મીરા એ લગ્ન પહેલા શાહિદ કપૂર સામે આ 1 શરત રાખી હતી, 24 માં જન્મદિવસ ના 2 દિવસ પહેલા બીજી વાર માં બની મીરા…

0

બે વર્ષ પછી શાહિદ કપૂર બીજી વાર પિતા બની ગયા છે. 26 ઓગસ્ટ 2016 ના રોજ તેની દીકરી મીશા નો જન્મ થયો હતો અને 5 સપ્ટેમ્બર 2018 ના રોજ તે એક દીકરાના પીતા બન્યા. શાહિદ ના દીકરા નો જન્મ મીરા રાજપૂત ના જન્મદિવસના ઠીક બે દિવસ પહેલા થયો છે, જણાવી દઈએ કે મીરા નો જન્મ 7 સપ્ટેમ્બર ના રોજ થયો હતો. મીરા અને શાહિદે જુલાઈ, 2015 માં અરેન્જ મૈરેજ કર્યા હતા. જો કે એક સમય એવો પણ હતો કે મીરા આ લગ્ન માટે તૈયાર ન હતી. તેનું કારણ તેના અને શાહિદ ની ઉંમરમાં ઘણો એવો અંતર હતો.લગ્નના સમયે શાહિદ 34 વર્ષના હતા અને મીરા 21 વર્ષની હતી. એટલે કે મીરા શાહિદ કરતા 13 વર્ષ નાની છે. જણાવામાં આવે છે કે મીરા ને તેના લગ્ન માટે તેની મોટી બહેને રાજી કરી હતી. જો કે, આ વચ્ચે શાહિદ પણ પોતાના તરફથી કોશિશ માં લાગેલા હતા. મોટી બહેન અને શાહિદ ની મહેનત રંગ લાવી અને મીરા લગ્ન માટે માની ગઈ.
મીરા એ લગ્ન માટે રાખી હતી આ શરત:

એક ઇન્ટરવ્યૂ માં શાહિદે ખુલાસો કર્યો હતો કે મીરા એ તેની સાથે લગ્ન કરતા પહેલા એક શરત રાખી હતી, જેમાં કહ્યું કે તેને પોતાના વાળ પહેલાની જેમ રાખવાના રહેશે, ત્યારે જ તે તેની સાથે લગ્ન કરશે. બંને ની પહેલી મુલાકાત ફિલ્મ ઉડતા પંજાબ ની શૂટિંગ ના દરમિયાન થઇ હતી અને ત્યારે શાહિદ ના વાળ ખુબ જ વધેલા હતા. મીરા શાહિદ ને નાના વાળમાં જ જોવા માગતી હતી. આ સિવાય મીરા એ શાહિદ પાસેથી એ પ્રોમિસ લીધું કે તેઓના લગ્ન થાય ત્યારે શાહિદ ના વાળનો કલર પણ નોર્મલ જ હશે.

જયારે શાહિદ ને પહેલીવાર જોઈને ડરી ગયા હતા તેના સસરા:

શાહિદે એક વાર જણાવ્યું હતું કે, ”હું અને મીરા ક્યારેય પણ ડેટ પર નથી ગયા. બસ અમે ત્રણ થી ચાર વાર મળ્યા અને અમે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. જયારે હું મીરા ને પહેલી વાર મળ્યો, ત્યારે ફિલ્મ ઉડતા પંજાબ ની તૈયારીમાં લાગેલો હતો. મને યાદ છે કે હું પહેલી વાર મીરા ના દિલ્લી સ્થિત ફોર્મહાઉસમાં મળવા માટે ગયો તો મારો અવતાર ટોમી જોન (ફિલ્મ ઉડતા પંજાબ નો કિરદાર) માં હતો. જેવો જ મીરા ના પપ્પા એ મારું વેલકમ કરવા માટે દરવાજો ખોલ્યો તો તે મારો આવો લુક જોઈ ને ડરી ગયા હતા અને બોલ્યા-હે ભગવાન, શું મારી દીકરી તારી સાથે લગ્ન કરશે”.જયારે મીરા એ કહ્યું,-ટોમી માણસ નું નહિ કુતરા નું નામ હોય છે:

શાહિદે કહ્યું કે, ”જયારે મેં મીરા ને કહ્યું હતું કે-હું મારા વાળ ને કલર કરવા માટે જઈ રહ્યો છું તો તેનો ચેહરો જોવા લાયક હતો. જયારે મેં મીરા ને જણાવ્યું કે ફિલ્મમાં ‘ટોમી’ નામનું કૈરેક્ટર કરવા માટે જઈ રહ્યો છું તો તેણે કહ્યું કે-આ માણસ નું નહીં પણ કુતરા નું નામ હોય છે”. રિપોર્ટ્સ ના આધારે મીરા શાહિદને તેના અસલી નામ થી નથી બોલાવતી, પણ ‘શાદુ’ કહીને બોલાવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here