મૃત્યુ બાદ વ્યક્તિને થાય છે આવો અહેસાસ, જાણવા મળી ચોંકાવનારી સચ્ચાઇ

   રિસર્ચર્સની ટીમે હાર્ટ એટેક કે અન્ય કોઇ ઘટનાને કારણે થોડી વાર માટે મૃત જાહેર કરાયેલા લોકો પર રિસર્ચ કર્યા

મૃત્યુ બાદ શું થાય છે? દુનિયાના સૌથી મુશ્કેલ સવાલનો જવાબ શોધતી ન્યૂયોર્કની રિસર્ચ ટીમે ચોંકાવી દેનારો ખુલાસો કર્યો છે. રિસર્ચમાં એ દાવો કરાયો છે કે તેઓએ કેટલાક એવા ક્લૂ મેળવ્યા છે કે તે આ ગુત્થીના અનેક રહસ્યો ખોલી શકે છે. New York University Langone School of Medicineની એક ટીમના આધારે મૃત્યુ બાદ મરનારાના કેટલીક પળ તેમની આસપાસ થઇ રહેલી દરેક ઘટનાઓનો આભાસ કરાવે છે.

રિસર્ચર્સની ટીમે હાર્ટ એટેક કે અન્ય કેટલીક ઘટનાઓ સાથેની વ્યક્તિને મૃત જાહેર કર્યા બાદ તેમની પર રિસર્ચ કર્યો તો તેઓ જીવિત થયા. યૂનિવર્સિટીના ડાયરેક્ટર Dr. Sam Parniaએ કહ્યું કે આ સત્ય છે કે ઘડકન રોકાઇ જવાની સાથે મગજ સુધી લોહી પહોંચવાનું બંધ થઇ જાય છે અને તત્કાલ આ કામ રોકી દેવું પડે છે. પણ કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે જ્યારે લોકોમાં મગજ કામ બંધ કરવા છતાં તેઓ આસપાસની ઘટનાઓનો અનુભવ કરે છે.

એવા અનેક લોકો પોતાની આસપાસ થયેલી ઘટનાઓની પૂરતી જાણકારી આપે છે જે એક મૃત માની લેવામાં આવેલા વ્યક્તિની સાથે અસંભવ હોય. Dr. Sam Parniaની ટીમ હવે આ શોધમાં લાગી છે. જેનાથી મૉત્યુ બાદ થતા એક્સપીરિયન્સ વિશે જાણી શકાય. તેમના અનુસાર મગજમાં કંઇક એવું બને છે જે મૃત્યુની કેટલીક પળ પછી પણ તેમને એક્ટિવ રાખે છે.

બેકાર બની જાય છે મગજની શક્તિ:

2013માં University of Michigan દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં કહેવાયું છે કે મગજમાં એક અનોખી શક્તિ હોય છે જે વ્યક્તિના મૃત્યુ સાથે મૃત્યુ પામે છે. તેનાથી વર્તમાનમાં કરાયેલા દાવા પર પણ સવાલ ઊઠે છે. પણ વ્યક્તિના મૃત્યુ કે એટેક આવવા સમયે મગજ કામ કરવાનું બંધ કરી દે છે. તો પણ તેને ચીજોનો આભાસ કેવી રીતે થાય છે.

હિંદું ધર્મ ગ્રંથો અનુસાર એવી માન્યતા છે કે મૃત્યુ બાદ વ્યક્તિની આત્મા પોતાના જ શરીરને જુએ છે અને તેની આસપાસની સારી ચીજો તેને દેખાય છે. મૃત્યુ બાદ શું થાય છે તે સવાલ પર હોલિવુડની એક લોકપ્રિય ફિલ્મ Flatliners પણ બની છે.

ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કઇ રીતે પાંચ દોસ્ત પોતાના દિલની ધડકનને રોકી રાખે છે જેનાથી તેઓ જાણી શકે કે મૃત્યુ બાદ પણ કોઇ જિંદગી હોય છે કે નહીં.

Source: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!