એક ચપટી મીંઠાના ઉપયોગથી વ્યક્તિ બની શકે છે ધનવાન, બસ આવી રીતે અજમાવો ઉપાય

0

તંત્ર અને વાસ્તુ શાસ્ત્રના ઉપયોગમાં મીંઠાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રના જણાવ્યા મુજબ, મીઠામાં ગજબની શક્તિની છે જે ફક્ત તમારા ઘરને જ હકારાત્મક ઊર્જાથી ભરી દેતું નથી પરંતુ તમારા ઘરમાં પણ સુખ અને સમૃદ્ધિ લાવે છે.

મીઠું નજરદોષ દૂર કરવા માટે પણ વપરાય છે. જો તમને એમ લાગે કે તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને નજર લાગી છે તો એક ચપટી મિનથુ લઈને ત્રણ વાર તેના પરથી ઉતારીને ફેંકી દો. નજર દોષ દૂર થઈ જાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાચનો ગ્લાસ લઈને એમાં મીંઠું ભરીને સ્નાનઘર અને શૌચાલયમાં મૂકી રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. મીંઠું અને કાચ બંને રાહુની વસ્તુ છે. રાહુ નકારાત્મક પ્રભાવને દૂર કરવાનું કામ કરે છે.રાહુ નકારાત્મક ઉર્જા તેમજ કીટાણુઓના પણ કારક માનવામાં આવે છે. જેનાથી ઘરમાં સૂખ શાંતિ ને સમૃદ્ધિ પ્રદાન થાય છે.

કાચના વાસણમાં મીઠું ભરીને તેને ઘરના કોઈપણ ખૂણામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. રાહુ, કેતુની દશા ચાલી રહી છે અથવા જ્યારે મનમાં ખરાબ વિચારો આવે અથવા ભય સર્જાય છે ત્યારે આ પ્રયોગ ઘણો ફાયદો આપે છે.

લાલ કપડામાં મીઠું બાંધીને તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવીને રાખવાથી ઘરમાં ખરાબ શક્તિનો પ્રવેશ થતો નથી. તેમજ તમારા વ્યવસાયમાં અને કારોબારમાં ઉન્નતિ માટે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અથવા તિજોરી પર આવે રીતે મીંઠું લટકાવવું લાભદાયી ગણવામાં આવે છે. આ પ્રકારની મીઠાનો ઉપયોગ કરીને વ્યવસાયમાં લાભ મેળવો તેમજ સમૃદ્ધ બનો.અઠવાડિયામાં એક દિવસ પાણીમાં મીઠું નાખીને પછી તમારા બાળકોને સ્નાન કરાવો. આમ કરવાથી બાળકો નજરદોષથી દૂર રહેશે અને સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઘટાડો થશે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here