વરરાજાના મિત્રએ કપલને આપી ગિફ્ટ, દુલ્હને કહ્યું- ‘આજીવન યાદ રહે તેવી ભેટ’


આપણા લગ્ન પ્રસંગમાં જનરલી બધા લોકો ઘરને મદદ થઇ શકે એવી ગીફ્ટ આપતા હોય છે જેમકે મિક્ષર, TV, વોશિંગમશીન કે પછી કપડા ગીફ્ટમાં આપતા હોય છે અને મોટા ભાગના લોકો 100 કે 500 rs લખવી દેતા હોય છે પણ આ એક એવી ઘટના છે જેમાં ગીફ્ટ એવી મળી કે કોઈએ વિચારી જ ના હોય..

નોટબંધીના નિર્ણય બાદ ઘણા લોકોને રોકડને કારણે લગ્નોમાં મુશ્કેલીઓ થઈ. ઘણા સ્થળોએ લોકોએ ચાંદલા પેટે જુની નોટો પધરાવી તો અમુક જાગૃત લોકોએ ચેક અથવા ઓનલાઈન પેમેન્ટ થકી ચાંદલો કર્યો હતો. સીતાપુરમાં થયેલા એક લગ્નમાં વરરાજાના મિત્રએ અનોખી ભેટ આપી સૌને ચોંકાવી દીધા હતા. વરરાજાના મિત્રએ નવદંપત્તિને 100,50 અને 20ની નોટોના બંડલ આપ્યા હતા. આ અનોખી ગિફ્ટ જોઈ નવદંપત્તિ સહિતના તમામ લોકો ચોંક્યા હતા. અનોખી ગિફ્ટ વિશે દુલ્હને કહ્યું- ‘આજીવન યાદ રહે તેવી ભેટ’

– હરગાંવ વિસ્તારમાં પીયૂષ અને અનુના લગ્ન થયા હતા.  લગ્નમાં આવેલા લોકોએ નવદંપત્તિને વિવિધ પ્રકારની ભેટો આપી હતી.


– આ સમયે પીયૂષના મિત્ર વિવેકે 10 હજાર રૂપિયાની રોકડ 100, 50 અને 20 રૂપિયાની નોટના રૂપે આપી હતી. આ અનોખી ગિફ્ટથી પીયૂષ અને અનુ ઘણા ખુશ હતા. અનુએ કહ્યું- આ આજીવન યાદ રહેનારી ગિફ્ટ છે. આવી ભેટ નોટબંધી બાદ કોઈએ કોઈપણ લગ્નમાં આપી નહીં હોય.


– જ્યારે પીયૂષે જણાવ્યું કે, આ ભેટ વડે ઘણા દિવસો સુધી રાહત રહેશે. હાલની સ્થિતિ પ્રમાણે આવી ભેટ આપવીએ ઘણી મહત્વપૂર્ણ બાબત છે. ભેટ આપનારા મિત્રએ આ અનોખી ભેટ આપવા વિશે જણાવ્યું કે, બેંકોમાં પૈસા માટે લાંબી લાઈનો લાગી રહી છે. એવામાં મિત્ર નવુંજીવન શરુ કરશે કે બેંકની લાઈનોમાં લાગશે. તેથી જ નાની નોટો ભેટમાં આપવાનો વિચાર આવ્યો. પીયૂષના પિતાએ પણ વિવેકના આ ભેટની પ્રશંસા કરી હતી.

વરરાજાના મિત્રએ નવદંપત્તિને 100,50 અને 20ની નોટોના બંડલ આપ્યા હતા. આ અનોખી ગિફ્ટ જોઈ નવદંપત્તિ સહિતના તમામ લોકો ચોંક્યા હતા.

અનોખી ગિફ્ટથી પીયૂષ અને અનુ ઘણા ખુશ હતા.

News : DivyaBhaskar

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
4
Wao
Love Love
4
Love
LOL LOL
0
LOL
Omg Omg
3
Omg
Cry Cry
1
Cry
Cute Cute
4
Cute

વરરાજાના મિત્રએ કપલને આપી ગિફ્ટ, દુલ્હને કહ્યું- ‘આજીવન યાદ રહે તેવી ભેટ’

log in

reset password

Back to
log in
error: