દિવાળી સ્પેશિયલ – માવા વગરના ઘૂઘરા બનાવો હવે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ઘરે જ …..

0

આમ જોઈએ તો દિવાળીનો ત્યોહાર પૂરા પાંચ દિવસનો આખા ભારત ભરમાં મનાવવામાં આવે છે. આ દિવસની તૈયારી ઘણા દિવસ પહેલાથી જ શરૂ થઈ જાય છે. રોશનીના આ તહેવારમાં ખવાપીવાનું અને ઘરે નાસ્તાનું પણ અનેરું મહત્વ છે. અને મોટાબાગના લોકો આ દિવસે ગહરે જ નાસ્તો બનાવતા હોય છે. આજે અમે તમને ધ્યાને રાખીને લઈને આવ્યા છીએ માવા વગરના ઘૂઘરા. જે દિવાળી પર મોટાભાગના ઘરોમાં બનતા હોય છે. તો તમે પણ બનાવો સ્ટેપ સાથેની રેસીપી જોઈને.

ઘુઘરા બનાવા માટે જોઈશે  સામગ્રી

 • બેસન 100 ગ્રામ
 • નારિયેળ નુ છીણ 100ગ્રામ
 • રવો 3 ચમચી
 • ઘી 2 ચમચી
 • દ્રાય ફ્રૂટ્સ 3ચમચી
 • પાવડર ખાંડ 120ગ્રામ
 • એલચી પાવડર 1/2ચમચી
 • સૂકી દ્રાક્ષ 2 ચમચી
 • મેદો 100  થી 150 ગ્રામ
 • ઘી 2 ચમચી
 • પાણી 30 મિલી
 • તેલ તળવા માટે
 • ઘૂઘરા બનવાનું મશીન


રીત

1.માવા વગર ના ઘૂઘરા બનાવા સૌપ્રથમ બેસન ને ચાળી ને લો અને બેસન અને કોપરા નુ છીન અને રવો અને બધું સેકી લો બધું ઘી માં સેકી લો 2મિનિટ સુધી બરોબર સેકી લો
2.અને એક વાસણ માં મિક્સ કરી લો હવે એમાં કાજુ બદામ નો પાવડર એડ કરી એમાં એલચી પાવડર અને દરેલી ખાંડ એડ કરો અને મિક્સ કરી લો.તૈયાર છે આપણું સ્ટફિંગ
4.હવે આપડે લોટ બાંધી દઈએ લોટ થોડો કઠણ બાંધજો પછી લોટ ને 1 કલાક રેસ્ટ આપો
5.હવે એને ફરી થી મસળી લો ઘી લગાવી ને હવે નાનો લુવો લઇ લો અને પુરી થી થોડું મોટી વની લો પછી
6.અને પુરી ને થોડી જાડી રાખજો જેથી ઘૂઘરા ફાટી ના જાયઃ અને  ઘૂઘરા  ના મોલ માં મૂકી એમાં સ્ટફિંગ એડ કરો અને એની ધારે પાણી લગાવી દબાવી દો અને બાકી નો લોટ કડી લો
7.અને એવી જ રીતે  ઘૂઘરા  બનાવી લો
8.અને તેલ ને ગરમ કરી લો અને  ઘૂઘરા  તળી લો મીડિયમ ગેસ પર તળી લો તૈયાર છે  ઘૂઘરા.
9. બધા જ ઘૂઘરાને મોડિયમ તાપ આખીને આછા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાના છે.
સ્વાદિષ્ટ એવા માવા વગર ના ઘૂઘરા જરૂર થી બનાવો અને તમારો એક્સપેરિઅન્સ જણાવો અમને અમે આવી સ્વાદિષ્ટ રેસીપી લાવતા રહીશુ અને ભૂલતા નઈ બનવાનું અને દિવાળી માં જરૂર થી બનાવજો

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો.
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

Author: GujjuRocks Team

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…
જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here