મિક્સ વેજ પકોડા – વરસાદની મોસમમાં બનાવો ચટાકેદાર વેજ પકોડા – નોંધી લો રેસિપી અને ફોલો કરો સ્ટેપ બાય સ્ટેપ

0

મિક્સ વેજ પકોડા

સામગ્રી :

 • વેસણ – 1.5 કપ (200 ગ્રામ)
 • ફુલકોબી – 100 ગ્રામ
 • બટાટા – 1
 • કોબી- 100 ગ્રામ
 • પાલક- 1 કપ (કાપેલી)
 • મેથી- 1 કપ (કાપેલી)
 • લીલા ધાણા – 3 થી 4 ટેબલ સ્પૂન (કાપેલા)
 • આદુ નુ પેસ્ટ – 1 નાની ચમચી
 • મીઠું – 1 નાની ચમચી થી વધારે કે સ્વાદાનુસાર
 • લીલા મરચા – 2 થી 3 (બારીક કાપેલા)
 • લાલ મરચાનો પાઉડર – ¼ નાની ચમચી
 • ચાટ મસાલો – 1 નાની ચમચી
 • તેલ – પકોડા તળવા માટે

વિધિ :

પકોડા બનાવવા માટે બટાટા, કોબી કાપી ને તૈયાર કરી લો. સૌથી પહેલા ફુલકોબી લો અને તેને ચોપિંગ બોર્ડ પર રાખી ચાકુ થી નાના-નાના ટુકડા માં કાપી લો. એક પ્યાલા માં કાપેલી કોબી નાખી લો અને આવી જ રીતે બટાટા પણ પાતળા અને નાના કાપી લો. બટાટા ને કોબી પર નાખી દો. ત્યારબાદ, કોબી લો અને તેને પણ બારીક કાપી ને તેને પ્યાલા માં રાખી દો.

આ શાકભાજી ને કાપ્યા બાદ, પહેલે થી કાપેલા શાકભાજી-પાલક અને મેથી પણ પ્યાલા માં નાખી દો. ત્યારબાદ આ શાકભાજી માં આદુ નુ પેસ્ટ, મીઠું, લીલા મરચા, લીલા ધાણા અને લાલ મરચાં નો પાઉડર ઉમેરો. બધી સામગ્રી ને સરખી રીતે ભેળવી ને તૈયાર કરી લો. શાકભાજી અને મસાલા ને મિક્સ કર્યા બાદ, વેસણ ને સૂકો જ તેના પર નાખો. તેમાં વેસણ એટલો મેળાવો કે શાકભાજી સારી રીતે બાઇન્ડ થઈ જાય. વેસણ પછી, તેમાં થોડુ પાણી નાખી સરખી રીતે મિક્સ કરી લો. પકોડા માટે મિશ્રણ તૈયાર છે અને આ મિશ્રણને તૈયાર કરવામાં ½ કપ પાણી નો ઉપયોગ થયો છે.

ગેસ ચાલુ કરી કઢાઈ માં તેલ ગરમ કરો. ગરમ તેલમાં એક પકોડુ નાખી ને જોઈ લો કે તેલ કેટલુ ગરમ છે. પકોડુ તળાઈ ને ઉપર આવે, તો તેલ ગરમ છે. હવે, પકોડા તળવા માટે કઢાઈ માં નાખી દો. તે માટે, થોડા થોડા મિશ્રણ ને ઉપાડીને હાથ માં જ સારી રીતે બાઇન્ડ કરી કઢાઈ માં નાખી દો. એક વાર માં જેટલા પકોડા કઢાઈ માં બની જાય, તેટલા નાખો. પકોડા ને પલ્ટી ને ગોલ્ડન બ્રાઉન થવા સુધી તળો.

પકોડા ના ગોલ્ડન બ્રાઉન થયા બાદ, તેને નેપકીન પેપર રાખેલી પ્લેટ માં નિકાળો. બાકી પકોડા ને પણ આ જ રીતે તળી ને તૈયાર કરો. એક વાર પકોડા ને ફ્રાય થવામાં 6 થી 7 મિનિટ લાગે છે. પકોડા ની ઉપર ચાટ મસાલો છાંટી દો. તેનાથી પકોડા વધુ સ્વાદિષ્ટ થઈ જાય છે.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!