બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન નો એક મહિનો થઇ ગયો છે. લગ્ન પછી ઈશા માં અલગ જ નૂર જોવા મળી રહ્યું છે. તે એક પછી એક અલગ જ દેખાવમાં પોતાના ફેન્સ ને ચોંકાવતી રહે છે. પહેલા તેનો ગ્લેમરસ ફોટશૂટ સામે આવ્યો હતો અને હવે એકવાર ફરી તે સ્ટાઈલિશ લુક માં સ્પોટ થઇ છે. ઈશા ને મુંબઈ ના સોહો હાઉસ રેસ્ટોરેંન્ટ ની બહાર પતિ આનંદ પીરામીલ ની સાથે ડિનર ડેટ પર લઈ જાતા જોવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈશા અને આનંદ બંને નો સ્ટાઈલિશ અંદાજ જોવા લાયક હતો.
મોટાભાગે ટ્રેડિશનલ કપડામાં જોવા મળતી ઈશા વેસ્ટર્ન ડ્રેસમાં નજરમાં આવી હતી. આ દરમિયાન તેમણે ગ્રે કલરની મલ્ટીકલર નો મેક્સી ડ્રેસ પહેરી રાખ્યો હતો. પોતાના લુક ને પૂરું કરવા માટે ઈશા એ લાઈટ મેકઅપ ની સાથે પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા.
ઈશા એ પોતાની સુંદર ડ્રેસ ની સાથે સફેદ રંગ ના હાઈ હિલ્સ પણ પહેરી રાખ્યા હતા. જયારે આનંદ હંમેશા ની જેમ સિમ્પલ લુકમાં નજરમાં આવ્યા હતા. તેમણે બ્લુ રંગ ની ટીશર્ટ ની સાથે કાળા રંગ નું જીન્સ પેન્ટ પહેરી રાખ્યું હતું.જણાવી દઈએ કે તેની પહેલા ઈશા ના વોગ મેગેજીન માટે કરાવેલો ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો હતો. આ ફોટોશુટ માં તેનો દેખાવ એકદમ અલગ જ હતો. લગ્ન પછી ઈશા અંબાણી નો આ પહેલો ફોટોશૂટ હતો. તસ્વીરોમાં ઈશા ખુબ જ સુંદર અને ગ્લેમર નજરમાં આવી રહી હતી. તેના આ ફોટોશૂટ ની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે.
Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

good