શિવ મંદિર : ભોળાનાથનું આ એવું મંદિર જ્યાં મડદા પણ શિવલિંગ સામે થઈ જાય છે બેઠાં …..

0

વિધિનાં વિધાન મુજબ જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિંત છે. વ્યક્તિનું મૃત્યુ થાય કે તરત જ એ આત્મા એનું શરીર છોડી દે છે. અને એકવાર જો આત્મા શરીરને છોડી જાય છે ત્યારબાદ આત્મા ક્યારેય એ શરીરમાં પ્રવેશ નથી કરતી. આત્મા હમેશા બીજી યોનિમાં જ જન્મ લે છે. અથવા તો કોઈ બીજા શરીરમાં જ પ્રવેશ કરે છે.એટલા માટે જ હમેશા એવું કહેવામા આવ્યું છે કે જે આ દુનિયા છોડીને ચાલ્યાં જાય છે એ ક્યારેય પાછા નથી આવતાં. પરંતુ જન્મ અને મૃત્યુ એ તો ઈશ્વરનો ખેલ છે. ઈશ્વરની મરજી આગળ કોઈની મરજી નથી ચાલતી. જે જરે તે ઈશ્વર જ ચમત્કાર કરી શકે છે. જો ભગવાન ઈચ્છે તો સૃષ્ટિના નિયમોને પણ બદલી શકે છે, જન્મ મૃત્યુબાળી એક ચૌકાવનારી વાત કરીએ તો આ દુનિયામાં મૃત્યુ પામેલ વ્યક્તિ પણ જીવીત થઈ શકે છે.કદાચ તમને આ વાત પર વિશ્વાસ નહી આવે પણ આ સત્ય હકીકત છે. તો ચાલો આ સત્ય હકીકત ક્યાં બને છે એના વિષે પણ જણાવીએ. આ વાત ભોળાનાથનાં એક ચમત્કારિક મંદિરની છે. જો આ મંદિરમાં કોઈ મદડાને લઈને જાય ને મદડાને શિવલિંગ સામે રાખી દે. તો મહાદેવની કૃપાથી એ જ આત્મા પાછો એ જ શરીરમાં પુન:પ્રવેશ કરે છે. કદાચ આ વાત પર તમને વિશ્વાસ નહી આવે કે માનવામાં પણ નહી આવે પરંતુ જે છે એ આ જ સત્ય હકીકત છે.જે દિવ્ય ચમત્કારીક મંદિરની આપણે વાત કરી રહ્યા છીએ એ દેવભૂમિથી ઓળખાતા ઉતરાખંડનાં પાટનગર દેહરાદૂનમાંથી થોડે દૂર લાખામંડલ નામની જગ્યા પર સ્થિત છે.

માન્યાતાઓ અનુસાર , અહિયાં મહાભારતનાં સમયમાં પાંડવોને મારવા માટે દુર્યોધને લાક્ષાગૃહ બનાવ્યું હતું. અજ્ઞાતવાસ દરમ્યાન યુધિષ્ઠિરે શિવલિંગની સ્થાપનાં આ જ સ્થળ પર કરી હતી. જે મંદિરમાં આજે પણ સ્થાપિત છે. લાખામંડલ શિવ મંદિરમાં સ્થાપિત શિવલિંગ મહામુંડેશ્વરનાં નામથી પ્રખ્યાત છે. મંદિરના પ્રાંગણમાં આ શિવલિંગની સામે બે દ્વારપાળ પશ્ચિમ દિશામાં મોઢું રાખીને ઊભા છે. એવી માન્યતા છે કે જો મૃત્યુ પામેલ વ્યક્તિને આ બંને દ્વારપાળ સામે રાખવામા આવે અને પૂજારી દ્વારા અભિમંત્રિત જળ છાંટવામાં આવે તો વ્યક્તિ પુન:જીવીત થઈ જાય છે. એટલા માટે મૃત વ્યક્તિને આ સ્થળ પર લાવવામાં આવે છે. અને થોડા જ સમયમાં એ મૃત વ્યક્તિ શિવજીનાં આશિર્વાદથી પુન:જીવીત થઈ જાય છે. જીવીત થયાં બાદ એ વ્યક્તિ સૌ પહેલા શિવજીનું નામ જ લે છે અને પવિત્ર ગંગાજળ પીવે છે. જેવુ ગંગાજળ પીવે કે આત્મા તરત જ એ શરીરનો ત્યાગ કરી ચાલી જાય છે. મંદિરનાં પાછળનાં ભાગમાં બે દ્વારપાળ ચોકી કરતાં નજર આવે છે. બે માંથી એક નો હાથ કપાયેલો છે. જે હજી સુધી એક રહસ્ય બનીને જ રહ્યું છે.

મંદિરને લઈને કેટલીક લોક પ્રચલિત માન્યતાઓ :

મહામંડલેશ્વર શિવલિંગ વિષે ઘણી વાતો પ્રખ્યાત છે કે જો કોઈ સ્ત્રી પુત્ર પ્રાપ્તિની ઝંખના લઈને શિવરાત્રિની રાત્રે આ મંદિનાં મુખ્યદ્વાર પર આવીને બેસે અને આ મંદિરમાં શિવલિંગ સામે પ્રજાવલ્લિત દિપક તરફ એક મટકું પણ માર્યા વગર જો જોવે અને મનોમન શિવ મંત્રનો જાપ કરે તો એ સ્ત્રીને એક જ વર્ષમાં પુત્રપ્રાપ્તિનાં આશિર્વાદ મળે છે ને પુત્રની માતા બને છે.

લાખામંડલમાં બનેલ આ શિવલિંગની એક એવી પણ ખાસીયત છે કે, જે કોઈ આ શિવલિંગ પર જળ અભિષેક આવીને કરે છે તો એ વ્યક્તિને શિવલિંગમાં એની જ આકૃતિ જોવા મળશે.સ્થાનિક લોકોનું એવું માનવું છે કે, અહિયાં આવવાવાળા કોઈપન વ્યક્તિ ખાલી હાથે પાછા નથી ફરતા. પોતાની મનોકામના લઈને આવે છે ને મહાદેવ પાસે મનોકામના પૂર્ણ થાય એવા આશિર્વાદ માંગે છે ને મહાદેવના આશીર્વાદથી બધી જ મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ અહિયાં આવીને જો શિવ આરાધના કરવામાં આવે તો સઘળાં પાપોનો પણ નાશ થાય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here