ડો. હાથીને દારૂ પીવાનું વ્યસન હતું તો ઓછું ડ્રિન્ક કરવાની અસિત મોદીએ સલાહ આપી તો ડો. હાથીએ કહ્યું કે ….

0

કવિ કુમાર આજાદનું અંતિમ સંસ્કાર મંગળવાર એટલે કે આજે કરવામાં આવશે. ત્યાં સુધી તેની ડેડ બોડી ને કોલ્ડ સ્ટોરેજ માં મીરા રોડ સ્થિત ભારતરત્ન ઇન્દિરા ગાંધી હોસ્પિટલમાં રાખવામાં આવી છે. આજાદના પેરેન્ટ્સ સાસારામ, બિહાર એક લગ્નમાં શામિલ થવા માટે ગયા છે માટે તેના આવ્યાના પછી જ આજાદના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કવિ કુમાર આજાદ રીલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ દરેકની નજીક હતા.જાણો કવિ કુમાર આજાદ સાથે જોડાયેલી અમુક વાતો:
સર્જરી દ્વારા ઘટાળ્યું હતું 80 કિલો વજન: કવિ કુમાર આજાદ એટલે કે ડૉ.હંસરાજ હાથીનું વજન ખુબ જ વધુ હતું. પહેલા તેનો વજન 254 કિલો હતો. વધેલા વજનને લીધે તેને ચાલવા-ફરવામાં ખુબ જ તકલીફ પડતી હતી. ઓક્ટોબર, 2010 માં તેઓને બૈરીયાટ્રીક સર્જરી કરાવીને પોતાનો વજન 80 કિલો સુધિ કરાવ્યો. 2014 માં તેનું વજન 170 કિલો આસપાસ હતું.

બે દિવસ પહેલા પ્રોડ્યુસરને કહ્યું, ”જલ્દી લિપટાવી લો કામ”: હાર્ટએટેક આવ્યાના બે દિવસ પહેલા જ 7 જુલાઈ ના રોજ આજાદે પોતાનું છેલ્લું શૂટ આપ્યું હતું. તેમણે મેકર્સને કહ્યું કે વર્તમાન સિકવેન્સ માટે તેના દરેક શોટ જલ્દી જલ્દી પુરા કરી લો. કદાચ તેને કોઈ અનહોની થવાનો અંદેશો પહેલાથી જ હતો.

બિહારના સાસારામ ના રહેવાસી હતા આજાદ: આજાદ બિહારના સાસારામ સ્થિત ગૌરક્ષણી ના રહેવાસી હતા. કુમારને બાળપણથી જ એક્ટિંગનો ખુબ જ શોખ હતો, પણ તેના મોટા શરીરને લીધે કઈ થઈ ન શક્યું, છતાં પણ તેમણે પોતાના એક્ટિંગના શોખ ને ખતમ થવા ન દીધું. આજાદ ભાગીને મુંબઈ આવી ગયા અને તેના ખિસ્સામાં એકપણ પૈસા ન હતા. ઘણી રાતો ફૂટપાથ પર પણ વિતાવી હતી.

ધીરે-ધીરે તેને અમુક ટીવી શો માં નાના-મોટા રોલ મળવાનું શરૂ થઇ ગયું. પણ તેને સાચી ઓળખ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશમા’ દ્વારા મળી હતી.

અસિતને કહ્યું હતું-બોનસનું જીવન જીવી રહ્યા છે: આજાદની ડ્રિન્ક હેબિટ બધા જાણતા હતા. એકવાર શો ના પ્રોડ્યુસર અસિત મોદીએ તેને ઓછું ડ્રિન્ક કરવાની સલાહ પણ આપી તો આજાદે કહ્યું કે, ”જે જીવન જીવી રહ્યો છું, તે પણ બોનસ ની જીવી રહ્યો છું”.
રિયલ લાઈફમાં પણ ખાવાના શોખીન હતા ડૉ.હંસરાજ હાથી: શો માં ભીડેનો કિરદાર નિભાવી રહેલા મંદાર ના આધારે, ”સોમવારે  સવારે અમારે બધાને એક સિકવેન્સ શૂટ કરવાનું હતું, પછી ખબર પડી કે આજાદની તબિયત ખરાબ છે, તો અમે તેના વગર જ શૂટિંગમાં આગળ વધવા લાગ્યા”.
ભીડે એ કહ્યું કે, ”મારા અને એના ખુબ જ સારા સમ્બન્ધ છે. અમે સાથે બેસતા હતા, જમતા હતા. સાથે જ અમે જયારે સેટ પર આવતા તો એ પણ પૂછતા હતા કે આજે ટિફિનમાં શું લાવ્યા છો.પોતાના કિરદારની જેમ રિયલ લાઈફમાં પણ આજાદ ખાવાના ખુબ જ શોખીન હતા.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!