માઉન્ટ આબુ પર જાઓ તો આ 8 જગ્યાઓ જોવાનું ભૂલશો નહિ, મજા આવી જશે

0

માઉન્ટ આબુ

Image Source

ભારત દેશ ના પશ્ચિમ તટ પર રાજસ્થાન માં આવેલ એક પહાડી નગર છે માઉન્ટ આબુ ગુજરાત ની નજીક આવેલ છે. આબુ ભારત ના અરવલ્લી ગિરી માળાઓ માં આવે છે અને સૌથી મોટો પહાડ માઉન્ટ આબુ છે. એ એક સુંદર દેખાતું હિલ સ્ટેશન છે.

માઉન્ટ આબુ ને અબ્રુદરાન્ય પણ કહેવાય છે. જેનું નામ નાગદેવતા અબ્રુદા પર પડ્યું હતું. ભગવાન શિવ ના બળદ નંદી ની રક્ષા કરવા માટે નાગદેવતા આ પહાડી નીચે આવ્યા હતા. પછી એનું નામ બદલી માઉન્ટ આબુ કરી દીધું. ઐતિહાસીક રૂપે આ સ્થાન ગુજ્જરો દ્વારા વસાવવા માં આવ્યું છે.

સંત વશિષ્ટ એ પૃથ્વી ના અસુરો નો વિનાશ કરવા માટે યજ્ઞ નું આયોજન કરવા માં આવ્યું હતું. જૈન ધર્મ ના ચોવીસ માં તીર્થંકર ભગવાન મહાવીર પણ અહીંયા આવ્યા હતા. એના પછી માઉન્ટ આબુ જૈન અનુયાયી માટે એક પવિત્ર અને પૂજનીય તીર્થસ્થળ બની ગયું છે.

માઉન્ટ આબુ ના જોવા લાયક સ્થળ

  • નક્કી ઝીલ
  • ગુરુ શિખર
  • સનસેટ પોઇન્ટ
  • ટોક રોક
  • દિલવાડા જૈન મંદીર
  • મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી
  • અચલગઢ

1. નક્કી ઝીલ

Image Source

પ્રાચીન કાળ માં જાણીતું નક્કી ઝીલ એક રસિયા બાલમ નામ ના વ્યક્તિ એ એના નખો થી એનું નિર્માણ કર્યું હતું. રસિયા પ્રાચીન સમય માં આબુ માં કામ કરવા ગયા હતા ત્યાં એમને રાજકન્યા સાથે પ્રેમ થઈ ગયો અને પછી તે રાજકન્યા ના પિતા એ શરત રાખી કે એના નખો થી એક જ રાત માં ઝીલ નું નિર્માણ કરી શકશે તો એના લગ્ન તેની દીકરી સાથે કરશે.

આજ ના યુગ માં નક્કી ઝીલ એક જોવાલાયક અને સુંદર સ્થળ છે. લોકો ત્યાં બોટિંગ કરવા માટે જાય. ગરમીઓ ની મોસમ માં ત્યાં વધુ લોકો જાય છે.

2. ગુરુ શિખર

અરવલ્લી પર્વતમાળા નું ઉચ્ચતમ બિંદુ છે. માઉન્ટ આબુ થી 15 કિમિ દૂર અરવલ્લી પર્વત શૃંખલા ની સૌથી ઊંચી ચોટી છે. ત્યાં ની ચોટી પર આવેલ મંદિર ની શાંતિ દિલ ને ખુશ કરી જાય છે. ગુરુ દત્તાત્રય મંદિર સૌથી પ્રાચીન મંદિર છે. ત્યાં ની દિવ્ય મૂર્તિ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવ નો અવતાર માનવા માં આવે છે. આ પર્વત પર અન્ય મંદિર ,શિવ મંદિર ,મીરા મંદિર અને ચામુંડી મંદિર છે.

3. સનસેટ પોઇન્ટ

સનસેટ પોઇન્ટ માઉન્ટ આબુ માં પર્યટકો માટે સાંજે અને સવારે જોવા લાયક કુદરતી સૌંદર્ય છે. અહીંયા લોકો સૂર્યાસ્ત અને સૂર્યોદય ને જોવા માટે લોકો આવે છે. આ એક જોવા લાયક સ્થળ છે.

4. ટોક રોક

દેડકા ના આકાર માં મળતો પથ્થર ને જોઈ ને એ પ્રતીત થાય છે કે હમણાં જ આ દેડકો ઝીલ માં કુદી પડશે
એની પાસે હજુ એક ચટ્ટાન છે જેને નન રોક ના નામે જણાય છે. આ ચટ્ટાન ઘૂંઘટ કાઢેલ કોઈ સ્ત્રી સમાન દેખાય છે.

5. મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી

અહીંયા રાજભવન માં અલગ અલગ પ્રકાર ના આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ પણ છે.

6. અચલગઢ

Image Source

માઉન્ટ આબુ થી ઉત્તર દિશા માં અચલગઢ ની પહાડીઓ છે. અને ત્યાં ભગવાન શિવ નું મંદિર છે. એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ માં ભગવાન શિવ ના ઘણા પ્રાચીન મંદિર છે. સ્કંદ પુરાણ ને મુતાબીક વારાણસી શિવ ની નગરી છે અને માઉન્ટ આબુ ભગવાન શંકર ની ઉપનગરી છે. અચલેશ્વર મહાદેવ મંદિર માઉન્ટ આબુ થી લગભગ 11 કિલોમીટર દૂર અચલગઢ છે.

7. દિલવાડા જૈન મંદિર

આ જૈનો નું મંદિર છે અને અહીંયા પાંચ મંદિર છે અને અહીંયા સંગેમરમર ની આકૃતિઓ બનેલ છે. અને વધુ પડતા લોકો આ મંદિર નું ભ્રમણ કરે છે આ પાંચ મંદિરો ના નામ રાજસ્થાન ના ગામ ના નામ પર રાખવા માં આવ્યા છે
મંદિરો ની કલાકૃતિઓ અને સુંદરતા જોવા માટે પર્યટકો અહીંયા આવે છે.

માઉન્ટ આબુ સુધી કઈ રીતે પહોંચાય.

  • હવાઈ માર્ગ

ઉદયપુર નું એરપોર્ટ 185 કિલોમીટર દુરી પર છે.અમદાવાદ એરપોર્ટ 225 કિલોમીટર ની દુરી પર છે.

  • ટ્રેન

નજીક નું રેલવેસ્ટેશન જે આબુ થી 28 કિલોમીટર દૂર છે.

  • રોડ દ્વારા
  • જયપુર થી માઉન્ટ આબુ [7 h 23 min (494.2 km)]
  • ઉદયપુર થી માઉન્ટ આબુ [2 h 48 min (163.3 km)]
  • અમદાવાદ થી માઉન્ટ આબુ [4 h 31 min (225.4 km)]
  • મહેસાણા થી માઉન્ટ આબુ. 3 h 4 min (151.7 km)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here