મોંઘી ચીજોના શોખીન છે મુકેશ અંબાણી, 5 વસ્તુઓ છે તેમની પાસે…

દેશના સૌથી અમીર શખ્સ અને રિલાયન્સના માલિક મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સ મેગેઝીનના રિયલ ટાઇમ બિલિયનર્સના લિસ્ટમાં મુકેશ અંબાણીએ 42.1 અબજ ડોલર એટલે કે અંદાજે 2.73 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે ચીનના હુઇ યાનને પાછળ રાખી દીધા છે.

1.મુકેશ અંબાણી જીવે છે રોયલ લાઇફ:

પાર્ટીઓના શોખીન છે મુકેશ અંબાણી. દરેક પ્રસંગે અંબાણી પાર્ટીનું આયોજન કરતા હોય છે. અને બોલીવુડ સેલેબ્સ પણ આ પાર્ટીઓમાં આવે છે. મુકેશ અંબાણીની પાસે ઘણી એવી મોંઘી ગાડીઓ છે. જે ફક્ત અમીર વ્યક્તિ જ ખરીદી શકે છે. અમે આપને આજે મુકેશ અંબાણીની આવી જ મોંઘી ગાડીઓ અંગે જણાવી રહ્યા છીએ જે તેમની પાસે છે.

2.એન્ટિલિયા:

દેશના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે એન્ટિલિયા જેમાં મુકેશ અંબાણી રહે છે. તેમનું આ ઘર મુંબઇના અલ્ટામાઉન્ટમાં છે. 27 માળની જે બિલ્ડિંગમાં તે રહે છે તેની સાફ-સફાઇ માટે 600 નોકર છે. જે કાયમ હાજર હોય છે. આ ઘરમાં 168 કાર ઉભી રાખવાની જગ્યા છે. છત પર 3 હેલીપેડ પણ બનાવાયા છે. તેમના ઘરમાં સ્વીમિંગ પૂલ અને સ્પા રૂમ પણ છે.

3.8.5કરોડનીBMW:

મુકેશ અંબાણી BMW760Li ગાડીમાં ટ્રાવેલ કરે છે. જેની કિંમત 8 કરોડ 50 લાખ છે. તેમની ગાડી બુલેટ પ્રૂફ છે. તેમાં બોર્ડ કોન્ફરન્સ સેન્ટર, લેપટોપ અને ટીવી સ્ક્રીન છે. તે દરેક જગ્યાએ આ કારમાં જ ફરે છે.

4.તેમની પાસે પોતાની એરબસ પણ:

મુકેશ અંબાણીની પાસે એરબસ-319 જેટ છે, જેની કિંમત 242 કરોડ છે. આ જેટ 2007 માં મુકેશે પત્ની નીતા અંબાણીને બર્થડે પર આપ્યું હતું. આ જેટમાં ઓફિસ અને કેબિનની સાથે મ્યૂઝિક સિસ્ટમ, સેટેલાઇટ ટેલીવિઝન અને વાયરલેસ કોમ્યુનિકેશન લાગેલું છે. એટલું જ નહીં આ એરબસમાં એક રોયલ બેડરૂમ પણ છે. એક બાર પણ છે.

5.બે પ્લેન પણ છે તેમની પાસે:

એરબસની સાથે-સાથે મુકેશ અંબાણીની પાસે બિઝનેસ જેટ-2 અને ફાલકન 900 ઇએક્સ પણ છે. તેમાં બિઝનેસ ઓફિસ, બોર્ડરૂમ અને પ્રાઇવેટ બેડરૂમ પણ છે. જે કોઇ શ્યૂટથી કમ નથી. બોઇંગ બિઝનેસ જેટની કિંમત 73 મિલિયન ડોલર છે તો ફાલકન 900 ઇએક્સની કિંમત 43.3 મીલિયન ડોલર છે.

News: DivyaBhaskar

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!