મોટાભાગે ભારતીય કપલ્સ કરે છે આ 10 ભૂલો, જો જો તમે પણ ન કરતા…..જાણો ઉપીયોગી 10 ટિપ્સ

0

પ્રેમમાં પડવું હર કોઈની પહેલી ચાહત હોય છે. આલમ એ છે કે તે સ્કુલના દિવસો માંથી જ ઈશ્કની ખુમારી રોમાંસ ની ગલીયારો થી આપણા દિલોમાં અને દિમાગમાં દસ્તક દેવા લાગી જાતી હોય છે. કોલેજ સુધી આવતા આવતા તો મામલો ખુબજ બેકાબુ થઇ જાતો હોય છે. આંખો મળી નહી કે મોહબ્બત પરવાન ચઢવા લાગી જાય છે.

પણ દોસ્તો વાત માત્ર આટલી જ નથી હોતી. કેમ કે પ્રેમમાં પડવું એ પહેલું પગલું આગળ વધારવા સમાન હોય છે. અસલી સફર તો તેના બાદ શરુ થતો હોય છે. મતલબ કે પ્રેમની જે પ્યારી-પ્યારી વાતો સાંભળીને તમે તેના ચક્કરમાં પડી જતા હોવ છો, પણ તેની સાચી ચુનોતીઓ તો અમુક સમય બાદ શરૂ થતી હોય છે.

પછી તો કપલ્સમાં લડાઈ જગડા શરુ થઇ જતા હોય છે. જોત જોતામાં લબ બર્ડ્સ પોતાના રસ્તાઓ પણ અલગ કરી દેતા હોય છે. તમારી સાથે પણ આવું ન થાય તેના માટે અમે તમારા માટે આ ટીપ્સ લઈને આવ્યા છીએ. તો ધ્યાનથી વાંચજો અને સમજજો.

1. સાથે મળીને કરો કામ:

જ્યારે તમે એકબીજા સાથે લાઈફમાં એકસાથે આગળ ધવાનું નક્કી કરી જ લીધું છે તો સૌથી પહેલા તમારે દરેક બાબતોની પ્રાથમિકતા નક્કી કરવી પડશે. પછી વાત ખર્ચાઓની હોય કે જરૂરિયાતોની. સાથે મળીને કરવામાં આવેલા પ્રયાસોથી તમારી વાત બની જાશે.

2. ફૈમિલી પ્લાનિંગ:

બાળકો તો તમારી દુનિયામાં આવનારી બીજી સુંદર અને ખુશીની વાત હોય છે. અરે પહેલી તો તમારી પ્રેમિકા હોય છે ને..! એવામાં બાળકો માત્ર એટલા માટે કરવા ન જોઈએ કે બાજુવાળાને ત્યાં તો થઇ ગયા છે. આ આઈડીયા ઠીક નથી. તમે જ્યારે માનસિક-શારીરીક અને આર્થિક રૂપથી તૈયાર થઇ જાવ પછી જ બાળકો માટેનો કદમ ઉઠાવો.

3. એક-બીજાને જાણો:

ક્યા સુધી સોશિયલ મીડિયા પરની વાતોમાં તમારો સમય વાપરશો. અમારી માનો તો, સામે-સામે બેસીને એકબીજા સાથે વાતો કરો. આ બહાનાથી એકબીજાની લાઈફને પણ સારી રીતે જાણી શકશો.

4. છુપાવનારી વાત ન હોય:

પૈસા તો વસ્તુ જ એવિ છે કે ગમે તેવા લોકોમાં વિવાદ પૈદા કરાવી શકે છે.એવામાં તમારી વચ્ચે ‘મારા પૈસા’ અને ‘તારા પૈસા’ જેવી વાતો ન આવે તો વધારે સારું. સારી વાત તો એ રહેશે કે તમારી વચ્ચે ‘આપણા પૈસા’ જેવો ભાવ હોય.

5. ગંભીરતા લેવી:

મોટાભાગે સંબંધમાં એવું હોય છે કે અમુક સમયમાં આપણે આપણા કરીબીઓને અનદેખા કરવા લાગતા હોઈએ છીએ. આવું કરવાથી બચો. નાની-નાની વાતો માં ઘણી એવી ખુશી છુપાયેલી હોય છે. જરૂર છે તો માત્ર તેના પર ધ્યાન આપવાની.

6. પૂરો સમય લો:

પાર્ટી કે ઇવેન્ટમાં લોકોની વચ્ચે એ જ્તાવાની કોશીસ ન કરો કે તમારું રીલેશન કેટલું મજબુત છે. તે તો સમયની સાથે જાતે જ દેખાવા લાગે છે. ફિલહાલ તો તમારા રીલેશનને સમય આપો. અને તેને બેહતર બનાવો.

7. ધ્યાનથી સાંભળો:

રીલેશનશીપમાં મોટાભાગે થતું હોય છે કે આપણો પાર્ટનર શું કહેતો હોય છે અને આપણે કઈક બીજું જ સમજતા હોઈએ છીએ. પણ આ પરીસ્થિતિઓમાં તમને તમારા પાર્ટનરની વાત સાંભળવી જોઈએ. કારણ કે એક-બીજાને ધ્યાનથી સાંભળવા પર કોઈ પણ પ્રકારની ગલતફેમીઓ પણ નહી રહે.

8. ખુદ માટે સમય નીકાળો:

દિનભરની ભાગ દૌડ માટે ખુદને માટે સમય આપવાનું તો ભૂલી જ જતા હોઈએ છીએ. આવું તો બિલકુલ ન કરો. જ્યારે પણ મૌકો મળે ક્વોલીટી ટાઈમ વિતાવો. તેનાથી તમારા રીશ્તામાં પણ નવી તાજગી મળશે.

9. સમય આપશો તો થશે ફાયદો:

આ વાતતો તમે જાણતા જ હશો કે જે વસ્તુને જેટલો સમય આપવામાં આવે, ફાયદો પણ તેટલો જ મળે છે. આવું જ કઈક રિશ્તાઓમા પણ હોય છે. તમે બંને સાથે જેટલો સમય વિતાવશો, તેટલો જ લાંબો તમારો રિશ્તો રહેશે.

10. જીવી લ્યો દરેક પલને:

આ બાબત જો તમે તમારા રીશ્તામાં લાવશો તો તમારા રીશ્તામાં પણ રોમાંસનો સમંદર જાગી ઉઠશે. હવે વિચાર્યા વગર જ આ ટેકનીકને ફોલો કરો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!