જાણો તંદુરસ્તીનું રાજ મેથી વસ્તુ એક ફાયદા અનેક – વાંચો હેલ્થ ટિપ્સ

0

ગૃહિણીના મસાલીયામાં મેથી અવશ્ય હોય છે. રાય-મેથી દ્વારા સ્ત્રીઓ દાળ-શાકનો વઘાર કરે છે. મેથીની ભાજીના ભજીયા પણ બનાવાય છે અને મૂઠિયાં પણ બનાવાય છે. જ્યારે સૂકા મેથીના દાણાના શિયાળામાં અથાણું સરસ બને છે. મગ-મેથીદાણાનાનું સરસ શાક પણ બને છે. વાયુના તમામ રોગો પર ગુજરાતમાં મેથી હમેશાં પહેલી યાદ કરાય છે. મેથી મસાલો હોવા ઉપરાંત સુંદર સસ્તી ઔષધિ છે.

૧) હાથ-પગની કળતર :

મેથીને પહેલા ઘીમાં શેકી લઈ, તેનો લોટ કરી લેવો પછી તેમાં ઘી-ગોળ ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ ૮-૧૦ દિવસ ખાવાથી હાથ-પગની કળતર, કમરનો દુખાવો, સંધિવાતની તકલીફ માટે છે.

૨) બહુમુત્રતા (વારંવાર ખૂબ પેશાબ થવા) :

મેથી ૩ ભાગ, સૂંઠ ૧ ભાગ અને અજમો ૧ ભાગનું ચૂરણ બનાવી મધ કે પાણી સાથે દિવસમાં ૨-૩ વખત લેવાથી લાભ થાય છે.

૩) ડાયાબિટીસ :

રોજ રાત્રે ૧૫ થી ૨૦ ગ્રામ મેથી, ૨ ગ્રામ હળદર, ૧ કપ પાણીમાં પલાળી રાખી, સવારે તે મસળી પાણી ગળી લઈ તે પાણી રોજ નરણે કોઠે પી જવું. મેથીનું શાક બનાવી ખાવું. મેથી શેકીને મુખવાસ તરીકે ઉપયોગમાં લેવી. દર્દીને પૂરી પરેજી પાળવી તેથી પેશાબમાં થતી સાકર બંધ થાય છે.

૪) આમના ઝાડા :

મેથી અને સૂંઠનું ચૂરણ પાણી સાથે લેવાથી આમના ઝાડા વધે છે. પાણી ઉકળેલું કે સૂંથવાળું પીવું.

૫) લૂ લાગવી :

મેથીને પાણીમાં ૧૦-૧૨ કલાક પલાળી રાખી. મેથી મસળી, તેનું પાણી ગળી, તેમાં સાકર તથા મધ ઉમેરી દર્દીને વારંવાર પીવાથી લૂણી અસર દૂર થશે.

૬) ધાવણ વધારવા :

મેથીનો લોટ ૩૦ ગ્રામ, ૨૫૦ ગ્રામ દૂધ માં રાત્રે પલાળી દેવો. બીજે દિવસે તે દૂધ ઉકાળવું અને માવા જેવુ બને ત્યારે તેમાં ૩ ચમચી ચોખ્ખું ઘી નાખવું, પછી બધુ બરાબર શેકી તેમાં ૨૦ થી ૩૦ ગ્રામ ગોળ નાખી ગરમ કરી માતાએ દરરોજ ખાવું ૨૧ દિવસ ખાવાથી માતાને ખૂબ ધાવણ વધે છે.

૭) વૃદ્ધિરોગ :

વધરાવળ થવી અથવા શરીરના કોઈ પણ હાડકાનું વધવું, તેમાં મેથી રોજ ૨-૩ ગ્રામ જેટલી સવાર-સાંજ બે વખત ગરમ પાણી સાથે લેવી, લાંબા સમયે તેથી લાભ થશે.૩

૮) પાયોરિયા :

રોજ સવારે મેથી પાણીમાં પલાળીણે નરને કોઠે ચાવીને ખાવી, રાત્રે સૂતી વખતે ૨ ગ્રામ મેથી સાકર સાથે મેળવીને ખાવાથી લાંબા ગાળે લાભ થશે.

૯) આમવાત :

૫૦ ગ્રામ મેથી અને ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ બનાવી લો. રોજ તેમાથી ૨ થી ૪ ગ્રામ દવા જૂના મધ સાથે લેવાથી આમવાતમા લાભ થશે. આ સાથે માગ-મેથીનું શાક બાજરીના રોટલા સાથે ખાવું. ચીકસ ગળપણ બંધ કરવા.

૧૦) પ્રસૂતિ-વિકારો :

બહેનોને સુવાવડ પછી જણાતી નબળાઇ. પેટ ફૂલી જવું, ગર્ભાશય સ્થાનભ્રસ્ત થવું, હાથ-પગ ખેચવા, કમ્મર દુખાવી, તાવ આવવો વગેરે દરદોમાં વિધિપૂર્વક બનાવેલા “મેથી-મોદક” (લાડુ) રોજ ખાવાથી પ્રસૂતામાં તમામ દર્દો દૂર થશે અને તેનામાં નવી શક્તિ આવશે.

૧૧) કબજિયાત :

૩ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ અને પાણી સાથે થોડા દિવસ લેવાથી દસ્ત સાફ આવે છે.

૧૨) મરડો :

મેથીનું ચૂર્ણ ડાહીમાં કાળવીને ખાવું, ડાહી-ભાત સિવાય બીજું કઈ ન ખાવું.

૧૩) સ્વેતપ્રદર :

મેથીનું ચૂર્ણ ગોળ અથવા સાકર સાથે રોજ ખાવું, એ સાથે મેથી અને જાયફળ સમાન વજને લઈ ખાંડી, ચૂર્ણ કરી બારીક નાના કપડામાં નાની પોટલી કરો, તેને દોરા બાંધી, સ્ત્રીને ગુપ્તાગમાં તે ધારણ કરવી. રોજ એમ પોટલી મૂકવાથી દર્દ માટે છે.

ધરા ત્રિવેદી

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!