આ દાદા એ ચા વહેંચી ને રોજ 300 રૂપિયા બચાવ્યા અને પત્ની ને 23 દેશો સૈર કરાવી, જબરદસ્ત સ્ટોરી વાંચો

0

ભારતમાં ચા નું ચલણ વર્ષોથી છે. કોફી આજે ફેશનેબલ અને ઊંચા દર્જા ના લોકોની પસંદ માનવામાં આવે છે. ભારતની ગલીઓ માં ચા ની દુકાન મેળવી એક સામાન્ય વાત છે. દરેક ઓફિસ સુધી પહોંચનારી ચા ની પ્યાલીઓ લોકો ને અમુક સમય સાથે વિતાવવાનો મૌકો આપે છે. પણ જરા એક વાર વિચારો કે, શું એક ચા ની દુકાનથી એટલી કમાણી થઇ શકે છે તે પોતાની પત્ની સહીત દુનિયાના ચક્કર લગાવી શકે. જો તમને લાગતું હોય છે આવું સંભવ નથી તો જરા આ કપલ ને મળી લો. ખુબજ ઓછી કમાણી હોવા છતાં પણ 23 દેશો ફરી આવ્યા છે કોચી થી.

વર્લ્ડ ટુર નું સપનું:
કોચીના રહેનારા 68 વર્ષના વિજયન શ્રી બાલાજી કોફી હાઉસ નામની એક નાની એવી દુકાન ચલાવે છે. પોતાની 67 વર્ષની પત્ની મોહના ની સાથે તે દુકાનને પાછળના 43 વર્ષોથી ચલાવી રહ્યા છે. દુકાન નાની છે પણ વિજયન ના સપના ખુબ જ મોટા છે. ઘર-પરિવારની જવાબદારી હોવા છતાં વિજયન પોતાનું સપનું પૂરું કરવામાં લાગેલા છે.

આ દેશોની કરી ચુક્યા છે યાત્રા:નાની એવી દુકાનમાં ચા પીવળાવીને લોકોની સાથે સારો વર્તાવ કરતા વિજયન આસ-પાસ ના લોકો માટે ખુબજ જાણવામાં આવે છે. તે પોતાની વાઈફ મોહના ની સાથે દુનિયા ફરવાનું સપનું પૂરું કરી રહ્યા છે. વિજયન બ્રિટેન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, યુએઈ સહીત 23 દેશોની સફર કરી ચુક્યા છે. તેની કમાણીનું એક જ માધ્યમ છે આ ચા ની દુકાન.

આવી રીતે કરે છે પૈસા જમા:પોતાનું દેશ-દુનિયા જોવા માટેનું સપનું પૂરું કરવા માટે વિજયન રોજ બચત કરે છે. એવું નથી કે તેની પાસે તેનો કોઈ પુશ્તેની ખજાનો છે. આજ નાની એવી દુકાનથી થનારી કમાણી દ્વારા જ તે પોતાનું વર્લ્ડ ટુર નું સપનું પૂરું કરી રહ્યા છે. તેના માટે તેમણે બેન્ક પાસેથી લોન લેવાનું શરૂ કર્યું છે. પહેલા તે ખુદથી અમુક રકમને જોડે છે અને પછી તેના આધાર પર બેન્ક પાસેથી લોન લે છે.

રોજ કરે છે બચત:વિજયન અને તેની પત્ની મોહના રોજના 300 રૂપિયા સેવિંગ કરે છે. આવું તે આગળના બે-ત્રણ વર્ષથી કરતા આવ્યા છે. પછી બાકીના પૈસાની લોન લઈને ફરવા માટે નીકળી પડે છે. પાછા આવીને અમુક વર્ષો સુધી આ લોનની ચુકવણી કરે છે. ફરીથી બચત કરે છે અને પછી આગળના સફરની તૈયારીમાં લાગી જાય છે. પોતાના આ શોખ ને પૂરું કરવા માટે વિજય ખુબજ સાવધાની પૂર્વક ખર્ચા કરે છે.

બાળપણથી જ હતો શોખ:વિજયનનું કહેવું છે કે તેને બાળપણથી જ ફરવાનો શોખ હતો. તેના પિતા તેને દેશમાં અલગ-અલગ જગ્યાઓ પર લઇ જાતા હતા. પિતાની મૃત્યુ પછી ઘરની જવાબદારી વિજયન પર આવી ગઈ હતી. ત્યારે પૂરું ધ્યાન પરિવાર પર લગાવી દીધું હતું. પણ 1988 ના પછી સમય બદલાયો અને તેમણે એકવાર ફરી પોતાના બાળપણના શોખને પૂરું કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું. પત્નીએ પણ તેના આ સપનાને પૂરું કરવામાં તેનો પૂરો સાથ આપ્યો. વિજયનનો ફેવરિટ દેશ સ્વીટ્ઝરલેન્ડ છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here