મિત્ર ની બહેન સાથે થયેંલી ઘટનાને લીધે બદલ્યો વિચાર, પર્વતારોહી એ કર્યા દહેજ લીધા વગર જ લગ્ન….

0

13 વર્ષ પહેલા સ્કૂલ માં ભણવાના સમયે મિત્ર ની બહેન ની સાથે થયેલી ઘટના ને પર્વતારોહી વીરેન્દ્ર પાનું નો વ્યવહાર અને વિચાર બદલાવી નાખ્યો હતો. તે સમયે દહેજ લીધા વગર જ પોતાના લગ્ન ના નિર્ણય ને વીરેન્દ્ર એ શુક્રવાર એ પૂરો કર્યો. વીરેન્દ્ર એ એક ચાંદી નો સિક્કો અને નારિયેળ લઈને હાંસીના મસૂદપુર ની રહેનારી સુશીલ સાથે સાત ફેરા લીધા. સુશીલ બીએસસી કરી રહી છે. લગ્ન નો પૂરો સમારોહ મસૂદપુર ગામમાં જ થયો હતો.મિલગેટ સ્થિત વિનોદ નગર ના રહેનારા વીરેન્દ્ર પાનું ના પિતા દયાનંદ પાનું રાજકીય કોલેજ સાથે લાઇબ્રેરીયન પદ થી સેવાનિવૃત્તિ છે. વીરેન્દ્ર એ 12 સુધી સેક્ટર 15 સ્થિત સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. સાથે જ પોતાની સાથે ભણી રહેલા મિત્ર ની બહેન ની સાથે દહેજ માટે પોતાના સાસરે થયેલી ઘટના ને લીધે તેને ઝટકો લાગ્યો હતો. તે જ સમયે તેમણે દહેજ લીધા વગર જ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. સુશીલ સાથે ના લગ્ન નક્કી થયા પછી તેમણે પોતાની દહેજ ન લેવાની વાત સુશીલ ના પરિવારના લોકોને જણાવી હતી. જેને લીધે લગ્ન દહેજ વગર જ થયા હતા. જયારે લોકો ને આ વાતની જાણ થઇ તો તેઓ પણ હેરાન રહી ગયા હતા.

વીરેન્દ્ર એ જણાવ્યું કે તે ત્રણ ભાઈઓ માં સૌથી નાના છે. પર્વતારોહણ માં શરૂઆત થી જ શોખ રાખનારા વીરેન્દ્ર એ અભ્યાસ પૂરું કરવાની સાથે અમુલ માં સુપરવાઈઝર ની નોકરી શરૂ કરી દીધી. પોતાના શોખ ને પૂરું કરવા માટે વીરેન્દ્ર એ પહેલા હિમાચલ ના મનાલીથી બૈઝિક માઉન્ટેયરિંગ નો કોર્સ કર્યો. જેના પછી એડવાન્સ કોર્સ મનાલી ના જ અટલ બિહારી વાજપેઇ ઇન્સ્ટિયૂટ થી કર્યો. તેના પછી મેથડ ઓફ ઇન્સ્ટ્રક્શન નો કોર્સ હિમાલયા માઉન્ટેયરિંગ ઇન્સ્ટિટ્યૂટ દાર્જિલિંગ થી કર્યો. આ દરમિયાન નોકરી થી વીરેન્દ્ર એ રજા લીધી હતી અને એક પછી એક પર્વત ની ટોંચ પાર કરતા ગયા.

વીરેન્દ્ર અત્યાર સુધી બે આંતરાષ્ટ્રીય સ્તર ના શિખરો માં વિજય મેળવી ચુક્યા છે. જેમાં સાઉથ આફ્રિકા ના માઉન્ટ કિલીમંજારો અને યુરોપ મહાદ્વીપ ના માઉન્ટ એલ્બ્રસ પર વિજય મેળવ્યો છે, હવે તે અમેરિકા નું સૌથી ઊંચું શિખર પાર કરવા માટેની યોજના બનાવી રહ્યા છે. વીરેન્દ્ર એ જણાવ્યું કે આ શોખ થી તેની પત્ની ને કોઈ જ અણગમો કે સમસ્યા નથી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here