શાઓમી 5000 સ્ટોર ખોલવાનો છે પ્લાન, પૈસા ઈન્વેસ્ટ કર્યા વિના તમને પણ મળશે મોકો, ફ્રેન્ચાઇઝી ખોલવા માટે આ ફોર્મ ભરવાનું રહેશે…

1

શાઓમી એ ગુરુવારના રોજ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન રેડમી નોટ 6 પ્રો લોન્ચ કર્યો છે અને આ ફોન ની લોન્ચિંગ ની સાથે કંપની એ એક મોટું એલાન પણ કર્યું છે. શાઓમી ઇન્ડિયા ના મેનેજીંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈન એ રેડમી નોટ 6 પ્રો ની લોન્ચિંગ ની સાથે કહ્યું કે જો તમે Mi સ્ટોર ની ફ્રેન્ચાઈજી લેવા માગો છો તો તમે માત્ર એક ફોર્મ ભરીને Mi સ્ટોર ની ફ્રેંચાઈજી લઇ શકો છો અને તમે ગામ કે શહેર માં એમઆઈ સ્ટોર ખોલી શકો છો. હવે સવાલ એ છે કે આખરે આ ફોર્મ ક્યાંથી મળે અને ફોર્મ માટે કઈ કઈ ચીજો ની જરૂર પડશે. આવો તો તમને તેના વિશે ની જાણકારી આપીએ.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે તમે જ્યા અને જે દુકાનમાં સ્ટોર ખોલવા માગો છો તેની બે ફોટો ની જરૂર પડશે. ફોટો તમને દુકાન ની સામે ઉભા રહીને ક્લિક કરવાની રહેશે. બીજી ફોટો તે જગ્યાની ક્લિક કરવાની છે જ્યાથી પાસે ની દુકાન અને રસ્તા નજરમાં આવી રહયા હોય. તમને જણાવી દઈએ કે એમઆઈ સ્ટોર ની ફ્રેંચાઈજી માટે ફોર્મ તમને કોઈ દુકાન પરથી નહિ મળે. જો તમે એમઆઈ સ્ટોર ખોલવા માગો છો અને તેના માટે ફોર્મ શોધી રહ્યા છો તમારા ફોન કે લેપટોપ ના બ્રાઉઝર માં https://in.event.mi.com/in/apply/mistoreapplicationform ટાઈપ કરીને તેના લિંક પર જાઓ.આ લિંક પર ગયા પછી તમારી સામે ફ્રેંચાઈજી નું ફોર્મ ખુલશે. જેમાં સ્ટોર ના નામ સહીત 17 જાણકારી આપવાની રહેશે. ફોર્મ માં તમારે એ પણ જણાવવાનું રહેશે કે દુકાન તમારી રહેશે કે પછી ભાળા ની. તેના સિવાય તમારે તમારી ઉંમર, પાર્ટનર, જો દુકાન ભાળા ની છે તો તેનું ભાળું કેટલું છે વગેરે જેવી જાણકારી આપવાની રહેશે.
તેના પછી તમારે દુકાન ની ફોટો અપલોડ કરવાની રહેશે જેમાં એક ફોટો ની સાથે દુકાન ના આગળના ભાગની હશે અને બીજીઆ પાસેની દુકાનો અને રસ્તાઓ નજરમાં આવતા હોય. ફોર્મ ભર્યા પછી શાઓમી ના જવાબ માટે તમારે અમુક દિવસ માટે રાહ જોવાની રહેશે.ફોર્મ જોયા પછી જો તમે આપેલી જાણકારી અને લોકેશન કંપની ને પસંદ માં આવી જાય તો કંપની તમને સંપર્ક કરશે. જો તમારી પાસે ફ્રેંચાઈજી લેવા માટેના પૈસા નથી તો કંપની તમારા માટે ખુદ ફંડ કરશે. જો ફોર્મ ભર્યા પછી તમારી પાસે કોઈ જ કોલ નથી આવતો તો નીચે આપમવામાં આવેલા નંબર પર ખુદ ફોન કરીને વાત કરી શકો છો. 18001036286

Form link —> https://in.event.mi.com/in/apply/mistoreapplicationform

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here