મોક્ષદા એકાદશી વ્રત ,શુભ મુહૂર્ત, પૂજા વિધી અને તેનુ મહત્વ….. વાંચો લેખ

0

માગશર મહિના ની આગામી તા.19.12.2018 ના દિવસે મોક્ષદા એકાદશી છે…

એકાદશી ના નું વ્રત હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. પુરા વર્ષમાં જેટલી પણ એકાદશી આવે છે તે બધી જ એકાદશી પુણ્યદાયી માનવામાં આવે છે. જાણતા અજાણતા કરેલા પાપ ઓના પશ્ચાતાપ કરવા માટે વ્યક્તિએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વર્ષ દરમ્યાન આવતી એકાદશીનું મહત્વ અલગ હોય છે.

શાસ્ત્રોમાં અમુક એકાદશીનું મહત્વ અલગ જ માનવામાં આવે છે એમાંથી આ એક ખાસ એકાદશી છે તે મોક્ષદા એકાદશી..

માર્ગશીર્ષ મહિનામાં શુકલ પક્ષમાં આવવાવાળી એકાદશીનું નામ મોક્ષદા છે.

આજે આપણે જોઇશું કે મોક્ષદા એકાદશી નું વ્રત શુભ મુહૂર્ત પૂજા વિધિ તથા મહત્વ…

શુભ મુહૂર્ત

વર્ષ 2018 એકાદશીનું વ્રત 19 ડિસેમ્બર બુધવારના દિવસે રાખવામાં આવશે.

એકાદશી તિથિ 19 ડિસેમ્બર બુધવારના દિવસે 7: 35 સરું થશે થશે અને 20 ડિસેમ્બર 7:57 મિનિટ પર સમાપ્ત થશે.

મોક્ષદા એકાદશી વ્રત ની સામગ્રી:-

ભગવાન વિષ્ણુ ની મૂર્તિ લાલ તથા પીળા રંગના વસ્ત્ર, નારિયેળ, સોપારી, ફુલ , ફળ, દિવો, પંચામૃત અક્ષત, તુલસી,ઘી…

મોક્ષદા એકાદશી વ્રતની પૂજા વિધિ:-

મોક્ષદા એકાદશી નું વ્રત અન્ય એકાદશીના વ્રત જેવું છે. મોક્ષદા એકાદશી વ્રત ના એક દિવસ પહેલા દશમની તિથિ આવે છે તે દિવસથી સાત્વિક ભોજન કરવું જોઈએ. આ દિવસે રાત્રે સુતા પહેલા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો જોઈએ. પછી તેના આગલા દિવસે મોક્ષદા એકાદશી ના દિવસે સવારે વહેલા ઊઠીને નાહીધોઈને પૂરા ઘરમાં ગંગાજળ છાંટીને ઘરને પવિત્ર કરવું જોઈએ. ત્યારબાદ ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવી જોઈએ.તેમજ ભગવાન વિષ્ણુની પૂજા માં તુલસી ના પાન નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ કારણ કે તે શુભ માનવામાં આવે છે. આ દિવસે રાત્રિના સમયમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ જીના ભજન કીર્તન કરવું જોઈએ. તેમજ તેના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા આપી ઉપવાસ ખોલવો જોઈએ.

મોક્ષદા એકાદશી નુ મહત્વ:-

શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ મોક્ષ પામવા ઈચ્છતો હોય તે લોકોએ મોક્ષદા એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ. એવી છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પવિત્ર શ્રીમદ ભગવદગીતા નો જન્મ થયો હતો એટલા માટે આ દિવસે ગીતાજયંતીના રૂપમાં પણ મનાવવામાં આવે છે.

ક્યા દિવસે મનુષ્ય વ્રત રાખે તો તેના દરેક પાપ દૂર થાય છે. અને જે પણ વ્યક્તિ આ દિવસે કોઈ યોગ્ય વ્યક્તિને ભગવદગીતા ભેટ આપે છે તેને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થી આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે કે જેની જયંતી મનાવવામાં આવે છે.આ દિવસે શાસ્ત્રોકત નિયમાનુસાર એકાદશી,બારસ અને તેરસ એકજ દિવસે છે….

આથી આ એકાદશી ને “ત્રિસર્પા એકાદશી” કહેવાય છે…..તેનો ઉપવાસ કરવાથી 1000 એકાદશી ના ઉપવાસ કરવાનું પુણ્ય મળે છે….માણસ 40 વર્ષ સુઘી સતત જો એકાદશી નો ઉપવાસ કરે ત્યારે 1000 એકાદશી થાય….આમ 40 વર્ષ નું પુણ્ય ફક્ત એક દિવસ માં પ્રાપ્ત થાય છે…

ઓમ વિષ્ણવે નમઃ

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here