આજે સ્ટેપ બાય સ્ટેપ “મેથી પુરી” ની રીત જોઈલો ને બાનવજો જરૂર ….એક વાર ખાશો તો રોજ ખાશો – રેસિપી વાંચો

2

હાઈ કિચન ક્વિન્સ,તમે બધા દિવાલીની પૂરજોશમાં તૈયારી કરતા હશો.અવનવા નાસ્તા બનાવતા હશો.આ દિવાલીમાં મારી એકદમ સિમ્પલ અને નવી નાસ્તાની વેરાયટી ટા્ય કરજો જે ટેસ્ટી અને હેલ્ધી છે.

ટાઈપ-સ્નેક્સ

 • પિ્- પ્રિપ્ર્રેરેશન  ટાઈમ-૫ મિનિટ
 • પ્રિપ્ર્રેરેશન ટાઈમ-૩૦ મિનિટ
 • સામગી્:
 • ઘઉંનો લોટ-૧ કપ
 • ચણાનો લોટ-૧/૪ કપ
 • સોજી-૧/૪ કપ
 • લીલી મેથી-અડધો કપ
 • જીરૂ,મરી,અજમાનો પાઉડર-૨ ટી સ્પૂન
 • તલ-૨ ટી સ્પૂન
 • લાલ મરચુ-૨ ટી સ્પૂન
 • હડદર-૨ ટી સ્પૂન
 • આમચૂર પાઉડર-૧ ટી સ્પૂન
 • મીઠુ-સ્વાદ મુજબ
 • તેલ-મોણ અને તડવા માટે

રીત:

જીરૂ,મરી અને અજમાને શેકીને એને અધકચરા ક્શ કરી લો.તૈયાર પાઉડર પણ લઇ શકો છો પણ આનો ટેસ્ટ વધારે સારો આવશે.

એક પેનમાં તેલ મૂકીને તલ અને મેથીને સાંતડી લો જેથી મેથીની કડવાશ નહીં રે.અથવા તો પાણીમાં થોડુ મીઠુ નાખીને તેમાં મેથી ૧૦મિનિટ માટે પલાડી દો તોપણ કડવાશ નહીં રે.

ઘઉંના લોટમાં સોજી,ચણાનો લોટ અને જીરૂ,મરી,અજમાનો ક્શ કરેલો પાઉડર ઉમેરો.

હવે તેમાં બાકીના મસાલા ઉમેરી સરખી રીતે મિક્સ કરો.

તેમાં મુઠ્ઠી પડતુ મોણ નાખીને મિક્સ કરો.હવે તેમાં સાંતડેલી મેથી અને તલ મિક્સ કરો.

તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને મિડિયમ સોફ્ટ લોટ બાંધીને ૨૦ મિનિટ રેસ્ટ આપો.તેના એકસરખા મોટી સાઈઝના લુવા બનાવો.
મોટી સાઇઝનો રોટલો વણીને જેટલી સાઇઝની પુરી બનાવવી હોય તે સાઈઝનું રાઉન્ડ શેઈપનું કોઈ પણ ઢાંકણ કે કટરથી કટ કરો જેથી એક સાઇઝની પુરી બને. અથવા તો નાના લુવા કરીને ત્રિકોણ શેઈપની પુરી બનાવો.

હવે ગરમ થયેલા તેલમાં મિડિયમ ગેસ પર પુરી તડો જેથી કિ્સ્પી થાય.
તો તૈયાર છે કિ્સ્પી મેથી પુરી.આ દિવાલીમાં જ બનાવીને મહેમાન ને ખુશ કરો.કમેન્ટસમાં જણાવજો કે રેસીપી કેવી લાગી.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here