શુ ! થયું ? – પ્રેમ પણ છે ને સાથે મર્યાદા પણ, આજના પ્રેમી યુગલો માટે સ્પેશિયલ છે આ લવસ્ટોરી વાંચવાનું ચૂકતા નહી….

0

સંબંધો ની માયા જાર માનવીને ગૂંચવી નાખે છે.સંબંધોને સાચવવા માને સાચવવામાં એ પોતે ગૂંથાઈ જાય છે. હા! પણ જે લોકો સાચા છે ને જેને દિલથી સબંધો સાચવ્યા છે અંતમાં જીત તે લોકોને થતી હોય છે. આવું જ કંઇક વિશાલના જીવનમાં બન્યુ હતું…

શાંત સ્વભાવ, ઉદાર દિલ સદા હસતો ચહેરો.જેનો જીવન મંત્ર એક જ હતો પ્રેમ આપવો ને પ્રેમ લેવો.સબંધોની કેવી રીતે સાચવવા એ કલા એના ખુન માં હતી. સવારનો સમય હતો. રીંગ ઉપર રીંગ ટ્રીન ..ટ્રીન..ટ્રીન પણ કોઈ કોલ રીસીવ કરતું નથી.

શું થયું યાર સીમરણ કેમ આટલા બધા ટેન્શનમાં છે. “યાર પાયલ હું ક્યારનીયે કોલ કરું છું. પણ એ કોલ રીસીવ કરતો નથી કે પાછો કોલ કરતો નથી”. સવારે” ગુડ મોર્નિંગ” નો પણ કોઈ રિપ્લે ના આપ્યો… ” ને પાયલ કાલે એ કેટલો ખુશ હતો.ફ્રેન્ડશીપ ડે હતો તો છેક બપોર સુધી એ મારી સાથે હતો.ને જ્યારે અમે છુટા પડ્યા એ પછી ના તો એનો કોઈ કોલ કે ના તો કોઈ મેસેજ આવ્યો છે.રાત્તે પણ મારા. કોઈ મેસેજ નો જવાબ નથી આપ્યો..”શુ ! થયું ” હશે ?”.

” પહેલા કદી એવું નથી બન્યું”. “યાર સીમરણ એમાં એટલું બધું ટેન્શન ના લે કોઈ કામ માં બીજી હશે.નઈ તો એની જાન નો કોલ જાઈને વિશાલ રિપ્લે ના આપે બનતું હશે.ચાલ હવે કૉલેજ જવાનો સમય થઈ ગયો છે.મોબાઇલ ને મુક પડતો ને ચાલ બસ હવે આવતી જ હશે.ને આમે એ કોલેજ માં તો મળશે ને મન ભરી ને વાત કરજે.ચાલ હવે લેટ થવાય છે”.

આ ઇંતજાર ની પળ ખૂબ કઠિન હોય છે.એમા જો પ્રિયતમ ને મળવાની વાત હોય તો એક પળ પણ એક જુગ જેવી લાગે છે.જ્યાર ની સીમરણ બસ માં બેઠી ત્યાર ની બસ મન માં એકજ વાત ઘૂંટયા કરતી કે થયું તો એવું શું !થયું…..

કોલેજ માં જઇ ને એ વિશાલ ને ખૂબ શોધે છે.. કૉલેજ કમ્પાઉન્ડ.લેક્ચર રૂમ. બધે શોધી વરે છે.પણ એનો ક્યાં પત્તો નથી લાગતો.

એનું દિલ બેચેન થઈ જાય છે. આટલું બધું એવું તે” શું!થયું” હશે.કે પછી એ કોલેજમાં જ નઈ આવ્યો હોય..આવા કેટલાય વિચારો એના મન માં વીજળી વેગે આવીને જતા રહ્યા..છેવટે એને એના દોસ્તો જોડે થી જાણવા મળ્યું કે એ બગીચા માં છે..પછી તો એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર બગીચા તરફ દોડે છે..

જેમ હિમાલય માં થી ઉછળતી.કૂદતી..કોઈ નદી એના સાગર ને મળવા આતુર હોય તેમ સીમરણ વિશાલ ને મળવા બેચેન હતી. એનું કારણ એજ હતું કે થયું તો એવું “શું ! થયુ હશે…

વિશાલ બગીચા ના બોકડા ઉપર સુમશાન બેઠો હતો.જેમ કોઈ “રાજા રણ મેદાન માં પોતાનું રાજ હારી ને નાસી પાસ થઈ બેઠો હોય તેમ તે જણાતો હતો..

સીમરણે જતાની સાથેજ શબ્દો ની વર્ષા ચાલુ કરી દીધી..”યાર વિશાલ મેં તને કેટલા કોલ કેટલા મેસેજ કર્યા.પણ તે મને કોઈ રિપ્લે કેમ ના આપ્યો.શુ! ભૂલ થઈ છે.મારી એવું તો,” શું! થયુ” છે કે મારા થી નારાજ છે.બોલ ને વિશાલ”…એના હજારો સવાલ પછી પણ વિશાલ જે અવસ્થા માં હતો તે એમ ને એમ બેસી રહ્યો.જ્યારે સીમરણ થી ના રહેવાયું તો એને વિશાલ ને ખભા થી પકડી ને હલાવી નાખ્યો..

“જેમ કોઇ ઋષિ મુનિ વર્ષો થી તપ માં બેઠા હોય ને કોઈ અપ્સરાના નાચ ગાન થી ધ્યાન ભગ્ન થાય ને ક્રોધ માં આવી શ્રાપ આપે તેમ વિશાલ સીમરણ ઉપર ગુસ્સે થઈ ગયો.” શુ! છે યાર સીમરણ મને હેરાન ના કર મહેરબાની કરીને મને એકલો છોડી દે”…

વિશાલ ના આવા વર્તન થી સીમરણ ગભરાઈ ગઈ.એનું આવું રૂપ તેને પેલા કદી જોયુ નોતું..યાર વિશાલ તું કેમ એવું બોલે છે.તને મારા શમ છે.શુ ! થયું છે એતો કે મને મારા થી કઈ ભુલ થઈ. કે શું!”. “કાઈ નઈ સીમરણ આ આપણી છેલ્લી મુલાકાત છે.આજ પછી આપણે ક્યારેય નઈ મળીએ”. “સારું હું બધુજ સમજી ગઈ તને હવે મારા કરતાં પણ કોઈ સારી મળી ગઈ છે.માટે મારા થી છુટકારો માંગે છે નઈ ને?”.

“સીમરણ ખોટુ મગજ નું દહીં ના કર. જો ! એક વાત કાન ખોલી ને સાંભળ વિશાલ ના દિલ માં ફક્ત ને ફક્ત સીમરણ છે. ને હું જીવીશ ત્યાં સુધી એનુ જ રાજ મારા હૃદય માં રહે છે”. “તો તું મને આટલો બધો લવ કરે છે તો કેમ મારા થી કઈ છુપાવે છે.આજ સુધી તે તારી બધીજ વાતો મારા સાથે શેર કરી છે તો આજે કેમ તું છુપાવે છે”.

“બસ કાંઈ નથી સીમરણ હું જાવ શુ! સદા ને માટે’ તારી લાઈફ માં હું હવે કદી પાસો નઈ આવુ.. ઓકે બાય”.. એમ કહી વિશાલ રોતા રોતા ત્યાંથી ચાલી નીકળે છે…સીમરણ પણ એને એક નજરે જતા જોવે છે…”આંખ માં આંશુ ની ધારા વહી રહી છે દિલ તો જાણે હમણાં ધબકવાનું છોડી દેશે..ને મન માં તો એજ સવાલ હજુ અકબંધ હતો કે થયું તો એવું શું! થયું…..

જે દિવસ થી વિશાલ કોલેજ છોડી ચાલ્યો ગયો.એ દિવસ થી નાતો એ કોલેજ માં ફરી દેખાયો ના એના ઘરે કોઈ પત્તો હતો..એના માં બાપ પણ એને શોધી શોધી ને થાક્યા પણ એની ક્યાં ભાળ મળી નહીં. કોલેજના બધા દોસ્તો હેરાન હતા કે એક હસતો ખેલતો માણસ આમ અચાનક ક્યાં ગૂમ થઈ ગયો…

સીમરણ ને પણ કોલેજ જવાનું છોડી દીધું હતું..એ નતો ઘરે કોઈ જોડે સરખી વેત કરે નાતો ખાવાનું ટાઈમ સર ખાય..

કપિલ આ બધું જાણતો હતો. કપિલ વિશાલ નો જીગર જાન દોસ્ત હતો ને સીમરણ નો ભાઈ હતો.એ આ બધીજ વાત થી વાકેફ હતો પણ એ કોઈ ને કહી શકતો ન હતો.વિશાલ ના ગૂમ થવા પાછળ ને સીમરણ ની આવી હાલત નો જીમેંદાર એ ખુદ હતો..

એક બાજુ વિશાલ ની યાદોએ સીમરણ ને પાગલ કરી મૂકી હતી.ને બીજી બાજુ એના લગ્ન ની ઘરે વાતો ચાલતી હતી.

“આતો આગ માં ઘી હોમાયું”
સીમરને હિંમત રાખી ઘરે જણાવી દીધું કે “હું વિશાલ ને પ્રેમ કરું શુ ને લગ્ન એના સાથેજ કરીશ.ને મનથી હું એને મારો પતિ પણ માની ચુકી છું”.

આ વાત જાણી કપિલ ગુસ્સે થયો ને સીમરણ ને ખૂબ માર માર્યો..ને કહી દીધું કે ” તારે એને ભૂલી જવાનો છે .ને બીજે લગ્ન કરવા ના છે”.

પણ આતો પ્રેમ હતો ભાઈ થવાય તો વિશાલ નું કે પછી કોઈનું નઈ..સીમરને પોતાના હાથ ની નશ કાપી નાખી ને મોત ની રાહ પર ચાલી નીકળી. પણ સમય સંજોગે ઘરે ખબર પડતાં હોસ્પિટલ માં લઇ જવાઇ ત્યાં સારી સારવાર મળતા એનો જીવ બચી ગયો!!!!!.પરંતુ કપિલ નો જીવ અધ્ધર થઈ ગયો.

આજે એને અફસોસ થતો હતો. મનમાં ને મનમાં પસ્તાવો થતો હતો. મેં કંઈક ખોટું કર્યુ છે. એ વાત નો એને ખ્યાલ આવી ગયો. કપિલ મનોમન નક્કી કરી ચુક્યો કે હવે આ દુનિયાને જે સમજવું હોય તે સમજે. આ દુનિયા ને જે કહેવું હોય તે કહે હવે આ બે પ્રેમી પંખીડા ને એક કરીનેજ જંપીશ. ભલે ને પછી મારે આ દુનિયા સામે લડવું પડે.

સૌથી પહેલા એને વિશાલ ની શોધ ખોળ ચાલુ કરી. ઘણી શોધ ખોળ બાદ એને ભાળ મળી કે આ શહેર માં આ જગ્યા એ છે. જ્યારે એ ત્યાં પહોંચે છે. તો એની આંખો ખુલી ને ખુલી રહી જાય છે. કારણ કે એ એક અનાથ આશ્રમ હતો. જેના માં બાપ હયાત હોવા છતાં એ એક અનાથ ની જિંદગી જીવી રહ્યો હતો. આ જોઈ ને કપિલ ની છાતી ગજ ગજ ફૂલી ઉઠે છે કે એને એક સાચો દોસ્ત ને પોતાની બહેન માટે સાચો જીવન સથી મળી ગયો છે.

એક નાગ જેમ પોતાના મણિ ને પાછો મેળવવા તડપતો હોય છે એમ કપિલ વિશાલ ને જોવા માટે તલ પાપડ થતો હતો. જ્યારે વિશાલ તેની સામે આવે છે.ત્યારે. એ વિશાલને છાતીએ ચાંપી તેના પગે પડે છે. “વિશાલ મને માફ કર મારા ભાઈ હું મારા સ્વાર્થ ખાતર બે જીંદગી બગાડવા બેઠો હતો.ચાલ વિશાલ તારી સીમરણ તારી રાહ જોવે છે”.

“હા!…યાર હું કહું છું..તારો દોસ્ત કપિલ કહે છે. ચાલ ભાઈ તારો વનવાસ હવે પૂરો થયો”. આ બધું શુ! ચાલી રહ્યું છે એ વિશાલ ને કઈ ખબર ના પડી પણ જ્યારે કપિલે એના ગયા પછી શુ!..થયું.. એ બધુ સવિસ્તાર જણાવી દીધું.

આ બાજુ વિરહ ની યાદો માં તડપતી સીમરણ રાત દિવસ વિશાલ ના નામ ની માળાં ઓ ભજતી હતી. એને એ પણ ખબર ના હતી કે જે વિશાલ તેને સદા ને માટે. છોડી ચાલ્યો ગયો છે.તે હવે એનો જીવન સાથી બવાનો હતો.

જ્યારે કપિલ વિશાલ ને લઈ પોતાના ઘરે આવે છે.એ જોઈ સીમરણ ને તો જાને ધરતી ઉપર સાક્ષાત ભગવાન ના દર્શન થઈ ગયા.

એને કપિલ જોડે થી જ્યારે ખબર પડેશે કે હવે વિશાલ ના ને એના લગ્ન થવાના છે. એ જાણી સીમરણ તો હવા માં ઉડવા લાગે છે. જેની યાદ માં એ પળ પળ તડપતી હતી.જેનું નામ લઈ એની હરેક ધડકન શ્વાસ છોડતી હતી એ વિશાલ ની વિરહ ની વેદના નો આજે અંત હતો.ને એક નવા જીવન નો આરંભ થવાનો હતો.

લેવા વારો તો સાહેબ બે હાથ વાળો છે ને દેવા વારો તો હજારો હાથ નો ધની છે. એકી સાથે સીમરણ ના જીવન માં એટલી બધી ખુશીઓનું ઉપવન ખીલી ઉઠ્યું કે તેને વિતાવેલ પાનખર સમાન વિરહ ને ક્ષણ વાર માં ભુલાવી દીધું.

બન્ને ના લગ્ન ખૂબ ધામ ધૂમ થી થાય છે.આખા શહેર માં ખબર પડી કે બે પ્રેમી પંખીડા આજે એક થઇ નવા જીવન ની પ્રારંભ કરી રહયા છે.

વિરહ ની વાટ પુરી કરી સીમરણ આજે મિલનની મંજિલ સુધી પોહચી ગઈ હતી. મન માં કેટલાય તરંગો હતા. હ્ર્દય એ કેટલાયે સપના જોઈ લીધા હતા..ક્યારે વિશાલ આવે ને એના આલિંગન માં સમાઈ જાવ.પણ એને હજુ કઈક ચુભતું હતું એના હ્ર્દય ના ઊંડાણ માં પડેલો એક સવાલ અંદરો અંદર ઉછાળા મારતો હતો…કે થયું તો એવું શું! થયું હશે કે વિશાલે મને છોડી ને જવાનો નિર્ણય લીધો હશે.

મિલન ની રાત હતી એક શરીર થી બીજા શરીરની આજે પ્રથમ મુલાકાત હતી.બંને એક બીજા ના બહુપાસ માં એ રીતે આરોટતા હતા જે કોઈ નાગ નાગીન ભોગ વિલાસ માં નાચે.

સમય નો સહારો લઈ મનમાં ઉઠેલા સવાલ નો જવાબ મેળવવા સીમરને વિશાલ ને પ્રેમ થી પૂછ્યું.”વિશાલ તું મને કેટલો પ્રેમ કરે છે”.કેમ સીમરણ પ્રથમ રાત્રી ના સમયે આ પ્રશ્ન, “જો હું તને પ્રેમ ના કરતો હોવ તો શું કામ તારા સાથે લગ્ન ગ્રથી જોડાયું”. “માટે તે દિવસે મને એકલી રોતી મૂકી જતા મારા ઉપર જરાય દયા ના આવી તને”.

” હા! સીમરણ મને માફ કર હું મજબુર હતો” એક સબંધ ને સાચવવા જતા બીજા સબંધ “ને તોડ્યા વગર છૂટકો ન હતો”.

“પણ એવું તે શું! થયું હતું એ મારે આજે તારા મોઢેથી સાંભળવું છે.હવે તો હું તારી પત્ની છું. શુ ,મારો એટલો પણ હક નથી ! તારા ઉપર કે હું કોઈ સવાલ ના કરી શકું”. પ્રથમ રાત્રી એજ પત્નિ નો પતિ ઉપર અધિકાર આવી ગયો.”હા સીમરણ ખરો ને કેમ નઈ તારે એજ જાનવું છે ને કે તે શું વાત હતી તો સાંભળ”.

“જ્યારે આપણે ફ્રેન્ડશિપ ડે ના દિવસે છુટા પડ્યા એ પસી હું સીધો મારા દોસ્તો ની મહેફિલ જામી હતી ત્યાં ગયો. ત્યાં તારો ભાઇ ને મારો જીગર જાણ દોસ્ત કપિલ પણ હતો એને મારો મોબાઈલ માંગ્યો.કોઈ ને કોલ કરવો હશે ને એના મોબાઈલ માં બેલન્સ નઈ હોય તો એ વખતે તારો મેસેજ આવ્યો હોય કે શું તેને મારા વૉટસપ માં તારી ને મારી થયેલી વાતો વાંચી લીધી”.

“ભાઈ જીગર જાન દોસ્ત કહું કે પછી મારી પીઠ પાછળ ઘા કરનાર દુશ્મન..તને મારીજ બહેન મળી હતી..યાર વિશાલ હુતો તારી ને મારી દોસ્તી ના ગીત ગાતો ફરતો હતો..કે તારા જેવો દોસ્ત મને મળ્યો એ હું મારું નસીબ માનતો હતો.. પણ આજે તે સાબિત કરી દીધું કે દોસ્તી ના નામે તે તારો સ્વાર્થ જોયો છે…આજ પછી તું તારું માં પણના બતાવીશ.નફરત સે મને તારાથી દૂર થઇ જા મારી નજર સામેથી”.

“ના ભાઈ કપિલ તું જે સમજે છે એવું કંઈ નથી. હું તારા સાથે સ્વાર્થ માટે નઈ પણ દિલ થી સબંધ બાંધ્યો છે.પણ મને એ ખબર નહતી કે સીમરણ તારી બહેન છે. ને જ્યારે ખબર પડી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું .ભાઈ મને માફ કર મારાથી ભૂલ થઈ ગઈ છે.ને સીમરણ એ વખતે કપિલ એટલો ગુસ્સા માં હતો કે એ શું બોલે છે કે શું કરે છે એને ખુદ ને ખબર નહતી”.

” બસ વિશાલ તારે મારી દોસ્તી જોઈએ છે કે સીમરણ નો પ્રેમ હવે ફેંસલો તારા હાથ માં છે. તને સબંધ સાચતા આવડે છે ને તો આજે તારી કસોટી છે.તારે તારા દોસ્ત ની દોસ્તી જોઇએ છે કે તારો પ્રેમ “.

“સીમરણ એક બાજુ કુવો ને બીજી બાજુ ખાઈ હતી…. મારે જવું તો ક્યાં જવું . એ વખતે મારી અંતર આત્મા એ મને કીધું કે વિશાલ સીમરણ થી દુર રહી ને તું એનો થઈ શકીશ એને પ્રેમ કરી શકીશ પણ એક વાર જો દોસ્તી માં તિરાડ પડશે તો એ તિરાડ દુશ્મની માં ફેરવાઈ જશે.ને કપિલ આજીવન તને નફરત કરતો ફરશે. તો મને સીમરણ એ વખતે પ્રેમ કરતા દોસ્તી ને મહત્વ આપવું યોગ્ય લાગ્યું”.

” ને ,હા ! સીમરણ હું કોઈ ની હાય લઈ ને મારો સ્વાર્થ પૂરો કરવા ન તો માંગતો.ને હું સાચો હતો માટેજ આજે ઉપરવારાની દયા થી કપિલે મને મારો પ્રેમ રાજી ખુશી મારા હાથ માં આપી દીધો. આજે એક નઈ હું બે બે હૈયા માં મારુ આગવું સ્થાન બનાવી બેઠો છું “.

વાત કરતા કરતા વિશાલ ની આંખ માં થી આંશુ આવી ગયા. આ જોઈ સીમરણ પણ રડી પડી.પણ એ આંશુ લુછવા વારા હતા એક બીજા ના હાથ. .

વીતેલા દુઃખ ના દિવસો ભૂલી બંને હૈયા ફરી એક આત્મા ને બે શરીર બની ગયા.સીમરણ ને પણ આજે હૈયા માં હાશ થઈ મન ને શાંતિ મળી કે ઘણા સમય થી એક સવાલ કાંટા ની જેમ વાગ્યા કરતો હતો આજે એ સવાલ નો એને જવાબ મળી ગયો હતો.

” શું! થયું “નો જવાબ આજે એને જે થયુ એ સારું થયુ મળી. ગયો હતો.

માનવી પોતાના સ્વાર્થ ખાતર સબંધો ને સાચવતો હોય છે.. પણ સબંધો ખાતર પોતાનો સ્વાર્થ ભૂલી જાય એવા નિસ્વાર્થ માણસો ને શોધવા ખૂબ કઠિન હોય છે…!!!!!!!

લેખક : મયંક પટેલ 

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here