આજકાલના બદલાઈ રહેલા લાઇફસ્ટાઇલ ને લીધે લોકોની શારીરિક ક્ષમતા કમજોર થવા લગી છે. અને તેને ફરીથી કાર્યરત કરવા માટે લોકો અનેક પ્રકારની દવાઓ નો પણ સહારો લેતા હોય છે, પણ આજે અમે તમને એક એવી ઘરેલુ ચીજ વિશે જણાવીશું જેને ખાવાથી તમારામાં જટ્ટ થી તાકાત આવી જાશે.1. સારા સ્વાસ્થ્ય માટે મોટી એલચી ખુબ જ કારગર હોય છે.તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટિસેપ્ટિક વગેરે ગુણ શરીર ને ઘણી ગંભીર બીમારીઓથી પણ બચાવે છે.
2. મોટી એલચી ખાવાથી પુરુષો માં શારીરીક નબળાઈ દૂર થઇ જાય છે. જો એલચી ના દાણા, જાવિત્રી(જાયફળ),બદામ, ગાયના દૂધ નું માખણ અને ખાંડ ને સમાન માત્રામાં લઈને એકસાથે ખાવાથી નબળાઈ દૂર થઇ જાય છે. તેનાથી અન્ય શારીરિક બીમારીઓ પણ ઠીક થઇ જાય છે.
3. મોટી એલચી માં એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જેને લીધે તે ઘા કે ઇજા ને ઠીક કરવામાં પણ મદદગાર છે. તે ચેપ લાગવાના ખતરા ને પણ ઓછું કરી દે છે, તેને ઉપીયોગમાં લેવા માટે ઇજા ના ભાગ પર એલચી નો પાઉડર લગાવો, આ સિવાય રોજ એક ગ્લાસ પાણીમાં 3 એલચી ને ઉકાળીને પીવું જોઈએ.
4. મોટી એલચી પેઇનકિલર ની જેમ કામ કરે છે. જેને લીધે માથાના દુખાવો, થાક, તણાંવ વગેરેથી રાહત મળે છે, રોજ રાતે એક મોટી એલચી ખાઈને સૂવાથી સવારે તાજગી નો અનુભવ થાય છે.
5. એલચી માં એંટીબેકેરીયલ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ પણ હોય છે. જેને લીધે તેને ખાવાથી મોં ની ખરાબ વાંસ પણ દૂર થઇ જાય છે.
6.જો કોઈ વ્યક્તિ ને નોળીયા(એક જાતનું પ્રાણી) એ ડંખ માર્યો છે તે તેના ઝેર ને દૂર કરવા માટે એલચી નું ચૂર્ણ ખુબ જ ફાયદામાં રહે છે. તેના માટે અળધી ચમચી એલચી ના ચૂર્ણ ને બે ચમચી દહીં ની સાથે ખવડાવવાથી ઝેર નીકળી જાય છે.
7. જો કોઈને પિત્ત ની બીમારી છે તો સવારે ઉઠતા જ ખાલી પેટ બે એલચી રોજ ચાવવી જોઈએ જેના પછી નવશેકુ દૂધ પીવું જોઈએ.
8. આ સિવાય એલચી અસ્થમા અને ઉધરસ થી પણ રાહત અપાવે છે. તેનાથી ફેફસા ની સમસ્યા ને પણ રાહત મળે છે.
9. મોટી એલચી માં વધારે માત્રા માં ઓક્સીડેન્ટ હોય છે. તેમાં રહેલા તત્વ કેન્સર થી બચાવે છે. તેના અનિયમિત સેવનથી બ્રેસ્ટ, કોલોન અને ઓવેરીયમ ના કેન્સર નો ખતરો પણ દૂર થઇ જાય છે.
10. મૂત્રાશય માં આવેલી સસમયા ને પણ દૂર કરવા માટે તે ખુબ જ લાભકારી છે. તેના માટે તમારે મોટી એલચી ના અમુક દાણા ને સૂંઠ ની સમાન માત્રા માં લઈને દાડમ ના રસ કે દહીં ના ગાળેલા પાણી માં સિંધા મીઠું ભેળવીને પીવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે.
Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
