યુવાનીમાં જ નહી, હવે વૃદ્ધાવસ્થામાં પણ મેળવો આ ઉપાય અજમાવીને કાળા ને ઘટાદાર વાળ….વાંચો ટિપ્સ

0

મીઠા લીમડાના પાન આપણા સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થાય છે. તેને કળી પત્તા પણ કહેવામાં આવે છે. તેના પાંદડાઓમાં ઘણા ઔષધીય ગુણધર્મો પણ જોવા મળે છેમીઠા લીમડાના પાંદડા વાળને કાળા ને લાંબા રાખવામાં સહાયરૂપ સાબિત થાય છે. તેનો નિયમિત ઉપયોગ તમારા વાળમાં સારું પરિણામ લાવવામાં મદદરૂપ સાબિત થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો મીઠા લીમડાના પાંદડાઓનો ઉપયોગ વાળના સ્વાસ્થ્ય માટે કરવામાં આવે તો વૃદ્ધાવસ્થા સુધી વાળ કાળા રહે છે. વાળ માટે મીઠા લીમડાના પાન કેવી રીતે ઉપયોગી છે તે ચાલો જાણીએ આ આર્ટીકલ મારફતે.

વાળ જાડા બનાવે છે

સૂકા મીઠા લીમડાના પાંદડાનો પાવડર બનાવો. હવે ઓલિવ તેલમાં 200 મિલી નારિયેળ તેલ અથવા કરી 4 થી 5 ચમચી મીંઠા લીમડાના પાનના પાઉડરને તેમાં નાખો અને ઉકાળો. સારી રીતે ઉકાળી પછી તેલ ઠંડુ કરી તેને ગાળીને એક બોટલમાં ભરી દો. રોજ રાત્રે સૂતા પહેલા વાળમાં આ તેલની મદદથી સરસ માલીસ કરો.અને સવારે શેમ્પૂથી વાળને ધોઈ નાખો. આમ કરવાથી વાળ જાડા ને લાંબા બને છે.

સફેદ વાળ કાળા કરવા માટે :મીઠા લીમડાના પાંદડાની પેસ્ટ બનાવો. તેમાં થોડું દહી મિક્સ કરી આ પેસ્ટને વાળમાં લગાવો. અને હવે 20-25 મિનિટ માટે વાળમાં મિશ્રણ રહેવા દો, પછી શેમ્પૂથી વાળ ધોઈ નાખો, જો આ નિયમિત રીતે પ્રયોગ કરશો તો તમારા વાળ એકદમ કાળા ને ઘટાદાર બનશે.

ડૅન્ડ્રફથી છૂટકારો મેળવવા માટેથોડા મીઠા લીમડાના પાન અને દૂધ લઈને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથાની જડમાં વાળના તાતીએ મૂળમાં  સારી રીતે લગાવી 20 મિનિટ માટે સૂકાવા દો. પછી માથાને સાદા પાણીથી ધોઈ લો. થોડા અઠવાડિયા સુધી આ કરવાથી,વાળનો ખોળો ગાયબ થઈ જાય છે ને વાળ એકદમ લાંબા થશે

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here