MOVIE REVIEW: ફિલ્મ ‘ગોલ્ડ’….રીવ્યુ વાંચી લો પછી જ જોવા જાઓ ફિલ્મ

0

બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર ની ફિલ્મ ‘ગોલ્ડ’ ગઈકાલ ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મની કહાની શરૂ થતા જ 1936 માં થયેલા ઓલમ્પિક થી જયારે બ્રિટિશ ઇન્ડિયા ના હેઠળ ભારતીય ટિમ ગોલ્ડ મેડલ તો જીતી લે છે પણ તેના દિલમાં એક કસક રહી જાય છે. અને તે હતી પોતાનો ઝંડો ન લહેરાવવાની, પોતાનું રાષ્ટ્રગીત ન ગાવાની…તે જ સમયે ટીમના મેનેજર તપન દાસ(અક્ષય કુમાર) પ્રાણ લે છે કે એક દિવસ જયારે દેશ આઝાદ થશે ત્યારે ફરીથી ગોલ્ડ મેડલ જીતશું અને પોતાનો ત્રિરંગો લહેરાવાશું. તેના પછી વિશ્વમાં ચાલી રહેલી અશાંતિ ને લીધે ઘણીવાર ઓલમ્પિક રદ્દ થઈ હતી. આખરે આઝાદીના જંગ ના સમયે તપન દાસ ને જાણ થઇ કે 1948 માં ઓલમ્પિક થવાનું છે. અને તે ઠાની લે છે કે હોકી માં ગોલ્ડ મેડલ ભારત જ લાવશે.અક્ષય કુમાર આ ફિલ્મમાં હીરોના તૌર પર ખુદને પેશ નથી કરતા, ન તો તે હોકી ના કોચ બન્યા છે અને ન તો કેપ્ટન. પણ સિલેક્શનથી લઈને બજેટની પુરી જવાબદારી તેના પર હોય છે. તેવી જ રીતે ફિલ્મની પુરી જવાબદારી પણ તેના પર જ છે.
ટીવી એક્ટ્રેસ મૌની રોયે આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી મારી છે  જે ખુબ જ શાનદાર રહ્યું છે. જો કે આ ફિલ્મમાં તેનો રોલ ખુબ જ નાનો રહ્યો હતો. તે ફિલ્મમાં બંગાળી બોલી રહી છે. અક્ષય ની સાથે મૌની ની કેમેસ્ટ્રી પણ લોકોને ખુબ જ પસંદ આવી છે.
આ ફિલ્મને ‘રીમા કાગતી’ એ ડાયરેક્ટ કરી છે જે તેની પહેલા આમિર ખાનની ફિલ્મ તલાશ ને પણ નિર્દેશન કરી ચુકી છે. પુરી ફિલ્મ 2.30 સમયની છે અને થોડી સ્લો પણ છે. અમુક સીન શરૂ થયા પછી જાણે કે તે ખતમ જ નથી થાતા. શરૂઆતમાં ફિલ્મ થોડી બોરિંગ પણ લાગી શકે તેમ છે.
તેના ડાયરેક્શનની એક ખાસ વાત છે જે આ ફિલ્મને એક વાર જોવા લાયક બનાવે છે. તે છે ફિલ્મનું કલાઇમેકસ. ગ્રેટ બ્રિટેન અને ઇન્ડિયાની વચ્ચે આ હોકી મૈચ ને જે રીતે ફિલ્માવા આવેલું છે તે ખુબ જ ઈમોશનલ કરી દેનારું છે. લગભગ 2 કલાક સુધી બોર કરનારી આ ફિલ્મ કલાઇમેકસ માં એવી છે કે તમે સ્ક્રીન પરથી નજર હટાવી નહિ શકો. આ ફિલ્મમાં કુલ 8 સોન્ગ્સ છે. પણ એકપણ સોન્ગ એવું નથી જે તમારામાં જૂનુંન ભરી દે. ફિલ્મ જોયા પછી સિનેમા હોલની બહાર નીકળતા તમને એકપણ સોન્ગ યાદ નહિ હોય.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here