મોટી મોટી હોટલના 9 એવા સિક્રેટ જે ક્યારેય નથી આવતા ગ્રાહક સામે, વાંચો અને હવે ધ્યાન જરૂર આપજો.

0

જયારે પણ આપણે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારીએ ત્યારે સારામાં સારી હોટલ શોધવાનું કામ પણ કરીએ જ છીએ. એ જ હોટલમાં જયારે આપણે રહીએ છીએ ત્યારે ત્યાનો સારો અનુભવ લઈએ છીએ તો ઘણીવાર આપણને આપણી પસંદ પર અફસોસ પણ કરીએ છીએ. ચાલો આજે અમે તમને જણાવીએ થોડી એવી ટીપ્સ જે તમને હવે જયારે પણ ફરવા જશો ત્યારે કામ લાગશે.

આવો તમને હોટલની એવી વાતો જણાવીએ જે હોટલવાળા ક્યારેય પોતાના ગ્રાહકને જણાવતા નથી.

૧. કોઈપણ રૂમ તમને મળશે અડધી કિમતે.

હોટલમાં ખાલી રૂમ એ બહુ સસ્તામાં આપી દેતા હોય છે અને આની સાથે તેઓ રૂમનું ભાડું એ ક્યારેય કોઈને જણાવતા નથી કારણ કે ઘણીવાર તેમને એવા ગ્રાહક મળતા હોય છે જે રૂમની માટે મોં માંગ્યા ભાવ આપતા હોય છે. જો તમે કોઈવાર ધ્યાન આપ્યું હોય તો ઓનલાઈન બુકિંગ સમયે આપણને રૂમની જાહેરાત દેખાતી હોય છે ત્યારે હોટલનું નામ લખેલું નથી આવતું પણ જયારે તમે એ રૂમનું બુકિંગ કરશો ત્યારે હોટલનું નામ આપણી સામે આવે છે. ત્યાં હંમેશા આપણને ૩ થી ૪ સ્ટાર હોટલ જ આપણને દેખાય છે. આવામાં જ્યાં આપણે રોકાવું હોય એ જગ્યાની પસંદ કરી શકીએ છે અને આમાં ઘણીવાર રિઝર્વેશન કેન્સલ કરવું શક્ય નથી હોતું.

હજી એક મહત્વની વાત તમને જણાવી દઈએ કે જો તમે સાંજે ૬ વાગ્યા પછી રૂમ બુક કરો છો તો સવારના પ્રમાણે ભાડું એ સસ્તું પડશે.

૨. બુકિંગ કરો ત્યારે તમે ભાવતાલ કરી શકો છો.

હોટલમાં જયારે તમે રૂમ બુક કરાવો છો ત્યારે તમને ૩૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળે છે. એટલા માટે જો કોઈ વ્યક્તિ એ સીધો જ હોટલ પર જાય કે પછી ફોન કરીને બુકિંગ કરે તો તેમાં સારું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ખાસ ત્યારે ડિસ્કાઉન્ટ મળી શકે જયારે એક એરિયામાં હોટલો બહુ ઓછી હોય.

૩. હોટલમાં મળતી મફત સેવા.

હોટલમાં ચેક ઇન કરીએ ત્યારે ત્યાં તમને શું ફ્રીમાં મળવાનું છે તેની જાણકારી લેવાનું ભૂલતા નહિ કારણ કે હોટલમાં બોટલવાળું પાણી, ઈસ્ત્રી, ફોન ચાર્જર અને બોર્ડ ગેમ જેવી ઘણી સર્વિસ ફ્રીમાં આપવામાં આવતી હોય છે. અમુક હોટલ્સમાં ટેક્સીની સર્વિસ પણ ફ્રીમાં આપવામાં આવતી હોય છે. આ સિવાય અમુક વાર અમુક હોટલમાં તો નજીકની કોઈ જગ્યાએ થવાવાળા કોન્સર્ટની ટીકીટો કે પાસ પણ મંગાવી શકો છો. અહિયાં જરૂરત પડે ત્યારે ડોક્ટરને પણ બોલાવી શકો છો. ઘણી હોટલમાં નાસ્તો પણ આપવામાં આવતો હોય છે.

૪. પરમીશન વગર બીજી હોટલમાં મોકલી શકે છે.

હોટલમાં અવારનવાર એ વધારે અને વધારે બુકિંગ થાય એના માટે ઘણી સ્કીમ મુકતા હોય છે અને ઘણીવાર જગ્યાથી વધારે બુકિંગ પણ કરી લેતા હોય છે. આવું એ લોકો એટલા માટે કરતા હોય છે કે જો કોઈ વ્યક્તિ એ બુકિંગ કેન્સલ કરાવે તો તેમનો રૂમ એ ખાલી રહે નહિ.અને જો કેન્સલ ના થાય તો તમને તેઓ બીજી હોટલમાં શિફ્ટ કરી શકે છે આવું થાય ત્યારે તમે એ હોટલવાળા લોકોને મોંઘા રૂમો કે પછી ફ્રીમાં ફરવા જવા માટેની માંગણી કરી શકો છો.

૫. રૂમ હંમેશા નથી હોતા સાફ.

હોટલના દરેક રૂમમાં કોઈને કોઈ રોકાતું જ હોય છે એટલે દરેક વખતે તમે ચેક ઇન કરો ત્યારે રૂમની સફાઈ એ સારી રીતે કરવામાં આવી છે કે નહિ એ બરોબર ચેક કરી લેવું.

૬. દરેક રૂમ એકસરખા નથી હોતા.

જયારે પણ તમે રૂમ બુક કરો ત્યારે રિસેપ્શન પર તમને જણાવવામાં આવે છે કે દરેક રૂમ એ એકસરખા જ છે પણ હકીકતમાં એવું નથી હોતું. એક જાણકાર વ્યક્તિનું કહેવું છે કે લગભગ દરેક હોટલના દરેક રૂમ એ અલગ અલગ હોય છે. દરેક રૂમની કોઈને કોઈ વિશેષતા હોય છે અમુક રૂમમાં બાથરૂમ મોટું હોય તો કોઈમાં બારી બહારના દ્રશ્યો સારા હોય, તમે એક વાત હમેશા યાદ રાખજો કે ખૂણાવાળો રૂમ એ હંમેશા મોટો હોય છે. એટલે જયારે તમે રિસેપ્શન પર બુકિંગ કરાવો ત્યારે આ માહિતી પૂછીને પછી જ બુક કરાવો.

૭. રિસેપ્શન વાળા લોકો તેની જ સલાહ આપશે જ્યાંથી તેમને પૈસા મળતા હશે.

જયારે પણ તમે કોઈ હોટલમાં રોકશો તો રિસેપ્શન પરથી તમને એવી જગ્યાઓ વિષે માહિતી આપવામાં આવશે જ્યાંથી તેમને સારી કમાણી થતી હશે. તેઓને તમારી પસંદ – નાપસંદ ની કોઈ પરવા નથી હોતી તેઓ ફક્ત તેમનો જ ફાયદો જોતા હોય છે. આવામાં તમે આસપાસના લોકો કે પછી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો.

૮. ફરિયાદ ની જરૂરત લાગે તો અવશ્ય ફરિયાદ કરો.

જો તમને તમારા રૂમમાં કોઈ તકલીફ હોય તો તેને અવગણશો નહિ. તરતજ તેના વિષે ફરિયાદ કરો. કારણ કે હોટલ સર્વિસ એ ક્યારેય નહિ ઈચ્છે કે તેમનો ગ્રાહક એ નારાજ થઈને તેમની હોટલ પરથી જાય. એટલા માટે તમને ખુશ કરવાના એ પૂરતા પ્રયત્ન કરશે.

૯. રૂમમાં આપેલ તિજોરી કે લોકર પર ભરોસો કરવો નહિ.

હોટલના રૂમમાં તમને તમારો કિમતી સમાન રાખવા માટે કોઈ તિજોરી કે પછી લોકર આપવામાં આવ્યું હોય તો તેનો ભરોસો ક્યારેય કરવો નહિ. જો તમે વસ્તુને હોટલ પર રાખવા માંગો છો તો તેને રિસેપ્શન પર જમા કરાવી દો આમ કરવાથી તમને તમારા સમાનની રીસીપ્ટ પણ મળશે.

જો તમે અત્યાર સુધી અનેક હોટલમાં રહી ચુક્યા છો તો પણ કદાચ જ તમે આ બધી માહિતી જાણતા હશો. હવે જયારે પણ કોઈ હોટલમાં રૂમ બુક કરો ત્યારે અહિયાં જણાવેલ માહિતી પર ધ્યાન જરૂર આપજો. આ માહિતી એ તમારા દરેક મિત્રો અને પરિવાર જનો સુધી પહોચાડો. જેથી કરીને તેઓ જયારે પણ હોટલમાં રૂમ બુક કરે તો તેમને મદદ મળી રહે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here