આખા ભારતમાં છે એક માત્ર મેઢક મંદિર જ્યાં ભગવાન શિવ સાથે કરવામાં આવે છે દેડકાની પૂજા અને દેડકો ખુદ કરે છે મહાદેવની રક્ષા, જાણો એ મંદિરનો ઇતિહાસ …

0

આપણો દેશ અનેક ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલ દેશ છે. અહીં ઘણા એવા મંદિરો છે જે તેમના એક અજાયબીથી કમ નથી. અને તમને વિચારવા પર મજબૂર કરી શકે છે. તમને જણાવી દઈએ કે આપણાં દેશમાં ઘણા શિવમંદિરો આવેલા છે. તમને બધા ને ખ્યાલ જ હશે કે ભગવાન શિવ હંમેશા સાપોથી જ ધેરાયેલા રહે છે. અને સાપ જ શિવજીની રક્ષા કરે છે. પરંતુ આ એક એવું મંદિર છે જ્યાં દેડકાઑ જ રક્ષા કરે છે સાપની. આ જાણીને પણ તમે હેરાન થઈ જશો.
વાત એ પણ છે કે ભગવાન શિવને શું કોઇની રક્ષાની આવશ્યકતા થોડી પડે ? પરંતુ આ એક અનોખો વિષય છે. જેને જાણીને પણ તમે હેરાન પરેશાન થઈ જશો. શિવજીનું આ એક એવું મંદિર છે. જેની રક્ષા વરસાદી દેડકા કરે છે. જો તમને આ વાત જાણીને આશ્ચર્ય થતું હોય તો આશ્ચર્યચકિત ન થશો, આ વાત એકદમ સત્ય છે.
ત્રનેય વિશ્વનું રક્ષણ કરવાવાળા ભગવાન શંકની રક્ષા કરફે છે વરસાદી દેડકા.
મેઢક મંદિર ઉત્તરપ્રદેશના લખીમપૂર ખીરી ના ઓયલ ગામમાં આ મંદિર આવેલું છે. આ મંદિરની ખાસિયત એ છે કે, આ મંદિરની બહાર એક વિશાળકાય દેડકાની મુર્તિ પણ બનાવવામાં આવી છે. ગામના લોકોનું માનવું છે કે આ દેડકાની મુર્તિ એ કોઈ સાધારણ મુર્તિ નથી. પરંતુ આ મુર્તિ ભગવાન શિવની રક્ષા કરે છે. ભગવાન શિવ સાથે આ મંદિરમાં આ વરસાદી દેડકાની પણ પૂજા કરવામાં આવે છે.
અહીંયા લોકો દૂર દૂરથી પૂજા અને ઉપાસના કરવા માટે આવે છે. આ મંદિર વિશે એવી કેટલીક માન્યતા કે ભગવાન શિવની મુર્તિ દેડકા પર સવાર છે તે જોવામા ખૂબ જ વાસ્તવિક લાગે છે. આ અદ્ભુત મંદિરની ચર્ચાઓ ઘણે દૂર સુધી થાય છે. અહીંયા માત્ર દર્શન કરવાથી જ સૌ કોઈનું દુખ દૂર થઈ જાય છે. આવું ગામના લોકો માની રહ્યા છે. આ મદિર મેઢક મંદિરથી પ્રખ્યાત છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિર એ શિવ મંદિર છે તો પણ એ મેઢક મંદિર ના નામથી જ ઓળખાય છે.
આ આ કારણે જ આ મંદિરને ખાસ કહેવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન શિવ કરતાં વધારે મહત્વ દેડકાને અપાય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં ભગવાન શિવની જે પૂજા કરે છે તે ભગવાન શિવને તેમના ઇષ્ટદેવ માને છે. તંત્રવાદ પર આધારિત આ મંદિરનું આર્કિટેક્ચરલ માળખું તેના વિશિષ્ટ શૈલીને કારણે મનમોહીલેનાર અથાન બન્યું છે, તેથી આ અન્ય મંદિરોથી અલગ છે. વા ને ધ્યાનમાં રાખીને આ મંદિરણે સ્થાપિત કરવામાં આવ્યું છે.

દીપાવલીમાં પૂજા પણ થાય છે.
આ મંદિરની વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે આ મંદિરમાં ભગવાન શિવની પૂજા અને મેઢક એટ્લે કે દેડકાની પૂજા એક સાથે જ કરવામાં આવે છે. અને સૌથી મોટી વાત એ છે કે શિવરાત્રીની જગ્યાએ, આ મંદિરમાં દીપાવલીની પૂજા પર ખૂબ જ ભીડ જોવા મળે છે. આ દિવસે અહીંયા વિવિધ પ્રકારનાં ફળ ચઢાવવામાં આવે છે.

ભગવાન વિષ્ણુને નથી પૂજાતા અહીના લોકો –
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ગામના લોકો ભગવાન વિષ્ણુની ઉપાસના કરતા નથી. કારણ કે અહીંના લોકો શૈવ પ્રજાતીના છે. અને તે ફક્ત ભગવાન શિવને જ પૂજે છે. આ લોકો ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી દૂર ભાગે છે.

એક માત્ર છે આ મેઢક મંદિર –
તમને એ પણ જાણવી દઈએ કે આખા ભારતમાં માત્ર આ એક જ મેઢક એટ્લે કે દેડકા મંદિર છે. આ સિવાય તમને આવું મંદિર કોઈ સ્થળે જોવા નહી મળે. આ અદભૂત મદિર જોવા જેવુ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here