માત્ર 2 ક્ષણ નો સમય ફાળવજો પણ આ વાચજો જરુંર. દીકરા/દીકરી જયારે ધૂમ્રપાન કે અન્ય વ્યસન અથવા “બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ” બનાવવું એ ખોટું નથી હોતું..એ આ ઘા ને ભરવા ના રસ્તા જ હોય છે

0

એક માનવ તરીકે આપણને શેની જરૂર સૌથી વધારે હોઈ શકે?? રૂપિયા?? ઊંઘ?? ભોજન?? હા.. જરૂરી,પણ કદાચ સૌથી વધારે નહી.. તો?? પ્રેમ…અને તે પણ માતા પિતા તરફ થી…
ઉંમર નો ગમે તે પડાવ હોય આપણને માતા પિતા નો પ્રેમ જરૂરી હોય છે. પરંતુ જિંદગી ના બીજા તબક્કા કરતા આ જરૂરિયાત તરુણાવસ્થા માં સૌથી વધારે હોય છે. આ વાત માત્ર માતા પિતા ના પ્રેમ…એમના રૂપિયા..કે એમના બે શિખામણ ના વાક્યોથી નથી અટકી જતી..

પરંતુ તમારો સમય,તમારું પ્રોત્સાહન,દુનિયાદારી સમજાવવા માટે માતા પિતા દ્વારા ઉઠાવેલા નાદાન સવાલો..કદાચ આ જ એક તરુણ/તરુણી ને પ્રેમ નો અહેસાસ કરાવી શકે.. મારી એક નાની એવી અરજ છે..એવા તમામ માતા પિતા ને કે જે વિશાળ ધંધા ના માલિકો છે કે નોકરી ના ઊંચા હોદ્દા ભોગવી રહ્યા છે..મા
ત્ર રૂપિયા પાછળ ની દોટ થી પ્રેમ ની ખોટ નહી ભરી શકાય. હા..હું જાણું છું કે આ સીધી જ વાત છે અને કદાચ નાના મોઢે મોટી વાત પણ..આપની

કમાણી આપના સંતાનો માટે જ છે..પરંતુ કદી આ સવાલ સંતાનો ને પૂછાયો છે ખરો કે તેમને શું જોઈએ??હકીકતે તો તેમને તમારો સમય..તમારો પ્રેમ જ જોઈએ છે.. કમાવા ના કાર્ય દરમિયાન ધંધામાં ગ્રાહકો સાથે કે નોકરી માં “શેઠિયા” સાથે થયેલ તકરાર કે અણબનાવ નો ગુસ્સો ઘર માં કે સંતાન પર ન ઉતારો..
આ ગુસ્સો સંતાનોને અસર કરે છે..હા..ખૂબ જ અસર કરે છે..હું આશા રાખું છું કે તમારા સંતાનો તમને સમજી શકે તેટલા પુખ્ત હોય..પરંતુ બધા જ એક સરખા તો ન હોય ને.. અમુક સંતાનો એટલા પરિપક્વ નથી હોતા કે માતા પિતા ના ગુસ્સા પાછળ નું કારણ સરળતાથી સમજી જાય..તેમના મન માં આ વાત ઊંડો ઘા કરે છે..

કદાચ આ પણ એક કારણ છે કે તેઓ ખોટા રસ્તે જાય છે અથવા પોતાનો પ્રેમ જાતે શોધી લે છે.. ધૂમ્રપાન કે અન્ય વ્યસન અથવા “બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ” બનાવવું એ ખોટું નથી હોતું..એ આ ઘા ને ભરવા ના રસ્તા જ હોય છે..તેઓ ને માત્ર લાડ,પ્રેમ,સમય,ટેકા ની જરૂર હોય છે.. તમારા સંતાન ને આ પ્રેમ કે ટેકો બીજું કોઈ વ્યક્તિ આપવા નું શરુ કરી દે એની પહેલા આ પહેલ આપના દ્વારા જ થાય તો??

લેખક: રિધમ રાજ્યગુરુ અનુવાદક: અદ્રશ્ય (તા.ક.ચાણક્યનીતિ માં લખાયેલ એક વાત યાદ આવી રહી છે..સંતાન ને પ્રથમ પાંચ વર્ષ સુધી લાડ થી પાલન કરવા જોઈએ ત્યારબાદ દશ વર્ષ સુધી માર ના ડર થી પાલન કરવું જોઈએ.પરંતુ સોળ વર્ષ ની આયુ સુધી પહોચ્યા બાદ તેમની સાથે મિત્ર સમાન વ્યવહાર કરવો જોઈએ.(અધ્યાય ૩,શ્લોક ૧૮)

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here