મેગી પર થયો મોટો ખુલાસો, આવ્યું ફરી સંકટ, થઇ શકે છે બેન…. વાંચો શું છે મામલો?

0

ઉતરપ્રદેશના શાહજહાંપુર જીલ્લાના પ્રકાશને નેસ્લેની લોકપ્રિય બ્રાંડ મૈગીના લૈબ તપાસ માં ફેઈલ થવા પર નેસ્લે ઇન્ડિયા અને તેના વિતરણકર્તાઓ પર દંડ લાદવામાં આવ્યો છે. આ વચ્ચે નેસ્લે ઇન્ડીયાએ કહ્યું કે,’ આ ત્રુટીપૂર્ણ ધોરણોને પ્રયોગમાં લાવવા માટેની બાબત છે’.

જીલ્લા પ્રશાશને નેસ્લે પર 45 લાખ રૂપિયા, જયારે ત્રણ વિતરણો પર 15 લાખ રૂપિયા અને તેના બે વિક્રેતાઓ પર 11 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવ્યો છે.

તપાસમાં ફેઈલ થયા મૈગી સેમ્પલ:

બે વર્ષ પહેલા સૈમ્પલ ફેઈલ થવા પર મૈગી બ્રાંડના ઉત્પાદનોની વહેંચણી બંદ કરી દેવામાં આવી હતી. તેના સિવાય શાહજહાપુર સહીત ઘણા જીલ્લામાં આ ઉત્પાદકોની વહેંચણી થતી રહી હતી. જેને જોતા જીલ્લા પ્ર્શાશને છાપામાંરી અભિયાન ચલાવીને મૈગીના સૈમ્પલ લીધા હતા. આ સૈમ્પલ તપાસ માટે રાજકીય જન વિશ્લેષક પ્રયોગશાળામાં લખનૌ મોકલવામાં આવ્યા હતા. રીપોર્ટના આધારે જાણવામાં આવ્યું હતું કે દરેક નમૂનામાં એશ કન્ટેન્ટની માત્રા નક્કી કરેલા માપ કરતા ખુબ વધારે ગણી હતી.

નેસ્લે કંપની પર 45 લાખનો દંડ:

આ સંબંધમાં મુખ્ય ખાદ્ય સુરક્ષા અધિકારી દ્વારા મુકદમા દર્જ કરાવામાં આવ્યો. આ મામલામાં સુનવાઈ કરવાની સાથે સાથે ન્યાય નિર્ણાયકે અધિકારી/એડીએમ જીતેન્દ્ર કુમાર શર્માએ ખાદ્ય સુરક્ષા પર અધિનિયમ ની ધારા 51 નેસ્લે કંપની પર 45 લાખનો દંડ આપવાનો ચુકાદો કરવામાં આવ્યો હતો. તેની સાથે જ ડીસ્ટ્રીબ્યુટર સહીત વિક્રેતાઓને પણ 17 લાખ રૂપિયા ભરવાની સજા સંભળાવવામાં આવી હતી. જીલ્લા પ્રશાસને જણાવી દીધુ છે કે કારવાહી આગળ પણ કરવામાં આવશે.

બે વર્ષ પહેલા બંધ થઇ ગયું હતું વહેંચાણ:

જાણવામાં આવ્યું છે કે બે વર્ષ પહેલા પણ મૈગી સેમ્પલ ફેઈલ થયા હતા. જેના ચાલતા મૈગી બ્રાંડના ઘણા ઉત્પાદકોનું વહેંચાણ પર રોક લગાવી દેવામાં આવ્યું હતું. તે સમયે પણ મૈગીમાં કન્ટેન્ટની માત્રા ખુબ વધુ પ્રમાણમાં માલુમ પડી હતી. જણાવી દઈએ કે નેસ્લે કંપનીનું મૈગી નુડલ્સ બાળકોમાં ખુબ લોકપ્રિય સાબિત થયું છે અને તેને વધારે માત્રામાં ખાવામાં આવે છે. ડોક્ટરના આધારે વધુ પડતી આ માત્રા બાળકોના સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ અસર પડનારી છે. સાથે જ લોકોનું કહેવું છે કે આવી કંપનીઓ પર કઠોર કાર્યવાહી થવી જોઈએ.

નેસ્લએ ખુલાસો કર્યો આ નિવેદનનો:

દંડ લગાવ્યા બાદ નેસ્લે કંપનીએ નિવેદનો જાહેર કર્યા છે. જેમાં કંપનીએ દાવો કર્યો છે કે મૈગી નુડલ્સ 100 ટકા સુરક્ષીત છે. હજી સુધી કંપનીને એડ્જ્યુંડીકેશન અધિકારી દ્વારા પ્રેરિત આદેશ નથી મળ્યા, પણ સુચના મળી છે કે આ નમુના 2015 ના છે અને આ સમસ્યા નુડલ્સથી રાખની સામગ્રી સાથે સંબંધિત છે. આ માપદંડોની ખામીની બાબત છે. આદેશ મળ્યા બાદ કંપની તત્કાલ અપીલ ફાઈલ કરી દેવાની યોજનામાં છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!