ફિલ્મ રીવ્યુ:- સત્યમેવ જયતે…… ફિલ્મ જોતા પહેલા આ રીવ્યુ એક વાર જરૂર વાંચો નહિ તો પછતાશો

0

બૉલીવુડ એક્ટર જોન અબ્રાહમ ની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ ગઈ કાલના રોજ રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મમાં જોનની દમદાર એક્ટિંગ અને એક્શન જોવા મળ્યું છે. ફિલ્મની કહાની કરપશન જેવા ગંભીર મુદ્દા આધારિત છે. જેમાં સોસાયટી માટે એક મેસેજ તો છે જ સાથે જ તેમાં એન્ટરટેનમેન્ટ નો પણ પૂરો તડકો લગાવામાં આવ્યો છે. એક્શન ની સાથે સાથે દમદાર ડાઇલોગબાજી કરવામાં આવેલી છે. ફિલ્મને ‘મિલાપ જાવેરી’ એ ડાયરેક્ટ કર્યું છે. ફિલ્મની કહાની:

ફિલ્મની કહાની એક એવા વ્યક્તિ પર આધારિત છે જે કરપશન ને ખુબ જ નફરત કરે છે. ફિલ્મમાં વીર એટલે કે જોન અબ્રાહમ જે એક આર્ટિસ્ટ છે પણ તે એક સિરિયલ કિલર પણ છે. તે એક-એક કરીને કરપ્ટ પોલીસને સળગાવીને મારી નાખે છે. તેનું માનવું છે કે જે પોલીસ અધિકારી વર્દી પહેરીને લાંચ લે છે તેને આ વર્દી ને પહેરવાની સાથે જીવવાનો કોઈ જ અધિકાર નથી.   ફિલ્મમાં આયશા ની એન્ટ્રી થાય છે જે જોનને પ્રેમ કરી બેસે છે. વીર પણ તેને પ્રેમ કરવા લાગે છે પણ ત્યારે આયશાને જાણ ન હતી કે તે સિરિયલ કિલર છે. આયશા ને જાણ થશે કે નહીં? અને જો તેને જાણ થઇ જાય તો તે જોનને છોડી દેશે? આ બધું જાણવા માટે તમારે ફિલ્મને જોવી પડશે, પણ ફિલ્મમા એક એવો ટર્નીંગ પોઇન્ટ નાખવામાં આવ્યો છે જે એકદમ દિલચસ્પ છે.નિર્દેશન:

ફિલ્મનું નિર્દેશન મિલાપે કર્યું છે. ફિલ્મની કહાની અમુક જગ્યા એક દમ ફ્લેટ પર કરવામાં આવે છે. ફિલ્મનું નિર્દેશન ક્યાંક-ક્યાંક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં કરવામાં આવ્યું છે, જેમાં તમને જબરદસ્ત એક્શન, ડીપ ઈમોશન અને આ બધા વચ્ચે કોમેડીનો તડકો પણ જોવા મળશે.

મ્યુઝિક:ફિલ્મમાં વધુ સોન્ગ્સ રાખવામાં આવ્યા નથી, પણ જે ઓણ રાખેલા છે તે દર્શકો ને ખુબ જ પસંદ આવ્યા છે અને જબરદસ્ત હિટ પણ રહ્યા છે. ફિલ્મમાં બે સોન્ગ ને રિક્રિએટિવ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં એક ડાન્સ નંબર રાખવામાં આવ્યું છે જેમાં નોરા ફતેહી પોતાનો ડાન્સ નો જલવો વિખેરતી નકજરવા આવી છે. સાથે જ  ‘ताज दार-ए-हरम’ ને પણ રાખવામાં આવ્યું છે જેને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ બે રોમેન્ટિક સોન્ગ પણ રાખવામાં આવ્યા છે  ‘पानियों सा’ અને ‘तेरे जैसा’.

એક્ટિંગ:ફિલ્મમાં જોન અબ્રાહમ અને મનોજ વાજપેયી ની જબરદસ્ત એક્ટિંગ જોવા મળી રહી છે. સાથે જ સપોર્ટિંગ એક્ટર્સે પણ સારું એવું કામ કર્યું છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ આયશા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે, પહેલી ફિલ્મ ને રીતે જોવા જઈએ તો તેમણે ઠીક ઠાક કામ કર્યું છે. જો કે ફિલ્મમાં તેને વધુ કઈ કરવા માટે આપ્યું ન હતું.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!