રાજસ્થાન માં મોબાઈલ બ્લાસ્ટ થવા પર થઇ વ્યક્તિ ની મૃત્યુ, ભૂલથી પણ ના કરો મોબાઈલ સાથે આ કામ….

0

સ્માર્ટફોન બ્લાસ્ટ થવા પર કેટલા ઘણા લોકોને નુકસાન થયું છે અને ઇજા થઇ છે એ તો બધા જાણે જ છે. આવા ઘણા મામલાઓ સામે આવ્યા છે જેમાં સ્માર્ટફોન બ્લાસ્ટ થઇ ગયો હોય છે. જેમાં સેમસંગ અને આઈફોન પણ શામિલ છે. અત્યાર સુધી આવી ઘણી ઘટનાઓ જોવામાં આવેલી છે. એવામાં અમુક સમય પહેલા જ રાજસ્થાન ના રહેનારા 60 વર્ષના એક વ્યક્તિ ફોન બ્લાસ્ટ થવાને લીધે સળગી ગયા હતા.  શું છે પુરી ઘટના:

આ વ્યક્તિ નું નામ કિશોર સિંહ છે. તે રાજસ્થાન ના ચિતૌડગઢ નો રહેનારો હતો. કિશોર સિંહ ફોન ને પોતાના ખિસ્સા માં રાખીને સુતા હતા. રાતના 2.30 વાગે તેની નીંદર ઉડી અને અચાનક જ મોબાઈલ બ્લાસ્ટ થઇ ગયો. તેના કપડા સળગવા લાગ્યા,અને અમુંકે જ મિનિટોમાં તેના કપડામાં આગ લાગી ગઈ. તેને તરત જ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો પણ ત્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો.એવામાં આપણી નાની એવી ભૂલ પણ અકસ્માત નો શિકાર થઇ જાતિ હોય છે.એવામાં આજે અમે તમને સ્માર્ટફોન ની સાથે ની અમુક સાવધાનીઓ વિશેની જાણકારી આપી રહ્યા છીએ.

1. ક્યારેય પણ પોતાના ફોનને નીચે રાખીને સૂવું ના જોઈએ. આવું કરવાથી ફોન નું તાપમાન વધી જાય છે અને ઓવરહીટ હોવાને લીધે ફોનમાં બ્લાસ્ટ થઇ જાય છે.

2. ફોન ને શર્ટ ના ખિસ્સા માં પણ રાખવો ન જોઈએ. તેનાથી રેડિએશન નો ખતરો બની રહે છે. જો ભૂલથી પણ ફોન બ્લાસ્ટ થઇ જાય તો શર્ટ, સ્વેટર માં આગ ખુબ જ જલ્દી થી ફેલાઈ જાય છે.

3. પોતાના ફોનને પુરી રાત ક્યારેય પણ ચાર્જ માં લગાવીને રાખવો ન જોઈએ.

4. ચાર્જિંગ ના સમયે ફોન ને એવી ચીજોથી દૂર રાખવો જોઈએ,જેઓ જલ્દી જ આગ ને પકડી શકે છે જેમ કે કપડાં બેડશીટ વગેરે.

5. પોતાના ફોન માટે કયારેય પણ ડુપ્લીકેટ ચાર્જર કે એડેપ્ટર નો ઉપીયોગ ના કરો.

6. ફોનને ક્યારેય પણ સીધો સૂર્ય ના તડકામાં ન રાખો, તેનાથી ફોન ઓવરહીટ થઇ શકે છે.

7. ફોન ને પાવરસ્ટ્રાઈપ એક્સટેંશન કોર્ડ માં ચાર્જ કરવાથી બચવું જોઈએ.

8. ફોન ને ચાર્જ કરવાના સમયે તેનું કવર કાઢી લો.

9. ક્યારેય પણ ફોન ને લોકલ દુકાન પરથી રીપેર ના કરાવો. આવી સ્થતિ માં હંમેશા ઑથરાઇજ્ડ સર્વિસ સેન્ટર ની પસંદગી જ કરો.

10. કોઈપણ દુકાન કે વ્યક્તિ પાસેથી સેકન્ડ હેન્ડ ફોન ના ખરીદો. અને જો ખરીદવા માગો છો તો સર્ટિફાઈડ રિફર્બિશડ મૉડલ જ ખરીદો.

11. ફોન ને ચાર્જ કરવાના સમયે તેના પર કંઈપણ ના મુકો. તેનાથી ફોન પર દબાણ આવે છે અને ફોન ઓવરહીટ થઇ શકે છે.

12. કાર ચાર્જિંગ એડેપ્ટર થી ફોન ચાર્જ કરવાથી બચવું જોઈએ.

13. જો ફોન ગરમ થઇ રહ્યો છે તો ફોન નો ઉપીયોગ ના કરો.

14. ફોન ને ચાર્જ કરવા માટે લોકલ અને સસ્તા પાવર બેન્ક નો ઉપિયોગ ના કરો.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here