મૃત્યુ બાદ કંકાલ બનવાના પહેલા શરીર સાથે થાય છે કઈક આવા 14 ફેરફાર, પછી શરીર પરીણમે છે કંકાલ માં, જાણો વિગતે…..

0

ધીરે ધીરે ખત્મ થાય છે શરીર.

અમુક ધર્મોમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેમના શરીરને બાળી નાખવામાં આવતું હોય છે. પણ ઘણા ધર્મોમાં શરીરને માત્ર દફન કરવામાં આવતું હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે દફન કર્યા બાદ મૃત શરીર પર શું થાય છે? આપણે ઘણીવાર જોયું કે સાંભળ્યું પણ હશે કે મૃત શરીરના અમુક સમય બાદ તેનું કંકાલ બની જાતું હોય છે. આ વાત એકદમ સત્ય છે. પણ ડેડ બોડી તરતજ કંકાલ નથી બનતી.

કોઈ વ્યક્તિના મર્યા બાદ અમુક સેકન્ડથી લઈને મહિનો સુધી તેમના શરીર સાથે ઘણા પ્રકારની ક્રિયાઓ થતી હોય છે. આ બધી ક્રિયાઓ થયા બાદ જ તેનું શરીર કંકાલમાં પરીણમે છે.

જ્યારે આપળે જીવતા હોઈએ છીએ ત્યારે તો શરીરમાં બદલાવ આવતા જ રહેતા હોય છે. તેવીજ રીતે મર્યા પછી પણ ધીરે-ધીરે શરીરમાં ઘણી એવી ચીજ બદલાવા લાગે છે. ચાલો તો જાણીએ મર્યા પછી બોડી સાથે શું-શું થતું હોય છે.

1. દિમાગ પર અસર:

મર્યાના અમુક સેકન્ડ બાદ જ અંદર ને અંદર મગજ અલગ રીતે કામ કરવા લાગતું હોય છે. પછી અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે.

2. તાપમાન ઓછું હોવું :

ડેડ બોડીનું તાપમાન 1.6°F/કલાક ના દરથી ઓછુ થઇ જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે તે રૂમ ટેમ્પરેચર સુધી પહોંચી ન જાય.

3. કોશિકાઓનું  મૃત થવું:

જો કે શરીરમાં ઓક્સીજન સપ્લાઈ બંધ થઈ જવાને લીધે સેલ્સ મરવા લાગે છે. તે તૂટવા લાગે છે અને લીક થઈ જાય છે. આ પ્રોસેસને Putrefaction કહેવામાં આવે છે

4. બની જાય છે સખ્ત:

માંસપેશીઓમાં કેલ્શિયમ બનવા લાગે છે, જેનાથી તેમાં ખેંચાવ આવે છે અને બોડી સખ્ત બનવા લાગે છે. આ પ્રક્રિયાને ‘Rigor Mortis’ ના નામથી જાણવામાં આવે છે અને તે 36 કલાકો સુધી ચાલે છે.

5. ગંદગી નીકળવા લાગે છે:

‘Rigor Mortis’ બાદ મસલ્સ રીલેક્સ થવા લાગે છે. તેના બાદ શરીરમાંથી બધો જ બચેલો માલ અને યુરીન બહાર નીકળી જાય છે.

6. ફીકો પાડવા લાગે છે રંગ:

ગ્રેવિટીને લીધે લોહી નીચેની તરફ જવા લાગે છે. તેને લીધે શરીર ફીકું પાડવા લાગે છે અને અમુક જગ્યાઓ પર લાલ ચકતા પણ નજરમાં આવવા લાગે છે.

7. સંકોચવા લાગે છે ત્વચા:

ધીરે-ધીરે ત્વચા સુકાવા અને સંકોચાવા લાગે છે. જેને લીધે આભાસ થાય છે કે વાળ અને નાખ વધવા લાગ્યા હોય.

8. આવવા લાગે છે વાંસ:

મૃત વ્યક્તિના શરીરનું ક્ષય થવા લાગે છે. શરીરમાંથી Putrescine અને Cadaverin જેવા કેમિકલ્સ નીકળવા લાગે છે. જેને લીધે શરીર માંથી ભયંકર વાંસ આવાવા લાગે છે.

9. લીલા ચકતા:

મૃત વ્યક્તિના શરીરમાં મોજુદ એન્જાઈમ્સ બેક્ટેરિયાની મદદથી એક-બીજાને ખાવા લાગે છે. જેને લીધે શરીર પર લીલા ચકતા દેખાવા લાગે છે.

10. કીડાઓનો આતંક:

ઘણા પ્રકારના કીડા મકોડા દેદ બોડીને ખાવા લાગે છે. Maggots એક અઠવાડિયામાં  60% બોડીને પચાવી નાખે છે.

11. વાળમાં પ્રભાવ:

ધીરે-ધીરે દેદ બોડીના વાળ ખરવા લાગે છે.

12. બદલવા લાગે છે રંગ:

બેક્ટેરિયા ધીરે-ધીરે શરીરને ખાવા લાગે છે જેને લીધે શરીર પહેલા નીલું અને પછી કાળું પડવા લાગે છે.

14. પછી બને છે કંકાલ:

જો બોડીને 50 ° F તાપમાન પર રાખવામાં આવે તો 4 મહિના અંદર જ બધા ટીશ્યુ ડીકંપોઝ બનવા લાગે છે. ત્યાર પછી બોડી કંકાલમાં પરીણમે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.