મિથુન ચક્રવર્તીની એક અનોખી કહાની… જે તમે સાંભળી નહિ હોય..કચરાનાં ડબ્બા પડેલી બેટીને તેમને ગોદ લીધી હતી…

0

કચરાનાં ડબ્બા પડેલી બેટીને તેમને ગોદ લીધી હતી…

આજથી વર્ષો પહેલાં પશ્ચિમ બંગાળમાં સડકના કિનારે  કચરાના ઢગલામાંથી નવજાત શિશુ  રડી રહ્યું હતું.. આ વાત બોલિવૂડના લોકપ્રિય સ્ટાર મિથુન ચક્રવર્તીના કાનમાં પડી.. ત્યારે તે બેટી ને તેમણે ગોદ લેવાનો ફેંસલો કરી દીધો.

બેટી ને જોઈને મિથુન ચક્રવર્તીના કલેજુ  પીગળી ગયું અને તે પોતાની સાથે તેમના પોતાના ઘરે લાયા.. મિથુન ચક્રવર્તીએ આ બેટી ને ગોદ લેવાનો નિર્ણય કરી લીધો તેમ જ તેમની પત્નીએ યોગીતા બાલી ને પણ  તેમને સાથ આપ્યો. તે લોકો એટલા બધા ઉત્સાહિત હતા કે  નાની પરીની ખોળામાં લઈને રાતોરાત કાગળ તૈયાર કરાવી દીધા. અને તેમની સાથે તે તેમના ઘરે લઈ ગયા અને તેનું નામ રાખ્યું દિશાની ચક્રવર્તી. દિશાનીને ખૂબ જ પ્રેમથી સંભાળ કરી. આપણો દેશ 21 મી સદીનો દેશ છે જ્યાં છોકરીઓ અને છોકરાને સમાન ગણવામાં આવે છે અને છોકરીઓ  છોકરા સાથે કદમ મિલાવીને આગળ વધતી હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે ફૂલ જેવી પરિયોને માતમમાં બનાવી દે છે.. તેમને જન્મતા પહેલા જ મારી નાંખતા હોય છે.. અને કેટલાક લોકો તો તેને ફેંકી પણ દેતા હોય છે.

પરંતુ અમુક છોકરીઓ ખૂબ જ ખુશ નસીબ હોય છે જેમણે મિથુન ચક્રવર્તી જેવા પિતા મળ્યા છે..

મિથુન ચક્રવર્તી અને યોગીતા જેટલો પ્રેમ તેમના ત્રણ બાળકોને કરે છે તેટલો જ પ્રેમ દિશાનીને પણ કરે છે. તેમણે તેમના ચાર બાળકો માં કોઈ પણ ફર્ક નથી રાખ્યો. નિશાની તે બધાને લાડકી છે. તેમજ પરિવાર તેને બધી જ જરૂરિયાત પૂરી કરે છે અને તેને ખૂબ પ્રેમથી રાખે છે..પત્ની યોગીતાને પોતાના ત્રણ બાળકોની જેમ જ દિશાની ની  દેખભાળ રાખે. જો આપણે એવું કહીએ કે મિથુન ચક્રવર્તી અને યોગીતાને પોતાના ત્રણ  બાળકો કરતાં દિશાની વધારે પ્રિય છે તો  તેમા કોઈ શંકા નથી.

મિથુન ચક્રવર્તીએ ગોદ લીધેલી દિશાની અત્યારે ખૂબ જ સ્ટાઇલિશ થઈ ગઈ છે. રિપોર્ટના મુજબ એ દિશાની હવે બોલિવૂડમાં આવવાની તૈયારીમાં લાગી ગઇ છે. ફિલ્મી પરિવારમાં તેના ઉછેર થવાથી તેને ફિલ્મોમાં ખૂબ જ લગાવ છે. સલમાનખાન તેમનો ફેવરિટ હીરો છે. દિશાની અત્યારે ન્યૂયોર્ક  film અકાદમી  એક્ટિંગનો કોર્સ કરી રહી છે. તે તેના પિતા મીથુન ચક્રવતી ની જેમ જ ખૂબ મોટી સ્ટાર બનવા માંગે છે.મીથુન ચક્રવતી આપણા દેશ માટે સમાજ પ્રત્યે કલ્યાણ અને સુધાર કાર્યમાં ખુબ જ જાણીતા છે. લોકોની જિંદગી સારી જાય તે માટે તેમને હોસ્પિટલ ની સ્થાપના કરે છે.

લેખન સંકલન : નિશા શાહ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.