પણ જયારે તેની મૃત્યુ થઇ ત્યારે તે એકલા જ હતા, અને ફિલ્મોમાં કામ ન મળવા પર તેને પૈસા ની અછત આવી ગઈ હતી.

3. રામી રેડ્ડી:રેડ્ડી 90 ના દશક ના ખતરનાક વિલેન માનવામાં આવતા હતા, અને તે સમયે દરેક ફિલ્મોમાં તે વિલેન ના રૂપ માં નજરમાં આવતા હતા. પણ કોઈ બીમારી ને લીધે તેનું કેરિયર બરબાદ થઇ ગયું. વર્ષ 2011 માં સિકંદરાબાદ માં તેની મૃત્યુ થઈ ગઈ હતી, એ તે સમયે તે એકદમ એકલા અને ગરીબ હતા.

4. એકે હંગલ:ફેમસ અભિનેતા એકે હંગલ એ પોતાનું પૂરું જીવન બૉલીવુડ ને સમર્પિત કર્યું હતું, પણ તેના છેલ્લા સમય માં કોઈએ પણ તેની દેખભાળ કરી ન હતી. તેની પાસે પોતાના ઈલાજ કરવા માટેના પણ પૈસા ન હતા, અને જે ઘરમાં તેની મૃત્યુ થઇ તે પણ ભાળા નું ઘર હતું.

5. નીરજ વોરા:2017 માં નીરજ વોરા ની મૃત્યુ થઇ તે પહેલા 13 મહિના સુધી કોમા માં હતા. કોઈપણ તેની મદદ માટે આગળ આવ્યા ન હતા, માત્ર ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલા એ તેના હોસ્પિટલ નું બિલ ભર્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here