એક સમયે હતી રૂપ રૂપનો અંબાર અને હવે અત્યારે લાગે છે આવી…આ અભિનેત્રી વિશે જાણો – જુવો ફોટોસ

0

ક્યારેક ફિલ્મો માં નજર આવેલી આ એક્ટ્રેસ હવે કરી રહી છે નોકરી

ફિલ્મો માં કામ કરવા ના અનુભવ પર એક્ટ્રેસ એ કહી કંઈક એવી વાત.

ઘર સે નિકલતે હી કુછ દૂર ચલતે હી… આ ગીત તો તમે સાંભળ્યું જ હશે. પણ તમે જાણો છો કે આ ક્યાં ફિલ્મ નું ગિત છે ? શાયદ ના. એવી ઘણી ફિલ્મો હોય છે જેના ગીતો ફિલ્મ થી વધુ હિટ હોય છે. ઇમરાન હાશ્મી ની ફિલ્મો સાથે તો વારંવાર એવું થાય છે.

હા તો આપણે વાત કરી રહ્યા હતા ઘર સે નિકલતે હી ગીત ની. આ ગીત માં એક પ્રેમી પંખીડા ની જોડી પણ નજર આવી હતી. એક ક્યૂટ છોકરો અને માસુમ છોકરી. જો કે તમને જણાવી દઈએ કે એ ગીત 21 વર્ષ પેહલા આવ્યું હતું. જી હા, 21 વર્ષ. સામાન્ય વાત છે લે બંને એક્ટર્સ હવે પેહલા જેવા તો દેખાતા જ નહીં હોય. ખાસ કરી એક્ટ્રેસ એટલી છુઈ મુઇ તો નહીં જ હોય. તો આખરે કેવી લાગવા લાગી છે એ બ્યુટીફૂલ એક્ટ્રેસ.?

ચાલો ને એમના ફોટ્સ જોઈએ.

પાપા કહેતે હે.

અરે હું આમિર ખાન ના ગીત ની વાત નથી કરતી ,ઘર સે નિકલતે હી જે ફિલ્મ નું ગિત હતું એનું નામ પાપા કહેતે હૈ હતું. ફિલ્મ તો મહેશ ભટ્ટ એ ડાયરેકટ કરી હતી . ફિલ્મ ના બીજા ગીતો પણ હિટ થયા હતા જેમાં પહેલે પ્યાર કા પેહલા ગમ , યે જો થોડે સે પૈસે હૈ . વગેરે ગીતો શામિલ છે.

ટીનએજર્સ ની પ્રેમ કહાની

ફિલ્મ માં સ્વીટી ખન્ના નો કિરદાર એક્ટ્રેસ મયુરી કાંગો એ નિભાવ્યો હતો. મયુરી ની સાથે નજર આવ્યા હતા જુગલ હંસરાજ. બંને ની રોમાન્ટિક જોડી પડદા પર સારી લાગતી હતી.

નસીમ થી ડેબ્યુ.

મયુરી કાંગો ને ડાયરેકટર સઈદ અખ્તર મિર્ઝા ની ફિલ્મ નસીમ થી 1995 માં એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ માં મયુરી ના રોલ થી પ્રભાવિત થઈ ને જ મહેશ ભટ્ટ ને 1996 ની પાપા કેહતે હૈ માં મયુરી ને લીડ રોલ ઓફર કરી હતી.

ઘણા ફિલ્મો માં કામ કર્યું.

મયુરી એ પછી બાદલ , હોગી પ્યાર કી જીત , બેતાબી અને જીતેંગે હમ જેવી ફિલ્મો માં કામ કર્યું. હોગી પ્યાર કી જીત માં મયુરી , અરશદ વારસી સાથે રોમાન્સ કરતી નજર આવી હતી.

થોડી સિરિયલો પણ કરી

ફિલ્મો સિવાય મયુરી કાંગો ને ક્યા હાદસા ક્યા હકીકત , કરિશ્મા – ધ મિરેકલ્સ ઓફ ડેસ્ટિની અને ડોલર બહુ જેવી સિરિયલ્સ માં પણ કામ કર્યું છે.

એનઆરઆઈ સાથે કર્યા લગ્ન.

2003 માં મયુરી એ એનઆરઆઈ બિઝનેસમેન આદિત્ય ઢીલ્લન સાથે લગ્ન કર્યા. લગ્ન પછી એ ન્યુયોર્ક શિફ્ટ થઈ ગઈ. જો કે હવે તે ઇન્ડિયા પાછી આવી ગઈ છે. મયુરી નો એક દીકરો પણ છે.

2011 માં પરત આવી ઇન્ડિયા

મયુરી નું સાસરું ગુડગાંવ માં છે. 2011 માં મયુરી એ એક દીકરા ને જન્મ આપ્યો હતો અને એના પછી એ તેના સાસરે ગુડગાંવ પરત કરી આવી.

કરી રહી છે એમએનસી માં જોબ

ન્યૂયોર્ક ગયા બાદ મયુરી એ ત્યાં ની એક યુનિવર્સિટી માં માર્કેટિંગ અને ફાઇનાન્સ માં એમબીએ કર્યું હતું. હાલ માં મયુરી ગુડગાવ માં zenith optimedia મીડિયા કંપની માં કામ કરી રહી છે.

ભૂલી ચુકી છું.

એક ઈન્ટરવ્યું માં મયુરી એ કહ્યું હતું કે એમને ગ્લેમરસ લાઈફ પસંદ નથી. હવે તમને એના જીવન માંથી એ પાર્ટ ભૂલાવી ચુક્યો છે. આજે એ તેના કામ થી પ્રેમ કરે છે. જો વિકેન્ડ માં કામ કરવા લાયક કોઈ ફિલ્મ મળશે તો તે જરૂર થી કામ કરવાનું ઇચ્છશે.

નવા એક્ટર્સ માટે આ સલાહ.

મયુરી નું માનવું છે કે ઇન્ડસ્ટ્રી માં આવવા પેહલા એજ્યુકેશન પૂરું કરી લેવું જોઈએ. અહીંયા એક્ટ્રેસ ની લાઈફ વધુ નથી હોતી. એવા માં મેકઅપ રાખવું જરૂરી છે. મયુરી આજે પણ ગૌરી પ્રધાન , અરશદ વારસી, સ્વેતા સાલ્વે અને મુકુલ દેવ જેવા કલાકારો ના ટચ માં છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here