મિસ વર્લ્ડ માનુષી છીલ્લર દ્વારા વિરાટને પૂછવામાં આવ્યો એક સવાલ, ફેલાઈ રહ્યો છે ઈન્ટરનેટ પર, જાણો શું હતો આ સવાલ…

0

આજના સમયમાં જો કોઈને પૂછવામાં આવે કે ભારતના તે બે યુવાનો કોણ છે જે દુનિયાભરમાં પોતાની કામિયાબીની ઝંડો લહેરાવી રહ્યા છે, તો બધાના મનમાં કદાચ વિરાટ કોહલી અને માનુષી છીલ્લરનું નામ જ આવતું હોય છે. જ્યાં ટીમ ઇન્ડીયાના કપ્તાન બલ્લેબાજીમાં ખુબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને એક બાદ એક રેકોર્ડ્સ તોડી રહ્યા છે.

વિરાટે ક્રિકેટની દુનિયામાં પોતાની મહેનતના બલ પર સર્વશ્રેષ્ઠ ખિલાડી હોવાનો ખિતાબ હાંસિલ કર્યો છે. સાથે જ માનુષી છીલ્લરે મિસ વર્લ્ડનો ક્રાઉન જીતીને દેશનું નામ રોશન કર્યું છે. છીલ્લરે ભારત માટે 17 વર્ષની ઉમરે આ મુકામ હાંસિલ કર્યું. તેની પહેલા 2000 માં પ્રિયંકા ચોપડાએ આ ક્રાઉન જીતનારી ભારતીય બની હતી. માનુષી છીલ્લરે મિસ વર્લ્ડ 2017 નો ખિતાબ જીતીને દુનિયાભરમાં પોતાના નામનો ડંકો બજાવ્યો છે.

હાલ માં જ ભારતના બે ટેલેન્ટેડ યંગસ્ટર્સ એક જ મંચ પર નજરમાં આવ્યા છે.

દિલ્લીમાં એક કાર્યક્રમના સમયે જયારે વિરાટ કોહલી અને માનુષી છીલ્લર આમને-સામને આવ્યા તો બધાની નજર તેના પર જ ટીકી ગઈ હતી. બન્નેને એક સાથે જ સ્ટેજ  પર બોલાવવામાં આવ્યા હતા, જેના પછી બન્નેએ હાથ મિલાવ્યો હતો.

એકબીજાની મુલાકાત દરમિયાન બન્નેના ચેહરા પર મુસ્કાન હતી. અને આ મુસ્કાન પણ કહી રહી હતી કે બન્નેએ એકબીજાની મુલાકાત કરીને કેટલું ગૌરવ મહેસુસ કરી રહ્યા છે.

માનુષી છીલ્લર અને કેપ્ટન કોહલીની મુલાકાતના સમયે વિત્તમંત્રી અરુણ જેટલી પણ ત્યાં ઉપસ્થિત હતા.

સીએનએન-આઈબીએન ઇન્ડિયન ઓફ ધ ઈયર કાર્યક્રમમાં માનુષીને સ્પેશીયલ અચીવમેંટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ તેણીને વિરાટ કોહલીના હાથે આપવામાં આવ્યો હતો. સાથે જ વિરાટને ઇન્ડિયન ઓફ ધ ઈયર 2017 ના પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.

આ મુલાકાતમાં એક સમય એવો પણ હતો જયારે માનુષીએ કોહલીને એક સવાલ પૂછ્યો. ભારતીય કપ્તાનના આજ સુધીના શાનદાર કેરિયરના વખાણ કરતા માનુષી એ પૂછ્યું કે,’તમે એક પ્રેરણાસ્ત્રોત છો અને તમે સમાજને ઘણું બધું આપ્યું છે. પણ ઘણા યુવા ક્રિકેટર્સ છે, જે તમારી પાસેથી પ્રેરણા લે છે. તમે તેઓને શું સંદેશ આપશો’?

આ બાબત પર વિરાટે કહ્યું કે જયારે કોઈ ખિલાડી મૈદાન પર હોય છે તો તે દિલથી સાચો હોવો જોઈએ. વિરાટે જણાવ્યું કે તેમણે ક્યારેય પણ કોઈની જેમ બનવાની કોશિશ નથી કરી અને ન તો બીજા માટે ખુદમાં બદલાવ લાદયો છે.

‘બધાથી જરૂરી છે સમજવું, તે જ કરો જે કરવાની ઈચ્છા ધરાવતા હોવ. દિલથી પોતાની જાતને એક્સપ્રેસ કરો. લોકોને લાગ્યું કે તમે બનાવટી છો, તો તેઓ તમારી સાથે જોડાઈ નહિ શકે. મેં ક્યારેય પણ બીજા જેવી બનવાની કોશિશ નથી કરી. ક્યારેય પણ પોતાની ઓળખ છોડવી ન જોઈએ. જો તમે બીજા જેવા બનવાની કોશિશ કરશો તો ક્યારેય પણ સફળ નહિ થઇ શકો અને અન્ય માટે પ્રેરણા પણ નહિ બની શકો. ખુબ મહેનત કરો અને ખુદ પર ભરસો રાખો.

જણાવી દઈએ કે આ દિવસોમાં વિરાટ શ્રીલંકાના વિરુદ્ધ થનારા ટેસ્ટ સીરીઝમાં વ્યસ્ત છે અને બીજી બાજુ હરિયાણાની માનુષી છીલ્લર મિસ વર્લ્ડ નો ખિતાબ જીતીને બધાના દિલો પર રાજ કરી રહી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.