મની પ્લાન્ટને દરરોજ પાણી આપ્યા બાદ કરો આ ઉપાય, ધન સંપત્તિની ક્યારેય નહીં થાય અછત…

0

માણસ પર વાસ્તુશાસ્ત્રનો વધારે પ્રભાવ હોય છે. જો વાસ્તુશાસ્ત્રના ઉપાયોનું પાલન કરવામાં આવે તો હાનિ કે દુષપ્રભાવથી બચી શકાય છે. ઘરમાં વાસ્તુ નિયમોનું પાલન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે.

મની પ્લાન્ટના વાસ્તુ ઉપાય:
વાસ્તુની સહાયતાથી ઘરમાં આવતી હોની કે પરેશાનીઓને દૂર કરી શકાય છે. ઘરનું વાસ્તુ ઠીક કરવા માટે લોકો અલગ અલગ ઉપાયો કરે છે, પણ ઉપાય કરતાં પહેલા ઉપાય જાણી લેવો જોઈએ. કારણ કે ઉપાય સાચી રીતથી ન કરવામાં આવે તો સકારાત્મક પરિણામ નહીં મળે અને કદાચ નકારાત્મક પરિણામ પણ મળી શકે.
વાસ્તુ અનુસાર ઘરમાં મની પ્લાન્ટ રાખવો ખૂબ જ શુભ મનાય છે. આ ઘરમાં ધનની આવક વધારે છે અને દુઃખ અને મુસીબતોને દૂર કરે છે. તમને ઘણા ઘરમાં મની પ્લાન્ટ જોવા મળશે પણ ચકાસણી કરશો તો ખ્યાલ આવશે કે ખૂબ થોડા જ લોકો છે જે મની પ્લાન્ટનો લાભ મેળવે છે.
વાસ્તુ અનુસાર ઘરમાં મની પ્લાન્ટ લગાવવા માટે દિશા જ્ઞાન હોવું જરૂરી છે અને મની પ્લાન્ટનું ધ્યાન પણ રાખવું ખૂબ જરૂરી છે. મની પ્લાન્ટને હંમેશ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો. મની પ્લાન્ટનો બીજો નિયમ એ છે કે એને સમયસર પાણી આપતા રહેવું જોઈએ.
તમારે કોઈપણ સંજોગોમાં મની પ્લાન્ટને સુકાવા ન દેવું જોઈએ. જો એ પાણીની અછતથી સુકાય છે તો તમારા ઘરમાં પૈસાની અછત સર્જાય છે. આ દિશાઓમાં મની પ્લાન્ટ બરાબર છે. જ્યારે ઘરમાં મની પ્લાન્ટ લગાવો ત્યારે એના પત્તા અને વેલની નીચે લટકવી જોઈએ.
આનાથી તમારા પૈસા આવવાની જગ્યાએ જવા લાગશે, એટલે કે પત્તા અને વેલ હંમેશા ઉપરની તરફ જ વધવી જોઈએ. તમે એક દોરીથી ઉપરની તરફ વેલને બાંધી શકો છો. આ બધા નિયમોના પાલનની સાથે સાથે તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે.
તમે જ્યારે મની પ્લાન્ટને પાણી આપો ત્યારે ત્યાં ચાર અગરબત્તી ફેરવીને, બે અગરબત્તી મનીપ્લાન્ટ પાસે રાખવી અને બીજી બે ઘરમાં લક્ષ્મીજીના ફોટા પાસે રાખી દો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નઈ થાય અને નવા રસ્તાઓ પણ ખુલશે.

Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here