જાણો કઈ ઉંમરમાં માં બનવું બાળક માટે બની શકે છે ફાયદેમંદ….

0

કહેવાય છે કે કોઈપણ યુવતી ત્યારે પૂર્ણ થાય છે જ્યારે તે એક બાળકને જન્મ આપે છે. પણ આજકાલ જીવનની વ્યસ્તતાને જોઇને ઘણી એવી મહિલાઓ માં બનવાનું ડીસીજન ખુબ જ જલ્દી લઇ લેતી હોય છે કે પછી ખુબ દેરી થી. બંને વિકલ્પોમાં તેની અસર તેના થનારા બાળક પર પડે છે. જેને લીધે ગર્ભસ્થ શિશુમાં વિકૃતિ ની આશંકા વધી જાય છે. આવો તો જાણીએ બાળકને જન્મ આપવા માટે મહિલાઓની કઈ ઉંમર બેસ્ટ છે.રીસર્ચ અનુસાર બાળકને જન્મ આપવાની યોગ્ય ઉમર 20 થી 35 વર્ષની વચ્ચે છે. તેના પહેલા કે તેના બાદ ગર્ભધારણ કરવા પર બાળક પર વિકૃતિની શંકા વધી જાય છે. જો કે આ વિકૃતિઓ ક્રોમોસોમ જીનમાં થયેલી ગડબડીનાં લીધે થઇ શકે છે. માટે વધુ કે ઓછી ઉંમરમાં ગર્ભધારણ કરવાથી બચવું જોઈએ.
એક શોધ અનુસાર એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે જે મહિલાઓ લગ્નના તરત જ બાદ બાળકને જન્મ આપે છે, તેઓને ગર્ભધારણ કરવામાં તો સમસ્યા આવે જ છે સાથે જ તેનું થનારૂ બાળક પણ અસ્વસ્થ જ પૈદા થાય છે. આવી માતાઓ અને તેના થનારા બાળકનાં જીવ પર ખતરો વધી જાય છે. આ અવસ્થાને પ્રી-એક્લેપસીયા કહેવામાં આવે છે.
શોધકર્તાઓએ પહેલીવાર ગર્ભધારણ કરનારી 2,507 મહિલા નાં આ વિષયમાં વાત કરીને તેઓને પૂછ્યું કે તે બાળકના પિતા સાથે કેટલા સમયથી છે, તેના બાદ પરિણામોથી જાણ થઇ કે જે મહિલાઓ લગ્નના 6 મહિનામાં જ ગર્ભવતી બની ગઈ છે તેના બાળકો અપેક્ષાક્રૂસ સ્વસ્થ હતા અને તેમાં પ્રી-એક્લેપ્સીયા ની સંભાવના પણ ઓછી હતી. તેના બાદ એ રીપોર્ટ નીકાળવામાં આવ્યો કે લગ્નના અમુક સમય રોકાઈને બાળક પૈદા કરવું માં અને થનારા બાળકનાં સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.ઓછી કે વધુ ઉંમરમાં ગર્ભધારણ કરવાથી નુકસાન:
જે હિલાઓ 35 થી વધુ કે 18 પહેલાની ઉમરમાં ગર્ભધારણ કરે છે તેઓના બાળકોમાં માનસિક કમજોરી આવી શકે છે. સાથે જ આવા બાળકો અન્યની તુલનામાં શારીરિક અને માનસિક તૌર પર કમજોર પણ હોય છે. જો કે ગર્ભધારણ કરવાની ઉમર પર કોઈ સટીક અંદાજો તો નથી લગાવી શકાતો પણ 30 વર્ષની ઉમર પહેલા ગર્ભધારણ કરી લેવું જોઈએ. કેમ કે 35 બાદ ગર્ભધારણ કરવાની ક્ષમતા પણ ઓછી થઇ જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!