આ 2 દિવસમાં જ જો તમે આબુ ફરવા જવાના હોય તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે…વાંચો અહેવાલ

0

ભારતના હિલ સ્ટેશનોમાનું એક હિલ સ્ટેશન રાજસ્થાનમાં પણ આવેલું છે. તેનું નામ છે માઉન્ટ આબુ. આ સ્થળ પર દેશ ભરમાંથી પ્રવાસીઓ આવે છે ને અહીના કુદરતી વટાવરણણની મજા માણે છે.

પરંતુ અહીંયા રહેતા સ્થાનિકોને ઘણીમુશીબતોનો સામનો કરવો પડે છે. એમાની એક મુસીબત છે કે તેઓ મકાન બાંધી શકતા નથી.કે તેમના ડેમેજ મકાનોનું સમારકામ પણ કરી શકતા નથી. તેઓને તૂટેલ ફૂટેલ મકાનમાં રહેવાનો વારો આવ્યો છે.કેમકે ત્યાની સરકારે લગભગ 25 વર્ષથી મકાનમાં કોઈપણ બાંધકામની કે સમારકામ કરવાની ચોખ્ખી મનાઈ ફરમાવવામાં આવી છે. આના માટે સ્થાનિકોએ ઘણી મહેનત કરી પણ ત્યાના રહેવાસીઓની પીડાની કોઈને પડી નથી એટ્લે ત્યાના લોકોએ ગુસ્સે થઈને 2 દિવસ માઉન્ટ આબુ બંધ રહેશે.

માજાણવા મળ્યા મુજબ, આબુની બિલ્ડિંગ આસોશિએશને લોકોના સમર્થનમાં માઉન્ટ બંધનું એલાન કર્યું . કેમકે લગભગ 25 વર્ષથી માઉન્ટ આબુ પર કોઈપણ પ્રકારના બાંધકામની મંજૂરી આપવામાં આવી નથી. આ સમર્થનમાં હોટલ અને ટેક્સી એસોસિએશને પણ ટેકો આપ્યો છે. સોમવારના દિવસે સાંજના સમયે ત્યાના સ્થાનિકો સરકારને આ નીતિનો માથે કાળી પટ્ટી લગાવીને વિરોધ પ્રદર્શન કરશે. માટે માઉન્ટ આબુ આખું બંધ રહેવાથી ત્યાં જતાં પ્રવાસીઓને પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી શકે છે.

ત્યાના લોકોની સૌથી મોટી ને નડતરરૂપ બનતી સમસ્યા :

આખા માઉન્ટઆબુને સરકારે ઇકો સેન્સેટિવ ઝોનમાં સામેલ કરવામાં આવ્યું છે. જેના કારણે આ હિલ સ્ટેશન પર એકપણ પ્રકારનું બાંધકામ કોઈ વ્યક્તિ પરવાનગી વગર ન કરી શકે. 2009ના વર્ષમાં જ સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણીમાં જ આદેશ કર્યો હતો કે આવનાર બે વર્ષમાં આખા આબુનો સુપર માસ્ટર પ્લાન રેડી કરવામાં આવે. પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી.

પ્રવાસીઓને ચા પણ નસીબ નથીકારણ કે માઉન્ટ આબુનું બજાર અને તમામ શહેરના રેસ્ટોરાં સંપૂર્ણપણે બંધ છે, પ્રવાસીઓને ખાવા-પીવાનું કંઈ મળતું નથી. જે હોટેલોમાં પ્રવાસીઓએ પહેલાથી જ બુક કરાવી દીધું હતું, તે બંધ થવાને લીધે હોટેલ માલિકો દ્વારા રદ કરવામાં આવ્યા હતા. માઉન્ટ આબુ પર, પ્રવાસીઓને ચા પણ પીવા મળતી નથી. જે પણ પ્રવાસીઓ આવ્યા, તેઓને કોઈ હોટલ અથવા ગેસ્ટ હાઉસ મળ્યા નહીં.

પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુ છે. તેથી જો તમે રજાઓ દરમિયાન માઉન્ટ આબુ કરવાની યોજના તમારો પ્લાન કેન્સલ કરજો.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here