Miss World 2017: પરફેક્ટ ફિગર મેળવવા માટે માનુષીએ આપી આ 12 Tips – શેર કરો માહિતી

ભારતની ૨૦ વર્ષની છોકરી માનુષી છિલ્લરે જ્યારે મિસ વર્ડનો તાજ પોતાને નામે કર્યો તો દરેક ભારતીયની છાતી ગર્વથી ફુલાઈ ગઈ. માનુષીને જોઈને લાગે નહી કે તે MBBS ભણી રહી હશે.

અમને તો એવું લાગતુ હતું કે તે કોઈ મોડલ છે કેમકે તેનું ફિગર ઘણું સારું છે. સૂત્રો જણાવે છે કે માનુષીએ પોતાના ફિગરને મેન્ટેન કરવા માટે ઘણી મહેનત કરી છે.

મિસ વર્લ્ડ ૨૦૧૭ માનુષી છિલ્લરના ડાયેટ ગુરુ નમામિ અગ્રવાલ છે, જેમને તાજેતરમાં જ માનુષીનો વર્કઆઉટ પ્લાન અને ડાયેટ ચાર્ટ અમારી સાથે શેર કર્યો. સેલિબ્રિટિઝને ન્યૂટ્રિશિયન સેવા આપનાર નમામિ અગ્રવાલે જ માનુષી માટે ડાયેટ અને ન્યુટ્રીશન ચાર્ટ તૈયાર કર્યો હતો.

માનુષીનું પરફેક્ટ ફિગર જોઈ ભારતની દરેક છોકરી તેના જેવું ફિગર મેળવવાની ઈચ્છા રાખે છે. એટલા માટે જો તમે પણ જાણવા ઈચ્છતા હોય કે માનુષી શું ખાતી હતી અને કયું વર્કઆઉટ કરતી હતી તો આ આર્ટિકલને વાંચવાનું ના ભૂલો.

1. સવારની શરૂઆત:

બ્રેકફાસ્ટ ભૂલથી પણ ના છોડવો જોઈએ. સવારનો નાસ્તો તમને આખો દિવસ તરોતાજા રાખવામાં મદદ કરે છે. તે બ્લડપ્રેશને નિયંત્રિત રાખવાની સાથે હદય માટે પણ ઘણો સારો હોય છે. માનવામાં આવે છે કે સવારનો નાસ્તો તમારી ઉંમર વધારે છે. નાસ્તો ના કરવાથી ભૂખ વધારે લાગે છે જેનાથી દિવસમાં તમે વધારે ખાવ છો. માનુષી દિવસની શરૂઆત હમેંશા બે કે ત્રણ ગ્લાસ ગરમ પાણીથી કરે છે.

2. નાસ્તામાં શું ખાય છે:

બ્રેકફાસ્ટ માટે ઓટમીલની સાથે દહી કે પછી વીટ ફ્લેક્સ અને તાજા ફળ અને સીડ્સ કે બે – ત્રણ ઈંડાનો સફેદ ભાગ, ગાજર, બીટ અને શકકરિયા ખાઓ.

3. મિડ-મીલ કેવું હોય છે:

થોડા થોડા કંઈક ને કંઈક ખાતા રહો. એવું કરવાથી તમને વચ્ચે જંક ફૂડ ખાવાની ઈચ્છા નહી થાય. માનુષી નારિયેળ પાણીની સાથે ફળ ખાવાની સલાહ આપવામાં આવી હતી. થોડા થોડા સમયે ભોજન કરવાથી ભૂખ ઓછી લાગે છે એટલા માટે કંઈકને કંઈક ખાતા રહો.

4. બપોરનુ ભોજન:

લંચમાં quinoa / ભાત/ રોટલીની સાથે એક કટોરી શાક અને ચિકન/દાળ હોવી જોઈએ.

5. સાંજનો નાસ્તો કેવો હોવો જોઈએ:

મીંઠા ગરનો અને મસાલો નાંખેલા, મેવા, અંજીર કે લો કેલેરીવાળી સ્મૂધી ખાઓ.

6. ડિનર ટાઈમ:

ચિકન/ ફિશ (ગિલ્લડ/રોસ્ટેડ)ની સાથે હળવી શેકેલી શાકભાજી જેવી કે, બ્રોકલી, બીન્સ, મશરૂમ, બીટ વગેરેને શામેલ કરો. તેની સાથે મળનાર ક્રીમયુક્ત સોસ ના ખાઓ.

7. નિયમિત રીતે યોગ કરો:

યોગ કરવાથી શરીરનું પોસ્ચર યોગ્ય રહે છે સાથે જ તેનાથી માંસપેશિયોમાં કસાવ આવે છે. યોગ કરવાથી તમને ફક્ત સારું ફિગર નથી મળતું પરંતુ શરીરમાં લચીલાપણું આવે છે અને તાકાત મળે છે.

8. ટ્વિસ્ટિંગ:

આખા શરીરને વોર્મઅપ કરવા માટે કોર ટ્વિસ્ટિંગ ઘણી પ્રભાવશાળી એક્સસાઈઝ છે. તેનાથી શરીર ડિટોક્સ અને ટોન થાય છે. કાર્ડિયો વર્કઆઉટ થવાના કારણે કોર ટ્વિસ્ટિંગ આખા શરીરના દુખાવા, સોજા અને સ્કાર ટિશ્યુને દૂર કરે છે.

9. રક્વાટ:

આ એક એવી એક્સસાઈઝ છે જે દરેક વર્કઆઉટ રૂટિનનો ભાગ હોવો જોઈએ તે પછી કોઈપણ ઉંમર, કે જેન્ડરનો હોય. સ્ક્વાટ કરવાથી તમા ગ્લૂટ, ક્વાડ અને હેમસ્ટ્રિંગ મસલ્સ મજબૂત બને છે. તેનાથી તમારી જાંધ સુડોળ બને છે અને ફિગર સુંદર દેખાય છે.

10. દોડો કે ડાન્સ કરો:

તમારા શરીરને તણાવમુક્ત કરવાની સૌથી યોગ્ય રીત છે કે તમે દોડવા જાઓ કે પછી પોતાના મનપસંદ ગીત પર ડાન્સ કરો.

11. નમામીએ માનુષીને પોતાની લાઈફસ્ટાઇલમાં બદલાવ કરવાનું કહ્યું

સવારે વહેલા ઉઠવાની આદત પાડે, ખાવામાં પૌષ્ટિક આહાર લે, આઠ કલાકની ઉંઘ લે, દરોરજ વ્યાયામ કરે, જેટલુ થઈ શકે ખાંડ ના ખાય, ખાસ કરીને રિફાઈન્ડ કરેલી શુગર.

12. ચારથી પાંચ વખત કરતી હતી વર્કઆઉટ

માનુષી પોતાના ફિટનેસ રૂટિનને લઈને ખૂબ સમર્પિત રહેતી હતી. અને તેના માટે તે એક અઠવાડિયામાં ઓછામાં ઓછું ચારથી પાંચ વખત વર્કઆઉટ કરતી હતી. તેની સાથે તે પોતાના ખાવામાં ઘણા બધા તાજા ફળ અને શાકભાજી ખાતી હતી. તેની સાથે તે એ પણ ધ્યાન રાખતી હતી કે તે ઘરે બનેલું પૌષ્ટિક ખાવાનું ખાય અને સાથે રાતનું ભોજન વહેલા અને હળવું કરે.

Source: BoldSky

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!