મેથી ના અદભૂત ઔષધિય 8 ચમત્કારિક ફાયદાઓ, મોટા ભાગના લોકોને ખબર જ નથી… વાંચો આર્ટિકલ

મેથી ના દાણા કે લીલી મેથી ગરમ, વાત-વિકાર, કફનાશક, પિત્ત વર્ધક, પાચનશક્તિ અને બળ વર્ધક તથા હ્રદય માટે ખૂબ જ હિતકારી છે. મેથી પુષ્ટિકારક અને સ્ફૂર્તિ દાયક છે. સવારે અને સાંજે તેને પાણી ની સાથે પીવા થી પેટ ને લગતા રોગો દૂર થાય છે. કબજીયાત અને ગેસ દૂર થાય છે. મેથી ના દાણા ને મગ ની દાળ કે મગ સાથે શાક બનાવી ને પણ ખાઈ શકાય છે. જો પોતાની ઉંમર જેટલા મેથી ના દાણા દરરોજ ધીમે ધીમે ચાવવાથી કે ચૂસવા થી વૃધ્ધાવસ્થા માં થતી વ્યાધિઓ, જેવી કે ઢીચણ અને સાંધા નો દુખાવો, ભૂખ ના લાગવી, હાથ માં ખાલી ચડવી, સાયટીકા, માંસપેશીઓ માં ખેચાણ થવું, વારંવાર મૂત્ર આવવું, ચક્કર આવવા વગેરે માં લાભ થાય છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ એ મેથી ના દાણા નું ચૂર્ણ બનાવી લોટ સાથે ભેળવી લાડવા બનાવી ખાવા થી ફાયદો થાય છે.

મેથી ના ફાયદાઓ

શરીર ની જલન

મેથી ના પાન ને સારી રીતે સાફ કરી, ધોઈ પછી તેને પીસી ને પાણી ની સાથે પીવો. અને શરીર પર લેપ કરવા થી શારીરિક જલન માં રાહત મળે છે. શરીર ના કોઈ ભાગ માં જલન, ડાઘ હોય તો તે ભાગ માં મેથી ના દાણા અથવા મેથી ના પાન ની પાણી માં પલાળી ચટણી ની જેમ ખાંડી લેપ બનાવી લો અને તે ભાગ પર લગાવો. અથવા ચાર ચમચી મેથી ના દાણા બે કપ પાણી માં પલાળી દરરોજ બે વખત પીવા થી આંતરિક જલન દૂર થાય છે.

વાયુ વિકાર

મેથી ના દાણા ને ઘી માં શેકી પીસી લો, પછી તેના નાના-નાના લાડવા બનાવી 10 દિવસ સુધી સવારે ખાવા થી વાત ના દર્દ માં લાભ થાય છે. અથવા મેથી ના ભજીયા બનાવી ખાવા થી પણ વાત-વિકાર અને શરદી માં ફાયદો થાય છે. 2 ચમચી ખાંડેલી મેથી ને ગરમ પાણી સાથે લેવા થી વાત-કફ ને કારણે થતાં શરીર ના દર્દ માં રાહત મળે છે. 15 થી 20 મિલીલીટર મેથી ના રસ ને પીવા થી વાયુ વિકાર થી ઉત્પન્ન પેટ ના દર્દ માં તરત રાહત મળે છે.

કબજીયાત

મેથી નું શાક દરરોજ સવાર-સાંજ ખાવા થી કબજીયાત સમાપ્ત થઈ જાય છે. સૂતી વખતે 1 ચમચી મેથી ના દાણા પાણી ની સાથે ખાવા થી કબજીયાત દૂર થાય છે. 1-1 ચમચી મેથી ના પીસેલા દાણા, ઈસબગુલ, અને ખાંડ નું મિશ્રણ કરી તેને રાતે ગરમ દૂધ સાથે ફાકી લેવા થી કબજીયાત માં ફાયદો થાય છે. 2 ચમચી મેથી ના દાણા ને પાણી સાથે પીવા થી તે પેટ ના આંતરડા ને અંદર થી પલાળી, નરમ કરી, તેને રગડી ને જામેલા મળ ને બહાર કાઢે છે અને મળ થી બનતી ગાઠો ને પણ રોકી પેટ સાફ કરે છે.

કમર નો દુખાવો

મેથી ના દાણા ના લાડવા બનાવી 3 અઠવાડીયા સુધી સવારે અને સાંજે સેવન કરવાથી અને મેથી ના તેલ ને કમર પર લગાવી માલિશ કરવાથી કમર ના દર્દ માં આરામ મળે છે. પાણી માં 5 ખજૂર ઉકાળી તેમાં 5 ગ્રામ મેથી નો પાઉડર નાખી સવારે અને સાંજે પીવા થી કમર ના દુખાવા માં લાભ થાય છે. મેથી ને પીસી તેની કમર પર પટ્ટી બાંધવા થી અને તેનું શાક ખાવા થી કમર નો દુખાવા ઠીક થાય છે.

સાંધા ના દુખાવા માટે

મેથી, સૂંઢ અને હળદર ને સમાન માત્ર માં ભેળવી તેને પીસી દરરોજ સવાર-સાજ જમ્યા પછી ગરમ પાણી ની સાથે 2-2 ચમચી ફાકી લેવા થી સાંધા ના રોગ માં લાભ થાય છે. રોજ સવારે ભૂખ્યા પેટે 1 ચમચી પીસેલા મેથી ના દાણા 1 ગ્રામ કલૌજી માં ભેળવી તેની એક વાર ફાકી લેવાથી 2 અઠવાડીયા માં ઢીંચણ અને સાંધા ના દુખાવા માં લાભ થાય છે. હળદર, ગોળ અને પીસેલી મેથી ને પાણી માં બરાબર માત્રા માં મિક્સ કરી તેને ગરમ કરી, આ ગરમ-ગરમ લેપ નો રાતે ઢીંચણ પર લગાવી પટ્ટી બાંધવી અને સવારે પટ્ટી ખોલી નાખવી, જેનાથી સાંધા નો દુખાવો ઓછો થશે.

દાઝવા થી જલન માટે

મેથી ના દાણા ને પાણી ની સાથે પીસી શરીર ના દાઝેલા ભાગ પર લગાવવા થી જલન માં રાહત મળે છે અને દાઝવા થી થતાં ડાઘ પણ નથી પડતાં.

શ્વેતપ્રદર

મેથી ના ચૂર્ણ ને પાણી માં પલાળી તેમાં કોઈ સાફ કપડાં ને બોળી યોનિ ના સ્થાન પર રાખવા થી શ્વેતપ્રદર નષ્ટ થાય છે. 4 ચમચી ખાંડેલી મેથી ને 1 ગ્લાસ પાણી માં પલાળી દો, પછી તે પાણી ને ગાળી ને તેનાથી યોનિ ને ધોઓ. આના થી શ્વેતપ્રદર માં આરામ મળે છે.

માસિક ધર્મ ન આવવું

4 ચમચી મેથી ને 1 ગ્લાસ પાણી માં ઉકાળી, જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તે પાણી પીવા થી માસિક ધર્મ ન આવતું હોય કે અનિયમિત હોય તો ફાયદો થશે. અને માસિક ધર્મ વખતે થતાં દર્દ માં પણ રાહત રહે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!