સાચો ખુની – પત્નીની દગો, પ્રેમીની હત્યા ને સત્યની જીત – ત્રિપલ સમન્વય દર્શાવતી અદભૂત વાર્તા લખાઈ છે લેખકની કલમે …

0

સાચો ખુની- “કેમ કે વાસ્તવિકતા કયારેય બદલાતી નથી”.

* * * * * *

રાજેશ એક મલ્ટી નેશનલ કંપનીમા માર્કેટીંગ હેડ હતો.તે આખા દેશમા તેની કંપનીની પ્રોડક્ટનુ માર્કેટીંગ નેટવર્કનુ સંચાલન કરતો હતો.તેનો પગાર પણ તગડો હતો.જેના લીધે તે,તેની પત્ની અને એક નાના છોકરાની હર એક ઈચ્છા પુરી કરતો હતો અને તેની ખુશી કાયમ માટે હયાત રાખતો હતો.

રાજેશ માર્કેટીંગ હેડ હોવાને લીધે,તેને ધણા રાજ્યમા ફિલ્ડવર્ક કરવું પડતુ હતું,જેના હિસાબે તે કાયમ માટે‌ ધરથી દુર રહેતો હતો.તે માત્ર રવિવારે અડધો દિવસ જ તેના ધરે આવતો હતો,અને તેની પત્ની સ્વરા અને તેનો નાનો બાળક એકનો એક દિકરો સુહાન સાથે થોડો સમય ગુજારી,સોમવારના કામ માટે ધરેથી નિકળી જતો.બસ…આજ એનુ જીવન હતુ.ખુબ મહેનત કરીને કંપનીને બિઝનેસ અપાવવો અને તેના બદલામા મળતા પૈસાથી તેની પત્ની અને તેના છોકરા સુહાનના સપનાને વાસ્તવિક અને જીવંત બનાવવા.

* * * * * * * * *

સ્નેહા ખુબ ભણેલીગણેલી, સુંદર અને મનમોહક મોડર્ન મહોતરમા હતી.તેની જીવનશૈલી પણ આજના જમાના સાથે હર એક સેકન્ડે અપડેટ્સ રહેતી.તે આખો દિવસ તેના ધરે તેના છોકરા સાથે એકલી રહેતી હતી.
તે ફેશબુક અને ઈન્સ્ટાગ્રામ પર ખુબજ એકટીવ રહેતી.

રોજ કંઈકને કંઈક એવું અપલોડ કરતી કે, ફેશબુક અને ઈન્સ્ટાગ્રામ પર,ઢગલો લાઈક,કોમેન્ટ અને શેર મળતી,લાગણીસભર મેસેજોથી તો મેસેજ બોક્સ હંમેશા ગુલાબની જેમ મહેકતુ.

સ્નેહા તેની કાર લઈને રોજ જીમ જતી, ત્યા કસરત કરીને તે તેની કાયાને સુડોળ,મનમોહક અને મજબૂત બનાવતી.આ જીમની અંદર એક સેમ નામનો યુવાન આવતો હતો.તેની ફિટનેસ તેના જીમની અંદર સૌથી શ્રેષ્ઠ હતી.તે એકદમ હોટ અને હેન્ડસમ હતો.જેના લીધે ત્યાં આવતી હર એક મહિલા માટે તે ખાસ હતો.તેની ફિટનેસ સારી હોવાને લીધે ત્યા જીમમા આવતી હર એક વ્યક્તિ તેની પાસેથી સલાહ સુચન લઈને, પોતાની ફિટનેસ ને ફિક્સ કરવા મહેનત કરતા હતા.

“ગુડ મોર્નિંગ “સેમે રનીગ કરી રહેલી સ્નેહાની સામે સ્મિત ફેકતા કહ્યુ.

“ગુડ મોર્નિંગ..”સ્નેહાએ પરસેવાથી ભીની થયેલી તેની કમરને લુછતા સેમને કહ્યુ.સ્નેહા હાંફી રહી હતી.તે ખુબ થાકેલી જણાતી હતી.આ જોયને સેમ બોલ્યો,

“ટેક…ધીજ ગ્લુકોઝ…”સેમે ગ્લુકોઝ ભરેલી બોટલ સ્નેહાની સામે ધરતા કહ્યુ.

“ઓહ…થૅન્ક યુ…”સેમના હાથમાથી ગ્લુકોઝની બોટલ લેતા સ્નેહા એ કહ્યુ.સ્નેહાએ તે બોટલ ખોલી અને તેમા રહેલુ ગ્લુકોઝ પીધું.અડધી બોટલ સેમની સામે સ્માઈલ કરતા પાછી આપી,અને તે ફરી તેની કસરત કરવામા લાગી ગઈ.આવી રીતે અવારનવાર સેમ અને સ્નેહા જીમના સેશન દરમિયાન વાતચીત કરતા હતા.

* * * * * * * * * * * * * * *

એક દિવસ સવારમા સ્નેહા જીમ શુટ પહેરીને તેની સોસાયટીની બહાર રોડ પર ઉભી રહીને રિક્ષાની રાહ જોતી હતી.તે અડધી કલાકથી ત્યા ઉભી હતી,પરંતુ કોઈ રિક્ષા તેને આવતી દેખાતી ન હતી.જેના લીધે તે ઉભી ઉભી કંટાળી ગઈ હતી.તેને કાનમા ઇયર ફોન લગાવ્યા અને તે ગીત સાંભળવા લાગી.

“ગુડ મોર્નિંગ “સેમે પોતાની હાર્ડલીડેવીડસન સ્નેહાની સામે ઉભી રાખતા કહ્યુ.”હાઈ…ગુડ મોર્નિંગ “સ્નેહાએ સેમની સામે હાસ્ય રેલાવતા જવાબ આપ્યો. “વર્કઆઉટ……પુરુ કરુ કે,બાકી છે ?”સેમે તેની સામે જોઈ રહેલી સ્નેહાને પુછ્યુ.

“ના…યાર..બાકી છે,હુ ક્યારની જીમ જવા માટે રિક્ષાની રાહ જોઈ ને ઉભી છું,પણ હજુ સુધી મને કોઈ રિક્ષા મળીજ નથી…બોવ..લેટ થઇ ગયુ છે “નિરાશા ભરા સ્વરે સ્નેહાયે સેમને કહ્યુ.

“પરંતુ તુ તો રોજ,તારી કાર લઈને જીમમા આવે છે ને,તો પછી આજે કેમ રિક્ષામા? “સેમે સ્નેહાનો જવાબ સાંભળીને ફરી એક સવાલ કર્યો.

“હા,પરંતુ મે મારી કાર સર્વિસમા આપી છે,એટલે હમણા થોડા દિવસ રિક્ષાથી કામ ચલાવવુ પડશે “સ્નેહાએ સેમને જવાબ આપતા કહ્યુ.

“તુ….જીમ જઈને આવ્યો? “સ્નેહાએ સેમને સવાલ કરો. “હા…હુ તો મારુ વર્કઆઉટ પુરુ કરીને જીમ પરથીજ આવુ છુ “સેમે તેના માથાના વાળ સરખા કરતા કહ્યુ.

“ઓહ….એવું છે એમ,કેમ કે છેલ્લા એક અઠવાડિયાથી આપણે જીમમા એકબીજાને મળ્યા જ નથી,એનું કારણ? “સ્નેહાએ સેમને પુછ્યુ.

“કારણ…કંઈ બોવ ખાસ નથી,હવે હુ જીમમા રોજ વહેલા જાવ છુ,કેમ કે પછી મોડા બોવ ભીડ થઈ જાય છે એટલે વર્કઆઉટ અધુરુ રહી જાય છે….”સેમે સ્નેહાને જવાબ આપતા કહ્યુ.

“હા…સારુ કરુ,તારી વાત એકદમ સાચી છે “સ્નેહા બોલી. “હમમ…..”સેમ બોલ્યો.

“મને તો કાર વગર જીમ આવવાનો બોવજ કંટાળો આવે છે….સાચે યાર”સ્નેહાએ સેમની સામે નિરસતા દર્શાવતા કહ્યુ.

“ઓહ…એવું,ચાલ…હવે તું વાતો કરી ખોટો સમયના બગાડીશ,હુ તને મારા બાઈક પર બેસાડી ને જીમ પર મુકી આવુ”સેમે તેની બાઈક શરૂ કરતા સ્નેહાને કહ્યુ.

“જો તને ધરે જવામા લેટ ન થતુ હોય તો તુ મને જીમ પર મુકીજા.નહી તો હું મારી રીતે ચાલી જઈશ”સ્નેહાએ સેમની સંમતી જાણવાની કોશિશ કરતા પુછ્યુ.

“ના…મારે ધરે જવાની કોઈ ઉતાવળ નથી,ચાલ તું જલ્દી કર….હુ તને જીમ પર મુકી આવુ”સેમે સ્નેહાને કહ્યુ.સેમની આ વાત સાંભળીને સ્નેહા સેમની બાઈક પાછળ બેસી ગઈ,અને બન્ને જીમ તરફ બાઈક પર ચાલ્યા ગયા.સેમે સ્નેહાને જીમ પર ઉતારી અને તે ત્યાથી નિકળી ગયો.

* * * * * * * * * * * * * *

બે કલાક કસરત કરીને પછી સ્નેહા જીમ પરથી ધરે આવવા માટે જીમની બહાર આવી.તે ધરે જવા માટે રિક્ષાની રાહ જોઈ રહી હતી‌ ત્યારે અચાનકજ સેમ તેનુ બાઈક લઈને તેની સામે ઉભો રહી ગયો.
“હેય…તુ હજુ અહી શુ કરે છે,તારા ધરે કેમ નથી ગયો ?”તેની સામે બાઈક લઈને ઉભેલા સેમને સ્નેહાએ પુછ્યુ.

“હુ મારા ધરે જઈને ફરી અહી આવ્યો છુ “સેમે સ્નેહાને જવાબ આપ્યો.

હ….તો તુ કેમ ફરી અહી આવ્યો? “સ્નેહાએ સેમને સવાલ કરતા કહ્યુ.

“હુ તને અહીથી તારા ધરે લઈ જવા માટે આવ્યો છુ” સેમે તેને તાકી રહેલી સ્નેહાને જવાબ આપતા કહ્યુ.

“અરે….તારે મારા માટે ખોટી તકલીફ ઉઠાવાની કોઈ જરૂર નહોતી,તુ ફરી ન આવ્યો હોત તો ચાલેત યાર‌….”સ્નેહાએ સેમને કહ્યુ.

“ઓકે…તો હું ફરી મારા ધરે પાછો જતો રહુ છુ “સ્નેહાના જવાબથી નિરાશ થતા સેમ બોલ્યો.

“અરે….કુલ ડાઉન…હુ તો ખાલી વાત કરુ છુ,તારે ખાલી ખોટુ નારાજ થઇને નિરાશ થવાની કોઈ જરૂર નથી “સ્નેહાએ સ્મિત કરતા,સેમને સમજાવતા કહ્યુ.

“તુ મારી નારાજગીને સમજે છે,એટલે હવે તું મને વધારે નારાજ નહી કરે.”સેમે સ્નેહાને અલગજ અંદાજમા ‌કહ્યુ.

“બસ…હવે…ખાલી ખોટો જાણી જોઈને નારાજ ના થયા કર…”સ્નેહાએ તેની જીમ કિટ સેમની બાઈકની સીટ પર મુકતા,સેમને મજાકમા ટપલી મારતા કહ્યુ.

“તુ જયા સુધી મારી બાઈક પાછળ મારી સાથે નહી બેસે ત્યા સુધી હું તારાથી નારાજ રહીશ”સેમે અનોખા અંદાજમાં સ્નેહાને તેની સાથે બાઈક પર બેસવાનો અનુરોધ કરતા કહ્યુ.

“બોવ..હોશિયાર બનવાની જરૂર નથી તારે,તારી નારાજગીને મને આ રીતે તારી બાઈક પાછળ બેસીને પળવારમા નાશ કરતા આવડે છે “સ્નેહાએ સેમના બન્ને ખંભા પર પોતાના હાથ મુકતા,બાઈક પાછળ બેસતા સેમને કહ્યુ.
“ગુડ…મને પણ આ રીતે બાઈક ચલાવીને,તારી સાથે ખુશ થતા આવડે છે “સેમે તેની બાઈકને સ્પીડમા ચલાવતા સ્નેહાને કહ્યુ.

“ઓહ…આઉચ…પાગલ..ધીમે ચલાવ “સ્નેહાએ સેમના ખંભાને તેના હાથ થકી પકડતા કહ્યુ.
“ઈમ્પોસિબલ… સ્પીડ આટલી જ રહેશે,તુ સરખી રીતે પકડીને બેસ મને,તને કંઈ નહી થાય”પુરપાટ ઝડપે પોતાનુ બાઈક ચલાવતા સેમ બોલ્યો.સેમની આ વાત સાંભળીને સ્નેહાએ સેમના ખંભા પર તેના ધારદાર નખથી ઝીણો ચુટકો ભરો.તો પણ સેમે તેની બાઈકની સ્પીડ ધીમી ન કર.

“મે તને કહ્યુ હતુ ને કે બાઈક ધીમી ચલાવ તો પણ તુ મારી વાત ન માન્યો….”સ્નેહાએ સેમની બાઈક પાછળથી નીચે ઉતરતા કહ્યુ.

“તારી વાત ન માન્યો એમાં વળી તારી જોડે શું અજુગતુ થઈ ગયુ હે…?”સેમે તેને જોઈ રહેલી સ્નેહાને કહ્યુ.
“જો તે બાઈક…ધીમુ ચલાવ્યુ હોત તો,આપણે બન્ને આના કરતા થોડો વધારે સમય સાથે રહ્યા હોત અને એકબીજા સાથે વધારે વાતો કરી શક્યા હોત…પણ તુ સાવ ગાંડો છે.કંઈ સમજતો જ નથી”સ્નેહાએ તેની સામે જોઈ રહેલા સેમને કહ્યુ.

“ઓહ….સોરી….વાત તો તારી એકદમ સાચી છે,હુ ગાંડો છુ “સેમે તેનુ માથુ ખંજવાળતા સ્નેહા સામે સ્મિત કરતા કહ્યુ.

“ચલ…બાઈ….કાલે જીમમા મળીયે “સ્નેહાએ તેના મોબાઈલ નો લોક અનલોક કરતા સેમને કહ્યુ.

“કેમ…આટલી બધી ઉતાવળ કરે છે,વાતો ખાલી ધીમી ચાલતી બાઈક પર થાય એવુ જરૂરી નથી,આવી રીતે આમને સામને ઉભા રહીને પણ વધુ વાતો કરી શકાય “સેમે સ્નેહાને તેનાથી દુર જતી અટકાવતા કહ્યુ.

“વાત….તો તારી એકદમ સાચી છે,પરંતુ મારે મારા છોકરાને સ્કૂલે મોકલવાનો છે,એટલે તેને તૈયાર કરવાનો છે,એટલે જલ્દી જવુ જરૂર છે “સ્નેહાએ સેમને જવાબ આપતા કહ્યુ.

“ઓકે….કંઈ વાંધો નહી,વાત આમને સામને રહીનેજ થઈ શકે એવું જરૂરી નથી, મોબાઇલ થકી પણ થઈ શકે “સેમે પોતાના હાથમા રહેલા મોબાઈલને બતાવતા, સ્નેહાનો નંબર અલગ અંદાજમા આડકતરી રીતે માગતા કહ્યુ.સેમના આ શબ્દો સાંભળીને સ્નેહા તેની સામે હળવુ સ્મિત કર્યું અને સેમને તેનો મોબાઈલ નંબર આપ્યો.

આ મુલાકાત પછી, સ્નેહા અને સેમ રોજ ફોન પર વાતો કરતા,રોજ જોડે જીમ પર જતા,અમુકવાર સાથે ફિલ્મ જોવા,તો ક્યારે સાથે લંચ અને ડિનર પર જતા.આવી રીતે સ્નેહાનુ એકલવાયુ લગ્ન જીવન એક અલગજ સ્વરૂપ લઇ ને,ધીમે ધીમે જીવંત થઈ રહ્યુ હતુ.

રાજેશનુ કામ પણ હવે વધી રહ્યુ હતુ,જેના લીધે તે સ્નેહા અને તેના છોકરાથી સતત દુર રહેવા લાગ્યો.રાજેશ જીદંગીની મજબુરી સામે મજબુત મન રાખીને લડી રહ્યો હતો,પરંતુ સ્નેહાની એકલતા હવે સેમના લીધે અતરંગી બની રહી હતી.
સ્નેહા હવે તેના છોકરા સુહાનને તે પોતે ભણાવતી નહોતી,તે તેને કોચિંગ ક્લાસીસમા મોકલતી હતી.જેના હિસાબે તે સેમને વધુ સમય આપી શકતી હતી.રાજેશ રોજે સ્નેહાને કોલ કરી તેના ખબર અંતર પુછતો હતો.તે ભલે તેના ધરથી દુર રહેતો,પરંતુ તેના ધરની ચિંતા હંમેશા તેના ચિતમા રહેતી.

* * * * * * * * * * * * * *

સેમ અને સ્નેહા એક કોફીબારમા બેઠા છે,તે બન્ને બેસીને એકબીજા ને જોઈ રહ્યા છે,

“કેમ….કંઈ બોલતી નથી,શું થયું ?”સેમે સ્નેહાની ખામોશીને જાણવાની કોશિશ કરતા કહ્યુ.

“બસ…કંઈ નહી, હુ સતત બોરીગ ફીલ કર્યા કરુ છુ,મને કંઈ ગમતું જ નથી,મને કંટાળો આવે છે…”બગાસુ ખાતા પોતાનુ મોઢુ બગાડતા સ્નેહાએ સેમને કહ્યુ.સ્નેહાની આંખો ભીંજાઈ ગઈ હતી.

“ઓહ.. ટેન્શન ના લઈશ,બધુ બરાબર થઈ જશે”સેમે સ્નેહાના હાથ પર પોતાનો હાથ મુકતા,પાણીનો ગ્લાસ આપતા સ્નેહાને કહ્યુ.

“સાચે….”સ્નેહાએ પાણીનો ધુટડો ભરતા સેમને કહ્યુ.

“હા….”સેમે સ્નેહાની પીઠ ઠપઠપાવતા કહ્યુ.સેમે બન્ને માટે કોફી ઓર્ડર કરી.થોડીવાર પછી વેઈટર કોફી લઈને આવ્યો.

“આપણે..આજે નાઈટના શોમા મુવી જોવા જઈએ?”સેમે ગરમ કોફીના કપ પર ધીરી ફૂક મારતા સ્નેહાને કહ્યુ.

“ના…યાર…સુહાન આજે રાત્રે તેની સ્કૂલ માથી ટુર પર જાય છે,એટલે મુવી જોવા જવુ શક્ય નથી “સ્નેહાએ સેમને ન જવાનુ કારણ જણાવતા કહ્યુ.

“કેટલા દિવસ માટે…તે ટુર પર જવાનો છે?”સેમે કોફી પીઈ રહેલી સ્નેહાને પુછ્યુ

“તે એક વિક માટે જવાનો છે “સ્નેહાએ સેમને કહ્યુ.

“ઓકે…તુ અને તારા હસબન્ડ બન્ને એક નાની કપલ ટુર પર જઈ આવો….”

“ઈમ્પોસિબલ……”સ્નેહાએ સેમને કહ્યુ.

“કેમ એવું ? “સેમે કારણ જાણવાની કોશિશ કરતા પુછ્યુ.

“કેમ કે તે તેની જોબમા વ્યસ્ત છે એટલે….”સ્નેહાએ સેમને જવાબ આપતા કહ્યુ.સ્નેહાનો જવાબ સાંભળીને સેમ ચુપ રહ્યો.

“ચાલ…આપણે મોલમા ફરવા જઈએ, ત્યા તને સારુ લાગશે “સેમે સ્નેહાને જવાબ આપતા કહ્યુ.સેમની આ વાત સાંભળીને સ્નેહા તેની સાથે સંમત થઈ અને બન્ને મોલમા ફરવા ગયા.

* * * * * * * *

બીજે દિવસે સાંજના સમયે સ્નેહા તેના ધરે એકલી હતી.તેના પર સેમનો કોલ આવ્યો,

“હેય….કેમ છે ? “સેમે સ્નેહાની પરિસ્થિતિની પુછપરછ કરતા કહ્યુ.

“ઠીક છું,બોલ…શુ કામ હતુ? “સ્નેહાએ સેમને જવાબ આપતા પુછ્યુ.

“આજે…આપણે બહાર ડિનર કરવા જઈએ,જો તુ મારી સાથે આવે તો “સેમે એક અલગ પ્રસ્તાવ મુકતા કહ્યુ.

“ના…મારો મુડ નથી “સ્નેહાએ સેમને જવાબ આપતા કહ્યુ.

“અરે…તુ આવીશ તો તારો મુડ બનશે,ધરમા આવી રીતે બેસી રહીશ તો મુડ વધારે પડતો ખરાબ થશે “સેમે સ્નેહાને સમજાવતા કહ્યુ.

“અરે…ના નથી આવવુ મારે,તુ સમજને “સ્નેહાએ ના પાડતા સેમને કહ્યુ.

“તુ મને મારી હર એક વાત પર હંમેશા ના પાડતી ફરે‌ છે,મે‌ આજ સુધી તારી એક પણ વાત ટાળી નથી,સમજવાની મારે નહી તારે જરૂર છે,તુ મને સમજ તો સારુ”સેમે તેની લવારી શરૂ કરતા કહ્યુ.

“સારુ..હવે‌ તુ તારુ નાટક બંધ કર,હુ ડિનર કરવા માટે તૈયાર છુ”સ્નેહા ખોટી માથા કુટમા પડવા નહોતી માગતી એટલે તેને સેમને કહ્યુ.

“ગુડ….તુ તૈયાર થઈ જા,હુ તને‌ તારા ધરેથી પીકઅપ કરીશ “સેમે કહ્યુ.

“સારુ…..”સ્નેહાએ સેમને જવાબ આપતા ફોન કટ કરતા કહ્યુ.

થોડીવાર પછી સેમ સ્નેહાને પિકઅપ કરવા માટે, સ્નેહાના ધરે આવ્યો અને તે બન્ને ડિનર માટે બહાર ગયા.
* * * * * * * *. *. *. *

તે બન્ને સીટીથી બહાર હાઇવે પર આવેલા એક રેસ્ટોરન્ટમા જમવા ગયા.બન્નેએ તેને મનગમતુ ભોજન આરોગ્યુ.ડિનર પત્યા પછી બન્ને ત્યા બહાર બેઠા અને વાતો કરતા હતા.

“તુ…તારી આંખો બંધ કર “સેમે સ્નેહાને કહ્યુ.

“કેમ…?”સ્નેહાએ સેમને સવાલ કરતા કહ્યુ.

“તુ થોડીવાર માટે આંખો બંધ કર,થોડીવાર પછી તને આપો આપ ખબર પડી જશે “સેમે સ્નેહાને જણાવતા કહ્યુ.

“ઓકે….”સ્નેહાએ આંખો બંધ કરતા સેમને કહ્યુ.સ્નેહાએ જેવી આંખો બંધ કરી એટલે તરતજ સેમે એક કવર તેના હાથમા મુકયુ.જેવુ કવર સ્નેહાના હાથને અડકયુ કે તરતજ તેને તેની આંખો ખોલી અને તે કવરને જોતા બોલી,

“આ શુ છે? ”

“તારા માટે સરપ્રાઇઝ છે,તુ ઓપન કરીને ખુદ જોઈલે “સેમે સ્નેહા સામે સ્મિત કરતા કહ્યુ.સેમના આ શબ્દો સાંભળીને સ્નેહાએ તે કવરને ખોલ્યું.તો તેની અંદરથી ટુરની અને હોટેલની ડિટેઈલ વાળુ એક કાગળ મળ્યુ.

“અરે…તે કેમ અચાનકજ આ બધુ પ્લાન કરી નાખ્યુ “સ્નેહાએ સેમની સામે જોતા કહ્યુ.
“કેમ કે હુ તને ગમતુ સરપ્રાઇઝ આપવા માગતો હતો એટલે “સેમે સ્મિત કરતા કહ્યુ.

“પરંતુ તને કેવી રીતે ખબર પડી કે મને ફરવા જવાનુ ગમે છે “સ્નેહાએ સેમને સવાલ કરતા પુછ્યુ.

“અરે..તે તો મને કીધું હતું,કે મને ફરવા જવાનુ ખુબ ગમે છે “સેમે સ્નેહાના હાથ પકડતા કહ્યુ.સેમના આ સરપ્રાઇઝથી સ્નેહા રોમાંચિત થઈ ગઈ અને તેને સેમને પોતાની બાથમા લઇ લીધો.સેમે પણ સ્નેહાના માથામા હાથ ફેરવતા તેના ગાલ પર ચુંબન કર્યું.બન્નેએ એકબીજાના હાથ પકડ્યા અને તે કાર પાર્કિંગ તરફ ચાલવા લાગ્યા.સેમે સ્નેહાના ધરની બહાર કાર ઉભી રાખી, સ્નેહાએ કાર માંથી બહાર ઉતરતા પહેલા સેમને તેના ગળે લગાવ્યો,સેમે તેના હોઠ સ્નેહાના હોઠ નજીક લીધા,પરંતુ સ્નેહા ઝડપથી કારનો દરવાજો ખોલીને બહાર ચાલી ગઈ.સેમ તેને જતી જોઈ રહ્યો હતો,તે થોડે દુર ઉભી રહી અને સેમની તરફ એક ફલાઈગ કિસ ફેંકી.સેમે તેની આંખ મિચકારતા સ્મિત સાથે સ્નેહાને સામે ફલાઈગ કિસ આપી.સ્નેહાએ તેને સ્મિત સાથે બાઈ..બાઈ કહેતા હાથથી સેમને ઇશારો કર્યો.સેમે પણ બાઈ..બાઈ કહ્યુ અને તે ત્યાથી નિકળી ગયો.

સ્નેહાએ તેના કપડા ચેન્જ કરા અને તેના પતિનો કોલ રીસીવ કરી તેની સાથે વાતો કરવા લાગી.થોડીવાર સુધી વાતો ચાલી અને સ્નેહા સુવા માટે પથારીમા આડી પડી.ત્યા તેના મોબાઈલના વ્હોટ્સએપ પર સેમનો મેસેજ આવ્યો, “કાલે સવારે વહેલા તૈયાર થઈ જજે,આપણે ફરવા જવાનુ છે,હુ તને તારા ધરેથી પિકઅપ કરીશ” “ઓકે….ગુડ નાઈટ ❤️ “સ્નેહાએ સેમને રીપ્લે કરતા કહ્યુ. “તને….કેવુ લાગ્યુ મારુ સરપ્રાઇઝ..”સેમે સ્નેહાને પુછતા કહ્યુ. “સુપર👌👌👌😍…..”સ્નેહાએ જવાબ આપતા કહ્યુ.“ખરેખર….?”સેમે પાક્કી ખાતરી કરવાની કોશિશ કરતા કહ્યુ. “હા….ગુડ નાઈટ..બાઈ…”સ્નેહાએ સેમને રીપ્લે કરતા કહ્યુ. “પ્લીઝ.થોડીવાર..વાત કરને “સેમે વિનંતી કરતા સ્નેહાને કહ્યુ. “ના…હુ થાકી ગઇ છું,અને કાલે આપણે ફરવા પણ જવાનુ છે,એટલે નિંદર કરવી જરૂરી છે..તુ પણ સુઈજા”સ્નેહાએ સેમને જવાબ આપતા કહ્યુ. “ઓકે…ગુડ નાઈટ…બાઈ “સેમે સ્નેહાના જવાબની રિપ્લે આપતા કહ્યુ. “હમમમ….😎🖐️”સ્નેહાએ સેમને છેલ્લો મેસેજ કરો,અને તે ગાઢ નિદ્રામાં પોઢી ગઇ.
* * * * * * * * * * * * * * * * *
શુભ સવાર થઈ, સ્નેહા વહેલા ઉઠી ગઈ અને તે તૈયાર થઈ ગઈ.સેમે તેને તેના ધરેથી પિકઅપ કરી અને તે ગોવા ફરવા ગયા.તેને છ કલાકની મુસાફરી કરી અને અંતે ગોવાની તેને બુક કરાવેલી હોટલ પર પહોંચ્યા.સ્નેહાએ તેનુ બધુજ ભાન ભુલીને સેમ સાથે મન મુકીને પ્રેમસભર પળો માણી.તે હવે ખુશ હતી.તે બન્નેએ એક થઈને ગોવાની મજા ભરપુર માણી.
સેમ અને સ્નેહાનો આજે ગોવામા છેલ્લો દિવસ હતો.તે સવારે હોટલ પરથી ચેક આઉટ કરીને પોતાના ધરે પાછા આવવાના હતા.
રાતના બાર વાગ્યા હતા.સેમ અને સ્નેહા બન્ને નાઈટ શુટમા તેના રૂમ માથી બહાર નિકળીને હોટલની પાછળ રહેલા બીચ તરફ જઈ રહ્યા હતા.તેજ સમયે રાજેશ તેના રૂમ તરફ આવી રહ્યો હતો.તેને સ્નેહાને સેમ સાથે જતી જોઈ,આ જોયને રાજેશે તરતજ સ્નેહાને કોલ કરો,પરંતુ સ્નેહાએ તેનો કોલ કટ કરો.રાજેશે ફરી કોલ કરો, સ્નેહાએ ફરી તેનો કોલ કટ કરો,આવુ ધણી બધી વાર થયું.અંતે તેને રાજેશનો કોલ રીસીવ કરો.

“હેલ્લો…બોલો શું કામ છે “સ્નેહાએ તેના પતિને પુછ્યુ. “કેમ…કોલ કટ કરી નાખે છે”રાજેશે તેની પત્નીને પુછ્યુ. “મને.. નિંદર આવે છે એટલે “સ્નેહાએ રાજેશને કહ્યુ. “અત્યારે તુ ક્યા છે? “રાજેશે સ્નેહાને સવાલ કરતા કહ્યુ. “હુ…આપણા ધરે છુ “સ્નેહાએ જવાબ આપતા કહ્યુ. “સુહાન સાથે વાત કરવી છે મારે “રાજેશે સ્નેહાને કહ્યુ. ‌‌ “સુહાન…. સ્કુલની ટુરમા ગયો છે “સ્નેહાએ રાજેશને કહ્યુ. “ઓકે…હુ બે દિવસ પછી ધરે આવીશ “રાજેશે સ્નેહાને કહ્યુ.
“સારુ…ગુડ નાઈટ “સ્નેહાએ રાજેશને કહ્યુ. “ગુડ….નાઈટ”રાજેશે સ્નેહાને કહ્યુ અને કોલ કટ કરો. ત્યાર બાદ રાજેશે બીચ તરફ જઈ રહેલા સેમ અને તેની પત્ની સ્નેહાનો પીછો કરો. બીચ પરનો દરિયો,તેની મોજના મોજા ઉછાળી રહ્યો હતો.સેમ અને સ્નેહા બન્ને એકબીજાને વળગીને વ્હાલ કરી રહ્યા હતા.તેજ સમયે જોરદાર ધટાકા સાથે સ્નેહાની ઉધાડી પીઠ પાછળ એક ગોળી વાગી જેના હિસાબે સ્નેહાના મુખ માથી મોટી સીચ નિકળી આવી એની સાથેજ તે ગોળી સ્નેહાના શરીર નીચે દબાયેલા સેમના હ્દયમા સમાઈ ગઈ.

સ્નેહાએ તેનું પડખું ફેરવીને તેની સામે રહેલા વ્યક્તિને જોયો,તો તે તેનો પતિ રાજેશ હતો,અને તે બોલી,
“સો….રીરીરીરી…..”આટલુ બોલતા ની સાથેજ રાજેશે ફરી બે ચાર ગોળીઓ સ્નેહાની છાતીમાં ઠોકી દીધી.ધીમે ધીમે ઉભો થઇ રહેલા સેમના કપાળ વચ્ચે રાજેશે પિસ્તોલ મુકી અને તેના કપાળને પિસ્તોલમા બચેલી ગોળીયુ થી વિંધી નાખ્યું.

બીચ પર રહેલી પોલીસે તેને એક કપલના ખુન કરવાના આરોપમા પકડી લીધો અને તેને જેલમા નાખી દીધો.કેસની તપાસ વખતે તેને કોર્ટમાં તેને કરેલા ખુન વિશે પુછવામાં આવ્યુ,ત્યારે તેને કહ્યુ,

“હા…હુ ખુની છું,મને આ ખુન કરીને ખુબ આનંદ થયો ”

“તમે તેનુ ખુન કેમ કરું તેનુ કારણ હું જાણવા માગુ છુ”ન્યાયધીશે રાજેશને સવાલ કરતા પુછ્યુ.

“મે જે સ્ત્રીનું ખુન કરુ છે,તે સ્ત્રી મારી પત્ની હતી,અને તેની સાથે રહેલો પુરુષ તેનો બોયફ્રેન્ડ હતો,હુ મારી પત્ની અને મારો નાનો છોકરો બધી સુખ સાયબી ભોગવી શકે તે. માટે દિવસ રાત,અલગ અલગ શહેરોમા દોડીને માર્કેટીંગ કરીને,પૈસા કમાતો હતો,પરંતુ મારી પત્નીએ મારી સાથે દગો કરો એટલે મે તેનુ ખુન કરી નાખુ”રાજેશે ગભરાટ વગર ન્યાયધીશને જવાબ આપ્યો.

“તમારી પત્નીએ તમારી સાથે દગાખોરી કરી એટલે તમે તેને મોતને ધાટ ઉતારી દીધી, પરંતુ પેલા પુરુષને તમે કેમ મારી નાખ્યો?એ મને નથી સમજાતુ “ન્યાયધીશે રાજેશને સવાલ કરતા કહ્યુ.

“કેમ કે તે પુરુષને મે ધણી બધી વાર,ગોવામા અલગ અલગ સ્ત્રી અને નાની વયની યુવતીઓ સાથે રંગરેલિયા મનાવતો જોયો છે,મારુ લગ્ન જીવન જેવી રીતે તેને બરબાદ કરુ એવી રીતે હું બીજા લોકોનુ જીવન બરબાદ ન થાય એટલા માટે મે તે બન્ને ને મોતને ઘાટ ઉતારી દીધા “રાજેશે ન્યાયાધીશને સચોટ જવાબ આપતા કહ્યુ.

“તારી વાત અને તે લીધેલો નિર્ણય તારી રીતે સાચો છે,પરંતુ કાયદાઓની રીતે તે કરેલુ કામ ખોટુ છે,એટલે તારે જેલમા રહીને તેની સજા ભોગવવી પડશે “ન્યાયધીશે રાજેશ સામે જોતા કહ્યુ.

“મને તમારી આ સજા મંજુર છે “રાજેશે બેફિકર થઇને સજાનો સ્વીકાર કરવાની તૈયારી બતાવતા ન્યાયધીશને કહ્યુ.

“હુ તને તારી સજા સંભળાવુ તેની પહેલા તને એક અંગત સવાલ કરવા માગુ છુ?તને મંજુર છે…બોલ”ન્યાયધીશે રાજેશને પુછ્યુ.

“હા…મને મંજૂર છે “રાજેશ બોલ્યો.

“તને….તારી ખુનની સજાથી ડર નથી લાગતો? “ન્યાયધીશે રાજેશને પુછ્યુ.

“ના…મને ડર નથી લાગતો “રાજેશ ઉંચા અવાજે બોલ્યો.

“કેમ…ડર નથી લાગતો ?”ન્યાયાધીશે ફરી રાજેશને પુછ્યુ.

“હુ કાયદાનો આદર કરું છુ એટલે મને ડર નથી લાગતો,અને આપણા દેશમા સજા પણ સારા કામ કરવા વાળાનેજ થાય છે “રાજેશ બોલ્યો.રાજેશના આ શબ્દો સાંભળીને ન્યાયાધીશ મુંઝાઇ ગયો,તેને ખબર નહોતી પડતી કે મારે શું કરવું જોયે.હુ આ આરોપીને સજા કરુ કે ન કરું તેની પર તે વિચારી રહ્યા હતા.અંતે ન્યાયધીશે રાજેશને કાયદાની કલમ પ્રમાણે સજા કરી.રાજેશે પણ કોઈ પણ પ્રકારની બચાવ અરજી કર્યા વગર તે સજાનો સ્વીકાર કરો.

* * * * * * * * * * * * * * *

રાજેશ આજે તેની સજા પુરી કરીને જેલની બહાર જવાનો હતો,તે દિવસે તેને જે ન્યાયધીશે સજા કરી હતી,તે ન્યાયધીશ રાજેશને મળવા આવ્યો અને બોલ્યો,

“કેમ છે ?મને ઓળખે છે ? “ન્યાયધીશે જેલના દરવાજાના સળીયા માથી તેને જોઈ રહેલા રાજેશને પુછ્યુ.

“હા…હુ તમને ઓળખુ છુ “રાજેશ બોલ્યો.

“આજે…તારી સજાનો છેલ્લો દિવસ છે,હવે તુ કાય માટે તારા આ ગુનાથી આઝાદ થઇ જઇશ “ન્યાયધીશ બોલ્યો.

“હુ સજાથી આઝાદ થઈશ, ગુન્હાથી નહી”રાજેશે ન્યાયધીશને જવાબ આપ્યો.“કેમ….એવું ?”ન્યાયધીશે ફરી સવાલ કરતા કહ્યુ.

“કેમ કે વાસ્તવિકતા કયારેય બદલાતી નથી “રાજેશ બોલ્યો.

“સાચી…વાત છે “ન્યાયધીશ હળવુ હાસ્ય કરતા બોલ્યા.

“હુ સાચો હતો ,તો પછી તમે મને સજા કેમ ફટકારી? “રાજેશે ન્યાયધીશને સવાલ કરતા કહ્યુ.

“કેમ કે તુ કાયદાનો આદર કરવા માગતો હતો,અને બીજુ વાસ્તવિકતા કયારેય બદલાતી નથી “ન્યાયધીશે રાજેશને જવાબ આપતા કહ્યુ.રાજેશ ન્યાયધીશ નો આ જવાબ સાંભળીને ખડખડાટ હસવા લાગ્યો.

“તુ કેમ હસે છે ? “ન્યાયધીશે રાજેશને હસતો જોઈને પુછ્યુ.

“કેમ કે મે પહેલીવાર,એક ન્યાયધીશ ને તેને સજા ફટકારેલા આરોપીને મળવા આવતા જોયા છે એટલે….”રાજેશ ન્યાયધીશ સમક્ષ પોતાનો જવાબ આપતા કહ્યુ,અને ફરી તે હસવા લાગ્યો.

“તમે મને એક સવાલનો જવાબ આપોને ….”રાજેશે ન્યાયધીશને કહ્યુ.

“તુ સવાલ જણાવ મને…તો હું તને જવાબ આપીશ “ન્યાયધીશ બોલ્યા.

“તમે મને મળવા કેમ આવ્યા ? “રાજેશે ન્યાયધીશને સવાલ કરતા કહ્યુ.

“તુ સાચો હતો,એટલે હુ તને મળવા આવ્યો “ન્યાયધીશ બોલ્યા.આ શબ્દો સાંભળીને રાજેશની આંખો હરખના આંસુથી છલકાઈ આવી.ન્યાયધીશે તેની બેગમા રહેલી પાણીની બોટલ રાજેશને આપી.રાજેશે પાણી પીધુ અને ન્યાયધીશ સામે સ્મિત કરતા તેનો આભાર વ્યક્ત કર્યો.રાજેશ તેની સજા પુરી કરીને જેલમાથી બહાર આવ્યો અને ફરી તેને પોતાનુ કામ શરૂ કર્યું.
* * * * * * * * * * * * * * *
લેખક © ખોડીફાડ મેહુલ (ગુરુ)

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here