મોટાભાઈ સાથે ઝગડીને અલગ થયા હતા અનિલ અંબાણી, હવે કહ્યું-સાથ આપવા માટે આભાર…

0

આર-કૉમ ના પુરી રીતે ટેલિકોમ બિઝનેસ થી નીકળવાની ઘોષણા અનિલ અંબાણી એ કરી દીધી છે. તેની સાથે જ દેશમાં ટેલિકોમ સેક્ટરની વ્યવસ્થા બદલાવનારી આ કંપની ની સફર પણ પુરી થઇ ગઈ છે. આર-કૉમ શેયર હોલ્ડર્સ ની સામે આ વાતની ઘોષણા કરતા અનિલ અંબાણી થોડા ભાવુક દેખાયા હતા. આ દરમિયાન તે પોતાના મોટાભાઈ મુકેશ અંબાણી નો આભાર માનવાનું ભૂલ્યા ન હતા. મુકેશ અંબાણી નો આભાર પ્રગટ કર્યો:

અનિલ અંબાણી એ રિલાયન્સ કોમ્યુનિકેશનનું સમર્થન અને સલાહ આપવા માટે પોતાના મોટાભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો. રિલાયન્સ કોમ્યુનિકેશનની 14 મી વાર્ષિક સામાન્ય બેઠકમાં શેયરધારકો ને સંબોધિત કરતા અનિલ અંબાણી એ મુકેશ અંબાણી નો આભાર પ્રગટ કર્યો હતો, જેમણે અવિભાજિત સમૂહના ટેલિકોમ કારોબાર ની સંકલ્પના તૈયાર કરી અને આરકૉમ ના કારોબારો ને ખરીદ્યું.મોટાભાઈ મુકેશ અંબાણી નો આભારી છું:

અનિલ અંબાણી એ કહ્યું કે, ”આરકૉમ ને વધુ વ્યક્તિગત રૂપથી મને સમર્થન અને સલાહ આપવા માટે હું મારા મોટાભાઈ નો આભાર પ્રગટ કરું છું’. મુકેશ અંબાણી એ 4જી સ્પેક્ટ્રમ ની સફળ બોલી લગાવનારી એક કંપની ને ખરીદીને ટેલિકૉમ સેક્ટર માં કદમ રાખ્યો.
જિયો ને થઇ શકે છે એકાધિકાર:તેની કંપની રિલાયન્સ જીઓ પર આક્રમક માર્કેટિંગ માટે ટેલિકૉમ સેક્ટર માં સમસ્યાઓ ઉત્પન્ન કરવા માટે આરોપ લગાવામાં આવે છે. તેના પર અનિલ અંબાણી એ કહ્યું કે ટેલિકૉમ સેક્ટરમાં સકારાત્મક વિધ્વંસ થયું છે. તેનાથી સેક્ટરમાં આલ્પાધિકાર ઉત્પન્ન થયો. આવનારા સમયમાં થઇ શકે છે કે માત્ર દ્વિઅધિકાર થઇ જાય અને એ પણ સંભવ છે કે એકાધિકાર થઇ જાય.

ખુબ જ ઓછા મોકાઓ પર લીધું નામ:

જણાવી દઈએ કે એક દશક પહેલા કારોબાર ને અલગ કર્યા પછી ખુબ જ ઓછા મોકાઓ પર અનિલ અને મુકેશ અંબાણી એ એક બીજાનું નામ લીધું હશે. એવામાં કંપની ની સામાન્ય સભા માં મોટાભાઈ નું સીધું જ નામ લીધા પછી માનવામાં આવી રહ્યું છે કે બંને ભાઈઓના સંબંધ હવે પહેલા કરતા વધુ સારા બની ગયા છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here